નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન મસાલા ખીચડી કેવી રીતે બનાવી ? ,મસાલા ખીચડી કેવી રીતે બનાવાય ? નો ઉકેલ આજ વેજ મસાલા ખીચડી બનાવવાની રીત શીખવશું. જે ખૂબ જ હેલ્થી હોય છે ને ડાયટીંગ માટે સૌ થી સારો વિકલ્પ છે લીલા શાક ને દાળ ના કારણે સારી માત્રા માં પ્રોટીન વિટામિન મળે છે ને ખીચડી બનાવવી એકદમ સરળ ને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને કહેવાય છે કે ખીચડી એક હલકો ફુલકો ખોરાક છે જેથી પચી પણ ખૂબ જડપથી જાય છે ને બીમારી માં તો ખીચડી અમૃત સમાન માનવા માં આવે છે તો ચાલો આજ બનાવતા શીખીએ dal khichdi recipe , masala khichdi banavani rit , masala khichdi recipe in gujarati language.
મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | masala khichi banava jaruri samgri
- મગ દાળ 1 કપ
- ચોખા ½ કપ
- બટકા ના કટકા 1 કપ
- ગાજર ના કટકા ½ કપ
- વટાણા ½ કપ
- ફુલાવર ના કટકા 1 કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- ટમેટા પીસેલા/ જીના સુધારેલ
- આદુ છીણેલું 1 ચમચી
- મીઠા લીમડા ના પાન 7-8
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- ધાણા જીરું નો પાવડર 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- ઘી 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- જરૂર મુજબ પાણી
Masala khichdi banavani rit | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત
વેજ મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ / મગ ફાડા લ્યો એમાં ચોખા નાખી મિક્સ કરો , મગ ચોખા ને પાણી થી બે ત્રણ વાર ધોઇ ને બરોબર સાફ કરી નાખો , હવે ગેસ પર એક કૂકર ગરમ કરો હવે કૂકરમાં ધોઇ ને મૂકેલ મગ ચોખા નાખો
ત્યાર બાદ જરૂર મુજબ પાણી( દાળ ચોખા નું ત્રણ ગણું પાણી ની જરૂર પડે છે પરંતુ પાણી થોડુ વધુ ઓછું દાળ ચોખા પર પણ નિર્ભર કરે છે) , ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર ને એક બે ચમચી ઘી નાખી ચમચા વડે મિક્સ કરો
ત્યાર બાદ એમાં સુધારેલા બટકા ના કટકા, ગાજર ના કટકા, ફુલાવર ના કટકા, વટાણા નાખી મિક્સ કરો , બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે ત્રણ ચાર સીટી થવા દયો , ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો , તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરૂ નાખો ત્યાર બાદ હિંગ નાંખી મિક્સ કરો , ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા ને છીણેલું આદુ નાખી શેકો
ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગરી ના કટકા નાખી 4-5 મિનિટ શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર, લાલ મરચા નો પાવડર, ધાણા જીરું નો પાવડર નાખી મિક્સ કરો ,હવે એમાં પીસેલા કે જીના સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુંધી ચડાવો
ટમેટા બરોબર ચડી જાય ત્યાર બાદ કૂકરમાં ચડવેલી ખીચડી એમાં નાખો ને બરોબર મિક્સ કરો , ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવો ખીચડી બરોબર ચડી જાય એટલે છેલ્લે સુધરેલા લીલા ધાણા નાખો ને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસો
Masala khichdi notes
- દાળ ને ચોખા નું માપ તમે વધુ ઓછું કરી શકો છો એટલે કે અડધી દાળ ને અડધા ચોખા કે પછી એક ભાગ દાળ ને પા ભાગ ચોખા વાપરી શકો છો
- ખીચડી માં તમને પસંદ હોય એવા લીલા શાક નાખી શકો છો
- જો ડુંગરી ના ખાતા હો તો ના નાખવી
મસાલા ખીચડી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Swad ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Masala khichdi recipe in gujarati language
વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | masala khichdi banava jaruri samgri
- 1 કપ મગ દાળ
- ½ કપ ચોખા
- 1 કપ બટકાના કટકા
- ½ કપ ગાજરના કટકા
- ½ કપ વટાણા
- 1 કપ ફુલાવર ના કટકા
- 1-2 લીલા મરચા સુધારેલા
- ટમેટા પીસેલા/ જીણા સુધારેલ
- 1 ચમચી આદુ છીણેલું
- 7-8 મીઠા લીમડા ના પાન
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું નો પાવડર
- 2-3 ચમચી તેલ
- 2-3 ચમચી ઘી
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- જરૂર મુજબ પાણી
Instructions
મસાલા ખીચડી બનાવવાની રીત | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language
- વેજ મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ / મગ ફાડા લ્યો એમાં ચોખા નાખી મિક્સ કરો
- મગ ચોખાને પાણી થી બે ત્રણ વાર ધોઇ ને બરોબર સાફ કરી નાખો
- હવે ગેસ પર એક કૂકર ગરમ કરો હવે કૂકરમાં ધોઇ ને મૂકેલ મગ ચોખા નાખો
- ત્યારબાદ જરૂર મુજબ પાણી( દાળ ચોખા નું ત્રણ ગણું પાણી ની જરૂર પડે છે પરંતુ પાણી થોડુ વધુ ઓછું દાળચોખા પર પણ નિર્ભર કરે છે)
- ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર ને એક બે ચમચી ઘી નાખી ચમચા વડે મિક્સ કરો
- ત્યારબાદ એમાં સુધારેલા બટકા ના કટકા, ગાજર ના કટકા, ફુલાવર ના કટકા, વટાણા નાખી મિક્સ કરો
- બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે ત્રણ ચાર સીટી થવા દયો
- ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો
- હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો
- તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરૂ નાખો ત્યાર બાદ હિંગ નાંખી મિક્સ કરો
- ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા ને છીણેલું આદુ નાખી શેકો
- ત્યારબાદ એમાં સુધારેલી ડુંગરી ના કટકા નાખી4-5 મિનિટ શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર,લાલ મરચા નો પાવડર, ધાણા જીરું નો પાવડર નાખી મિક્સકરો
- હવે એમાં પીસેલા કે જીના સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુંધી ચડાવો
- ટમેટા બરોબર ચડી જાય ત્યાર બાદ કૂકરમાં ચડવેલી ખીચડી એમાં નાખો ને બરોબર મિક્સ કરો
- ત્યારબાદ ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવો ખીચડી બરોબર ચડી જાય એટલે છેલ્લે સુધરેલા લીલાધાણા નાખો ને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસો
masala khichdi recipe in gujarati notes
- દાળ ને ચોખા નું માપ તમે વધુ ઓછું કરી શકો છો એટલે કે અડધી દાળ ને અડધા ચોખા કે પછી એક ભાગ દાળ ને પા ભાગ ચોખા વાપરી શકો છો
- ખીચડી માં તમને પસંદ હોય એવા લીલા શાક નાખી શકો છો
- જો ડુંગરી ના ખાતા હો તો ના નાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કઢી બનાવવાની રીત | ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Nice vegetable masala khichdi
Thank u so much