આપણે જ્યારે પણ હોટલ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે બધાને એક જ સવાલ હોય છે, If you like the recipe do subscribe Honest kitchen YouTube channel on YouTube , કે હોટલ રેસ્ટોરન્ટ માં આખી અને લાલ રંગ ની ડુંગળી આટલી સ્વાદિષ્ટ કેમ બનાવતા હસે તો આજ આપણે એજ રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી ઘરે બનાવવાની રીત શીખીશું. આજ કાલ બજાર માં નવી ડુંગળી નો જથ્થો આવવા લાગ્યો તો આજે જ નાની સાઇઝ ની ડુંગળી લઈ આવી રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી બનાવવાની રીત – Vinegar dungri banavani rit શીખીએ.
વિનેગર ડુંગળી બનાવવા જરૂરી સામગ્રી
- નાની સાઇઝ ની ડુંગળી 1 કિલો
- વિનેગર 2 કપ
- તમાલપત્ર ના પાંદ 2-3
- મરી 1-2 ચમચી
- તજ નો ટુકડો 1
- મીઠું 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુ 1 ની ઝેસ્ટ
- બીટ ના કટકા 1 કપ
- લીલા મરચા 2-3
- લસણ ની કણી 10-12
- સૂકા ફુદીના નો પાઉડર 1 ચમચી
- હિંગ ½ ચમચી
- સંચળ ½ ચમચી
વિનેગર ડુંગળી બનાવવાની રીત
વિનેગર ડુંગળી બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ની ડુંગળી લ્યો એને ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ઉપર ના ભાગે રહેલ ડુંગળી ના મૂળિયા વાળો ભાગ અલગ કરી લ્યો.
ત્યાર બાદ પાણીમાં નાખી ધોઇ ને સાફ કરી લ્યો. હવે ડુંગળી ના મુળિયા વાળા ભાગ ની બીજી બાજુ ચાકુ થી પ્લસ ની નિશાની થાય એમ ચાકુથી કાપી લ્યો આમ બધી ડુંગળી ને તૈયાર કરી લ્યો.
એક વાસણમાં વિનેગર લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાંદ ને તોડી ને નાખો સાથે મરી, તજ નો ટુકડો, ખાંડ, બે ચમચી મીઠું, લેમન ઝેસ્ટ (લીંબુની છાલ ને છીણી વડે છીણી ને નાખો, બીટ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો,
હવે એમાં ડુંગળી નાખો અને સાથે લસણ ની કણી, લીલા મરચા સુધારેલા નાખી ડુંગળી બરોબર પાણી માં ડૂબેલી રહે એમ ડુબાડી રાખો અને ઢાંકી ને રાખી દયો.
આમ ડુંગળી ને 20-25 કલાક સુંધી રહેવા દયો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને ફ્રીઝ માં ભરી લ્યો અને જ્યારે ખાવા ની હોય ત્યારે વિનેગર વાળા પાણી માંથી કાઢી લ્યો અને મજા લ્યો.
તમે એના પર સૂકા ફુદીના ના પાંદ નો પાઉડર, હિંગ અને સંચળ છાંટી ને પણ મજા લઇ શકો છો. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી.
Vinegar dungri recipe notes
- મીઠું અને વિનેગર બરોબર માત્રા માં નાખેલ હસે તો ડુંગળી ઝડપથી બગડશે નહિ.
Vinegar dungri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Vinegar dungri recipe in gujarati
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી બનાવવાની રીત | Vinegar dungri banavani rit
Equipment
- 1 તપેલી
- 1 કાંચ ની બરણી
Ingredients
વિનેગર ડુંગળી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કિલો નાની સાઇઝ ની ડુંગળી
- 2 કપ વિનેગર
- 2–3 તમાલ પત્રના પાંદ
- 1-2 ચમચી મરી
- 1 તજ નો ટુકડો
- 2 ચમચી મીઠું
- 1 ચમચી ખાંડ
- 1 લીંબુ ની ઝેસ્ટ
- 1 કપ બીટના કટકા
- 2-3 લીલા મરચા
- 10-12 લસણ ની કણી
- 1 ચમચી સૂકા ફુદીના નો પાઉડર
- ½ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ ½
Instructions
Vinegar dungri banavani rit
- વિનેગર ડુંગળી બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ની ડુંગળી લ્યો એને ચાકુથી છોલી સાફ કરી લ્યો અનેઉપર ના ભાગે રહેલ ડુંગળી ના મૂળિયા વાળો ભાગ અલગ કરી લ્યો.
- ત્યારબાદ પાણીમાં નાખી ધોઇ ને સાફ કરી લ્યો. હવે ડુંગળી ના મુળિયા વાળા ભાગ ની બીજી બાજુ ચાકુ થી પ્લસ ની નિશાની થાય એમચાકુથી કાપી લ્યો આમ બધી ડુંગળી ને તૈયાર કરી લ્યો.
- એક વાસણમાં વિનેગર લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાંદ ને તોડી ને નાખો સાથે મરી, તજ નો ટુકડો, ખાંડ, બે ચમચી મીઠું,લેમન ઝેસ્ટ (લીંબુની છાલ ને છીણી વડે છીણી ને નાખો,બીટ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો,
- હવે એમાં ડુંગળી નાખો અને સાથે લસણ ની કણી, લીલા મરચા સુધારેલા નાખી ડુંગળી બરોબર પાણી માં ડૂબેલી રહે એમ ડુબાડી રાખોઅને ઢાંકી ને રાખી દયો.
- આમ ડુંગળીને 20-25 કલાક સુંધીરહેવા દયો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને ફ્રીઝ માં ભરી લ્યો અને જ્યારે ખાવા નીહોય ત્યારે વિનેગર વાળા પાણી માંથી કાઢી લ્યો અને મજા લ્યો.
- તમે એના પર સૂકા ફુદીના ના પાંદ નો પાઉડર, હિંગ અને સંચળ છાંટી ને પણ મજા લઇ શકો છો. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી.
Vinegar dungri recipe notes
- મીઠું અને વિનેગર બરોબર માત્રા માં નાખેલ હસે તો ડુંગળી ઝડપથી બગડશે નહિ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori roti
લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit
પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak