નમસ્તે મિત્રો આજે આપણે વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત – veg mayonnaise sandwich banavani rit શીખીશું. આ સેન્ડવીચ ને ઘણા ક્લબ સેન્ડવીચ પણ કહે છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe YouTube channel on YouTube , અને બનાવવી ખૂબ સરળ ને ઝડપી છે. બાળકો ને આ સેન્ડવીચ ખૂબ પસંદ આવતી હોય છે. અને જો બાળકો શાક ના ખાતા હોય તો આ સેન્ડવીચ માં નાખી ને ખવડાવી શકો છો તો ચાલો વેજ માયો સેન્ડવીચ બનાવવાની રીત – veg mayonnaise sandwich recipe in gujarati શીખીએ.
વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- બ્રેડ ની સ્લાઈસ 10-12
- ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
- છીણેલું ગાજર ¼ કપ
- ઝીણી સુધારેલી પાનકોબી ½ કપ
- બીજ કાઢી ને ઝીણા સમારેલા ટામેટા ¼ કપ
- ઝીણી સુધારેલી કાકડી ¼ કપ
- મરી પાઉડર ½ ચમચી
- સફેદ મરી પાઉડર ¼ ચમચી
- માયોનીઝ 4-5 ચમચી
- મીઠુ સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત | વેજ માયો સેન્ડવીચ બનાવવાની રીત
વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ કાકડી ને ધોઇ સાફ કરી ઝીણી સુધારી એક મોટા વાસણમાં નાખો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલ ટમેટા ના બીજ કાઢી ને એને પણ સુધારી ને નાખો અનેધોઇ ને કેપ્સીકમ ઝીણા સુધારી ને વાસણમાં નાખી દયો અને ત્યાર બાદ પાનકોબી ને ધોઇ પાણી નિતારી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા છીણી વડે છીણી ને વાસણમાં નાખો.
હવે એમાં ગાજર ધોઇ છોલી ને છીણી ને નાખો ત્યાર બાદ કાકડી ને ધોઇ છોલી ને ઝીણી સુધારી ને બીજા શાક સાથે નાખી દયો આમ બધા શાક ને ધોઇ સાફ કરી સુધારી ને એક વાસણમાં નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, સફેદ મરી પાઉડર અને માયોનીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી નાખો ને ત્યાર બાદ બધી બ્રેડ ની એક સાઈડ માખણ લગાવી લ્યો હવે માખણ વાળી સાઈડ માં તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ત્યાર બાદ બીજી બ્રેડ માં જે સાઈડ માખણ લગવેલ તે સાઈડ માયોનીઝ વાળી બ્રેડ પર મૂકો ને થોડી દબાવી લ્યો.
આમ બધી માખણ લગાવેલ બ્રેડ ની એક બાજુ માયોનીઝ લગાવી બીજી બ્રેડ એના પર મૂકો ને બધી બ્રેડ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી બે કે ચાર કટકા કરી લ્યો ને મજા લ્યો વેજ માયો સેન્ડવીચ.
veg mayonnaise sandwich recipe in gujarati notes
- અહીં તમે લીલા કેપ્સીકમ સિવાય લાલ કેપ્સિકમ , પીળા કેપ્સીકમ પણ ઝીણા સમારેલા નાખી શકો છો.
- તમે પ્લેન માયોનીઝ ની જગ્યાએ તમારી પસંદ ના ફ્લેવર્સ વાળી માયોનીઝ નાખી શકો છો.
veg mayonnaise sandwich banavani rit | Recipe Video
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
veg mayonnaise sandwich recipe in gujarati
વેજ માયોનીઝ સેન્ડવીચ | veg mayonnaise sandwich | veg mayonnaise sandwich recipe | વેજ માયો સેન્ડવીચ
Equipment
- 1 પ્લેટ
- 1 ચાકુ
Ingredients
વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 10-12 બ્રેડની સ્લાઈસ
- ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
- ¼ કપ છીણે લુંગાજર
- ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
- ¼ કપ બીજ કાઢી ને ઝીણા સમારેલા ટામેટા
- ¼ કપ ઝીણી સુધારેલી કાકડી
- ½ ચમચી મરી પાઉડર
- ¼ ચમચી સફેદ મરી પાઉડર
- 4-5 ચમચી માયોનીઝ
- મીઠુ સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
Instructions
વેજ માયોનીઝ સેન્ડવીચ | veg mayonnaise sandwich | veg mayonnaise sandwich recipe | વેજ માયો સેન્ડવીચ
- વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ કાકડી ને ધોઇ સાફ કરીઝીણી સુધારી એક મોટા વાસણમાં નાખો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલ ટમેટા ના બીજ કાઢી નેએને પણ સુધારી ને નાખો અનેધોઇ ને કેપ્સીકમ ઝીણા સુધારી ને વાસણમાં નાખી દયો અને ત્યાર બાદ પાનકોબી ને ધોઇ પાણી નિતારી ને ઝીણીઝીણી સુધારી લ્યો અથવા છીણી વડે છીણી ને વાસણમાં નાખો.
- હવે એમાં ગાજર ધોઇ છોલી ને છીણી ને નાખો ત્યાર બાદ કાકડી ને ધોઇ છોલી ને ઝીણી સુધારી ને બીજા શાક સાથે નાખી દયો આમ બધા શાક ને ધોઇ સાફ કરી સુધારી ને એક વાસણમાં નાખો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, સફેદ મરી પાઉડર અને માયોનીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી નાખો ને ત્યાર બાદ બધી બ્રેડ ની એકસાઈડ માખણ લગાવી લ્યો હવે માખણ વાળી સાઈડ માં તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ત્યાર બાદ બીજી બ્રેડ માં જે સાઈડ માખણ લગવેલ તે સાઈડ માયોનીઝ વાળી બ્રેડપર મૂકો ને થોડી દબાવી લ્યો.
- આમ બધી માખણ લગાવેલ બ્રેડ ની એક બાજુ માયોનીઝ લગાવી બીજી બ્રેડ એના પર મૂકો ને બધી બ્રેડ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી બે કે ચાર કટકા કરી લ્યો ને મજા લ્યો વેજ માયો સેન્ડવીચ.
veg mayonnaise sandwich recipe in gujarati notes
- અહીં તમે લીલા કેપ્સીકમ સિવાય લાલ કેપ્સિકમ , પીળા કેપ્સીકમ પણ ઝીણા સમારેલા નાખી શકો છો.
- તમે પ્લેન માયોનીઝ ની જગ્યાએ તમારી પસંદ ના ફ્લેવર્સ વાળી માયોનીઝ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.