પાસ્તા ત્રણ પ્રકારની ગ્રેવી માં તૈયાર થતાં હોય છે વ્હાઈટ, પિંક અને રેડ ગ્રેવી. જેમાંથી આપણે ઘરે વધારે પડતાં રેડ ગ્રેવી પાસ્તા બનાવતા હોઈએ છીએ અને બાકી ની પિંક અને વ્હાઇટ ગ્રેવી વાળા પાસ્તા બહાર જઈએ ત્યારે મંગવતા હોઈએ છીએ કેમકે આપણે વ્હાઇટ ગ્રેવી કેમ બનશે ને સારી બનશે કે નહિ એ મુજવણ હોય છે તો આજ બહાર જેવોજ વ્હાઈટ સોસ ઘરે બનાવતા શીખીશું અને વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા White Sauce Macaroni Pasta banavani rit શીખીએ.
સોસ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- ઘઉંનો લોટ 2-3 ચમચી
- દૂધ 1 ½ કપ
- મિક્સ હર્બસ ½ ચમચી
- રેડ ચીલી ફ્લેક્સ ½ ચમચી
- પ્રોસેસ ચીઝ 1-2 ક્યૂબ
- પાણી જરૂર મુજબ
પાસ્તા માટેની સામગ્રી
- મેક્રોની પાસ્તા 2 કપ
- ઝીણું સમારેલું લસણ 1 ચમચી
- ઝીણા સમારેલા કેપ્સીકમ ¼ કપ
- મરી પાઉડર ⅛ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- ઝીણું સમારેલું ગાજર ¼ કપ
- બાફેલી મકાઈ ના દાણા ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
White Sauce Macaroni Pasta banavani rit
વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એક થી દોઢ ચમચી મીઠું નાખો અને ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મેક્રોની પાસ્તા નાખી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો અને ત્યાર બાદ ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર બીજી કડાઈમાં એક ને ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ અને ગાજર અને બાફેલી મકાઈ નાખી મિક્સ કરી શેકી લ્યો.
બધી સામગ્રી ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું સ્વાદ મરી પાઉડર નાખી મિક્સ કરો અને કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હલાવતા રહી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો લોટ શેકી લીધા બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
લોટ માં ગાંઠા ના રહે એમ મિક્સ કરો ત્યાર બાદ એમાં દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ત્યાર બાદ બરોબર મિક્સ કરતા જઈ સોસ ને ચડાવી લ્યો. સોસ ઉકળવા લાગે એટલે એમાં છીણેલું ચીઝ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો .
હવે એમાં શેકી રાખેલ શાક અને બાફી રાખેલ મેક્રોની પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સોસ સાથે એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો વ્હાઈટ સોસ પાસ્તા.
Pasta recipe notes
- પાસ્તા તમે સોજી ના અથવા ઓટ્સ ના અથવા તમારા પાસે હોય એ કોઈ પણ વાપરી શકો છો
- જો તમને પાસ્તા માં શાક ભાજી ના પસંદ હોય તો એ સ્કિપ પણ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત
White Sauce Macaroni Pasta banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સોસ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 2-3 ચમચી ઘઉંનો લોટ
- 1 ½ કપ દૂધ
- ½ ચમચી મિક્સ હર્બસ
- ½ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
- 1-2 ક્યૂબ પ્રોસેસ ચીઝ
- પાણી જરૂર મુજબ
પાસ્તા માટેની સામગ્રી
- 2 કપ મેક્રોની પાસ્તા
- 1 ચમચી ઝીણું સમારેલું લસણ
- ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- ⅛ ચમચી મરી પાઉડર
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ ઝીણું સમારેલું ગાજર
- ¼ કપ બાફેલી મકાઈ ના દાણા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
White Sauce Macaroni Pasta banavani rit
- વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એક થી દોઢ ચમચી મીઠું નાખો અને ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મેક્રોની પાસ્તા નાખી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો અને ત્યાર બાદ ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર બીજી કડાઈમાં એક ને ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ અને ગાજર અને બાફેલી મકાઈ નાખી મિક્સ કરી શેકી લ્યો.
- બધી સામગ્રી ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું સ્વાદ મરી પાઉડર નાખી મિક્સ કરો અને કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હલાવતા રહી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો લોટ શેકી લીધા બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- લોટ માં ગાંઠા ના રહે એમ મિક્સ કરો ત્યાર બાદ એમાં દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ત્યાર બાદ બરોબર મિક્સ કરતા જઈ સોસ ને ચડાવી લ્યો. સોસ ઉકળવા લાગે એટલે એમાં છીણેલું ચીઝ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો .
- હવે એમાં શેકી રાખેલ શાક અને બાફી રાખેલ મેક્રોની પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સોસ સાથે એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો વ્હાઈટ સોસ પાસ્તા.
Pasta recipe notes
- પાસ્તા તમે સોજી ના અથવા ઓટ્સ ના અથવા તમારા પાસે હોય એ કોઈ પણ વાપરી શકો છો
- જો તમને પાસ્તા માં શાક ભાજી ના પસંદ હોય તો એ સ્કિપ પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Ghau na lot ane bafela bataka na vada | ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati
ખાટા વડા બનાવવાની રીત | khatta vada banavani rit
પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit