મિત્રો આજે વેજ કુરમા બનાવવાની રીત શીખીશું. જેને તમે વેજીટેબલ સાગુ કે મિક્સ વેજીટેબલ સાગું પણ કહેવાય છે આ શાક સાઉથ ઇન્ડિયન સ્વાદ નું બને છે જેમાં અલગ અલગ ઘણા શાક નાખવામાં આવે છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને નાના મોટા બધા ને પસંદ આવશે. આ શાક ને તમે ભાત, રોટલી, પરોઠા અને પૂરી સાથે સર્વ કરી શકો છો તો ચાલો Veg Kurma ni recipe શીખીએ.
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- લીલા નારિયળ નું છીણ 1 કપ
- ફોતરા વગરની દાળિયા દાળ 2-3 ચમચી
- કાજુ 8-10
- તજ નો ટુકડો 1 નાનો
- એલચી 2
- લવિંગ 1-2
- જીરું 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- લસણ ની કણી 4-5
- આદુ નો કટકો ½ ઇંચ
- લીલા મરચા સુધારેલા 4-5
- મીઠા લીમડા ના પાન 10-12
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ફુદીના ના પાંદ 15-20
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
શાક માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- મિડીયમ સુધારેલ બટાકા 1
- ગાજર સુધારેલ 1
- ફણસી સુધારેલ 1 કપ
- વટાણા ¼ કપ
- ઝીણા સમારેલા ટામેટા 2-3
- ગરમ મસાલો ½ ચમચી
- પાણી 1-2 કપ
વેજ કુરમા બનાવવાની રેસીપી
વેજ કુરમા બનાવવા સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ શાક નો વઘાર કરી એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી શાક ને બરોબર ચડાવી લેશું અને તૈયાર શાક ને રોટલી, નાન, પરોઠા કે પૂરી સાથે સર્વ કરીશું.
ગ્રેવી બનાવવાની રીત
ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં છીણેલું નારિયળ, ફોતરા વગરની દાળિયા દાળ, લીલા મરચા સુધારેલા, કાજુ, તજ નો ટુકડો, એલચી, લવિંગ, જીરું, વરિયાળી, લસણ ની કણી, આદુ નો કટકો, મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગ્રેવી માટે એમાં અડધો થી એક કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ગ્રેવી બનાવી લ્યો.
શાક બનાવવા માટેની રીત
કુરમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
ચાર મિનિટ પછી એમાં સુધારેલ ફણસી , ગાજરના કટકા, વટાણા અને ઝીણા સમારેલા ટામેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. શાક ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બધા શાક ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
પાંચ સાત મિનિટ પછી એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે ગરમ મસાલો નાખી ગ્રેવી સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને તૈયાર શાક ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ કુરમા.
Veg Kurma recipe notes
- અહી તમે શાક માં તમારી પસંદ ના બીજા શાક પણ ઝીણા સમારી નાખી શકો છો.
- જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Veg Kurma ni recipe
Veg Kurma ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા નારિયળ નું છીણ
- 2-3 ચમચી ફોતરા વગરની દાળિયા દાળ
- 8-10 કાજુ
- 1 નાનો તજ નો ટુકડો
- 2 એલચી
- 1-2 લવિંગ
- 1 ચમચી જીરું
- 1 ચમચી વરિયાળી
- 4-5 લસણ ની કણી
- ½ ઇંચ આદુ નો કટકો
- 4-5 લીલા મરચા સુધારેલા
- 10-12 મીઠા લીમડા ના પાન
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 15-20 ફુદીના ના પાંદ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
શાક માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 મિડીયમ સુધારેલ બટાકા
- 1 ગાજર સુધારેલ
- 1 કપ ફણસી સુધારેલ
- ¼ કપ વટાણા
- 2-3 ઝીણા સમારેલા ટામેટા
- ½ ચમચી ગરમ મસાલો
- 1-2 કપ પાણી
Instructions
Veg Kurma ni recipe
- વેજ કુરમા બનાવવા સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ શાક નો વઘાર કરી એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી શાક ને બરોબર ચડાવી લેશું અને તૈયાર શાક ને રોટલી, નાન, પરોઠા કે પૂરી સાથે સર્વ કરીશું.
ગ્રેવી બનાવવાની રીત
- ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં છીણેલું નારિયળ, ફોતરા વગરની દાળિયા દાળ, લીલા મરચા સુધારેલા, કાજુ, તજ નો ટુકડો, એલચી, લવિંગ, જીરું, વરિયાળી, લસણ ની કણી, આદુ નો કટકો, મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગ્રેવી માટે એમાં અડધો થી એક કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ગ્રેવી બનાવી લ્યો.
શાક બનાવવા માટેની રીત
- કુરમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
- ચાર મિનિટ પછી એમાં સુધારેલ ફણસી , ગાજરના કટકા, વટાણા અને ઝીણા સમારેલા ટામેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. શાક ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બધા શાક ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- પાંચ સાત મિનિટ પછી એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે ગરમ મસાલો નાખી ગ્રેવી સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને તૈયાર શાક ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ કુરમા.
Veg Kurma recipe notes
- અહી તમે શાક માં તમારી પસંદ ના બીજા શાક પણ ઝીણા સમારી નાખી શકો છો.
- જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Suka chora na dhosa sathe chatni | સૂકા ચોરા ના ઢોસા સાથે ચટણી ની રેસીપી
ઢોસા ની ચટણી બનાવવાની રીત | Dosa ni chatni banavani rit
અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit
સંભાર બનાવવાની રીત | sambar banavani rit
જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit
Tameto rasam with rasam powder | ટમેટા રસમ વીથ રસમ પાઉડર રેસીપી