મિત્રો આજે આપણે વેજ લીફાફા પરોઠા બનાવવાની રીત – veg lifafa paratha banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારના પરોઠા, થેપલા બનાવી ને મજા લીધી છે , If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube , આજ આપણે ઘરમાં રહેલ શાકભાજી માંથી સ્ટફિંગ વાળા પરોઠા બનાવશું. જે ખાવા માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે એ આપણે ઘઉંના લોટ માંથી અને શાકભાજી થી તૈયાર કરીશું. તો ચાલો વેજ લીફાફા પરોઠા બનાવવાની રીત શીખીએ.
વેજ લીફાફા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
પરોઠા સ્ટફિંગ માટેની સામગ્રી
- છીણેલું ગાજર ¼ કપ
- ઝીણા સમારેલા કેપ્સીકમ ¼ કપ
- છીણેલી પાનકોબી ½ કપ
- ઝીણી સુધારેલ ડુંગળી 1
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- જીરું 1 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- છીણેલું પનીર ½ કપ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
વેજ લીફાફા પરોઠા બનાવવાની રીત
વેજ લીફાફા પરોઠા બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચારણી થી ચાળી ને કથરોટ માં લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી લોટ ને બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે છીણેલી કોબીજ, ગાજર, કેપ્સીકમ અને ડુંગળી ને એક તપેલી માં લઇ એમાં થોડું મીઠું મિક્સ કરી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી બને હાથ થી મિશ્રણ લઈ નીચોવી એમાંથી પાણી અલગ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી nakhobtyar બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.
એમાં નીચોવી રાખેલ શાક નાખી બરોબર મિક્સ કરી ફૂલ તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં છીણેલું પનીર નાખી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્રણ મિનિટ પછી હળદર, ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
એક વાટકા માં બે ત્રણ ચમચી ઘઉંનો લોટ લ્યો એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો અને એક બાજુ લ્યો.
હવે બંધેલા લોટ ને ફરી થી થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા ના હોય એ સાઇઝ ના લુવા કરી એક બાજુ મૂકો હવે એક લુવો લઈ એના પર થોડા સફેદ તેલ અને લીલા ધાણા સુધારેલા નાખી કોરા લોટ વડે રોટલી વણી લ્યો.
વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ મૂકો અને એક બાજુથી રોટલી ને વાળો એના પર લોટ પાણી વાળું મિશ્રણ લગાવી દયો અને બીજી બાજુથી રોટલી ને વાળી એના પર પણ લોટ પાણી વાળું મિશ્રણ લગાવી બીજી બને બાજુથી પણ વાળી ને લંબચોરસ રીતે બરોબર બંધ કરી કવર તૈયાર કરી લ્યો.
ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ પરોઠા ને બને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાં બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ બીજા પરોઠા પણ વણીને શેકી તૈયાર કરો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો વેજ લીફાફા પરોઠા.
veg lifafa paratha recipe notes
- અહી શાક તમે તમારી પસંદ ના છીણી ને નાખી શકો છો.
veg lifafa paratha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો
વેજ લીફાફા પરોઠા | veg lifafa paratha | વેજ લીફાફા પરોઠા બનાવવાની રીત
Equipment
- 1 તવી
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
વેજ લીફાફા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
પરોઠા સ્ટફિંગ માટેની સામગ્રી
- ¼ કપ છીણેલું ગાજર
- ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- ½ કપ છીણેલી પાનકોબી
- 1 ઝીણી સુધારેલ ડુંગળી
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી જીરું
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 ચમચી આદુની પેસ્ટ
- ½ કપ છીણેલું પનીર
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Instructions
વેજ લીફાફા પરોઠા બનાવવાની રીત | veg lifafa paratha banavani rit
- વેજ લીફાફા પરોઠા બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચારણી થી ચાળી ને કથરોટ માં લ્યો ત્યાર બાદએમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી લોટ ને બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડું પાણી નાખીનરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યારબાદ એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે છીણેલી કોબીજ, ગાજર, કેપ્સીકમ અને ડુંગળી ને એક તપેલી માં લઇ એમાં થોડુંમીઠું મિક્સ કરી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી બને હાથ થી મિશ્રણ લઈ નીચોવીએમાંથી પાણી અલગ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચીતેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી નાખો ત્યારબાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.
- એમાં નીચોવી રાખેલ શાક નાખી બરોબર મિક્સ કરી ફૂલ તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં છીણેલુંપનીર નાખી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્રણ મિનિટ પછી હળદર,ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર અને મીઠું નાખીબરોબર મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
- એક વાટકામાં બે ત્રણ ચમચી ઘઉંનો લોટ લ્યો એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો અને એક બાજુ લ્યો.
- હવે બંધેલા લોટ ને ફરી થી થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા ના હોય એ સાઇઝ ના લુવા કરી એક બાજુ મૂકો હવે એક લુવો લઈ એના પર થોડા સફેદ તેલ અને લીલા ધાણા સુધારેલા નાખી કોરા લોટ વડે રોટલી વણી લ્યો.
- વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ મૂકો અને એક બાજુથી રોટલી ને વાળો એના પર લોટ પાણી વાળું મિશ્રણ લગાવી દયો અને બીજી બાજુથી રોટલી ને વાળી એના પર પણ લોટ પાણી વાળું મિશ્રણ લગાવી બીજી બને બાજુથી પણ વાળી ને લંબચોરસ રીતે બરોબર બંધ કરી કવર તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ પરોઠા નેબને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાં બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ બીજા પરોઠા પણ વણીને શેકીતૈયાર કરો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો વેજ લીફાફા પરોઠા.
veg lifafa paratha recipe notes
- અહી શાક તમે તમારી પસંદ ના છીણી ને નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત | Banarasi tamatar chat banavani rit
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit
ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit
આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati
મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati