નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત. સેન્ડવીચ અલગ અલગ પ્રકાર ના મિશ્રણ થી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે ઘણા સેન્ડવીચ મશીનમાં બનાવે છે તો ઘણા ઈલેક્ટ્રોનિક સેન્ડવીચ મશીનમાં બનાવે છે ને ઘણી સેન્ડવીચ બનાવવા માં ખુબજ જંજટ્ટ વાળી હોય છે ને બનાવવા થી પહેલા ઘણી તૈયારી પણ કરવી પડે છે એટલે બધા ઘર બનાવવા ની જગ્યાએ બારેથી જ ખાવા ની પસંદ કરે છે પણ આજ આપણે જે સેન્ડવીચ બનાવશું એ જડપથી ને વેજીટેબલ વાળી બનાવશું જેમાં આપણે ચીઝ પણ નાખશું જેથી નાના બાળકો પણ ખુશ થઈ ને ખાસે ને મોટા ને પણ બહુજ ભાવસે જે આપણે એક પણ મશીન વગર બનાવશું તો ચાલો બનાવીએ ચીઝ વેજ સેન્ડવીચ, veg cheese sandwich recipe in gujarati.
ચીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- ૮ બ્રેડ ની સ્લાઈસ
- ૩-૪ બટાકા બાફેલા
- ૧ ડુંગરી જીની સુધારેલ
- ૧ ટમેટું જીણું સુધારેલ
- અડધું કેપ્સિકમ જીણું સુધારેલ
- ૧ -૨ લીલા મરચાં જીના સુધારેલા
- ૨-૩ ચમચી જીની સુધારેલ લીલા ધાણા
- સ્વાદ મુજબ મીઠું
- અડધી ચમચી મરી પાવડર
- જરૂર મુજબ માખણ/ તેલ/ ઘી
veg cheese sandwich recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી લેવા
હવે તેમાં સુધારેલી ડુંગળી, ટમેટા, મરચા, લીલા ધાણા, કેપ્સિકમ નાખવા, તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી પાવડર નાખી બરોબર મિક્સ કરવા
ત્યારબાદ તેમાં બ્રેડ ની સ્લાઈસ લઇ તેની બને બાજુ તૈયાર મિશ્રણ લગાડી દેવું
હવે એક સ્લાઈસ પર છીણેલું ચીઝ કે ચીઝ ની સ્લાઈસ મૂકો, ત્યાર બાદ તેના પર બીજી મિશ્રણ લગાડેલી સ્લાઈસ મૂકી ને સેજ દબાવી દયો
હવે ગેસ પર એન નોન સ્ટીક તવી ને ગરમ કરો, તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેના ૧ ચમચી ઘી/માખણ/ તેલ નાખો
તવી પર તૈયાર કરેલ સેન્ડવીચ ને મૂકો ને ઢાંકણ ઢાંકી ૨-૩ મિનિટ ધીમે તાપે સેકો ,એક બાજુ ગોલ્ડન થઈ જાય એટલે ચીપિયા વડે કે તવિથા વડે બીજી બાજુ પણ ૨-૩ મિનિટ ૧ ચમચી ઘી/ માખણ/ તેલ નાખી ને સેકો
બને બાજુ ગોલ્ડન સેકી ને બધી જ સેન્ડવીચ તૈયાર કરો ને પીરસતી વખતે તેના પીસ કરો ને લીલી ચટણી ને સોસ સાથે પીરસો
veg cheese sandwich recipe in gujarati notes
- બ્રેડ તમે બ્રાઉન વાપરો તો તે વધારે હેલ્થી થશે
- ઘી / માખણ થી શેકેલી સેન્ડવીચ વધુ ટેસ્ટી લાગે
- બટાકા વાળા મિશ્રણ માં ૩-૪ ચમચી માયોનીજ નાખી ને બનાવશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે
વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Flavours Of Food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત
વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg cheese sandwich recipe in gujarati
Equipment
- 1 નોન સ્ટીક તવી
Ingredients
ચીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 8 બ્રેડ ની સ્લાઈસ
- 3-4 બટાકા બાફેલા
- 1 ડુંગરી જીણી સુધારેલ
- 1 ટમેટું જીણું સુધારેલ
- ½ કેપ્સિકમ જીણું સુધારેલ
- 1-2 લીલા મરચાં જીણા સુધારેલા
- 2-3 ચમચી જીણી સુધારેલ લીલા ધાણા
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી મરી પાવડર
- જરૂર મુજબ માખણ/ તેલ/ ઘી
Instructions
વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત – veg cheese sandwich recipe in gujarati
- સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી લેવા
- હવે તેમાં સુધારેલી ડુંગળી, ટમેટા, મરચા, લીલા ધાણા,કેપ્સિકમ નાખવા, તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી પાવડર નાખી બરોબર મિક્સ કરવા
- ત્યારબાદ તેમાં બ્રેડ ની સ્લાઈસ લઇ તેની બને બાજુ તૈયાર મિશ્રણ લગાડી દેવું
- હવે એક સ્લાઈસ પર છીણેલું ચીઝ કે ચીઝ ની સ્લાઈસ મૂકો, ત્યાર બાદ તેના પર બીજી મિશ્રણ લગાડેલી સ્લાઈસ મૂકી ને સેજ દબાવી દયો
- હવે ગેસ પર એન નોન સ્ટીક તવી ને ગરમ કરો, તવીગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેના ૧ ચમચી ઘી/માખણ/ તેલ નાખો
- તવી પર તૈયાર કરેલ સેન્ડવીચ ને મૂકો ને ઢાંકણઢાંકી ૨-૩ મિનિટ ધીમે તાપે સેકો ,એક બાજુ ગોલ્ડન થઈ જાય એટલે ચીપિયા વડે કે તવિથા વડે બીજી બાજુ પણ ૨-૩ મિનિટ૧ ચમચી ઘી/ માખણ/ તેલ નાખી ને સેકો
- બને બાજુ ગોલ્ડન સેકી ને બધી જ સેન્ડવીચ તૈયાર કરો ને પીરસતી વખતે તેના પીસ કરો ને લીલી ચટણી ને સોસ સાથે પીરસો
veg cheese sandwich banavani rit note
- બ્રેડ તમે બ્રાઉન વાપરો તો તે વધારે હેલ્થી થશે
- ઘી / માખણ થી શેકેલી સેન્ડવીચ વધુ ટેસ્ટી લાગે
- બટાકા વાળા મિશ્રણ માં ૩-૪ ચમચી માયોનીજ નાખી ને બનાવશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી