મિત્રો આ Vatana muthiya nu shaak – વટાણા મુઠીયા નું શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હાલ બજાર માં વટાણા ખૂબ આવે છે તો એક વખત ચોક્કસ આ શાક બનાવી ખાવા જેવું છે. આ શાક ખાસો તો તમને એમાં ઊંધિયા નો સ્વાદ આવતો હોય એવું લાગશે.
મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- લીલી મેથી સુધારેલ 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- આદુ ,લસણ, મરચાની પેસ્ટ 2 ચમચી
- અજમો ¼ ચમચી
- બેકિંગ સોડા 1-2 ચપટી
- ઘઉંનો લોટ ½ કપ
- બેસન ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ગોળ / ખાંડ 1 ચમચી
- તેલ જરૂર પ્રમાણે
- પાણી જરૂર મુજબ
શાક બનાવવા માટેની સામગ્રી
- તેલ 4-5 ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- અજમો ¼ ચમચી
- હિંગ ½ ચમચી
- આદુ લસણ મરચા ની પેસ્ટ 2 ચમચી
- મેથી 1 કપ
- સુધારેલ ટમેટા 2-3
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ પાણી 1 ½ કપ
- ગોળ / ખાંડ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
Vatana muthiya nu shaak banavani rit
વટાણા મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે મુઠીયા બનાવી લેશું જેના માટે કથરોટમાં એક કપ ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી આદુ, મરચા લસણ ની પેસ્ટ, અજમો, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર, ખાંડ , લીંબુનો રસ, સફેદ તલ નાખો સાથે ચાળી ને બેસન, ઘઉંનો લોટ અને સોજી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો .
હવે એમાં બેકિંગ સોડા, બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમકઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી હાથ પર તેલ લગાવી નાની નાની ગોલી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે તૈયાર કરેલ ગોલી એમાં નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી ગોલી તૈયાર કરી મુઠીયા તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કુકર માં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, અજમો, અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો. મેથી શેકાઈ જાય એટલે એક ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લઈ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો.
ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા શેકી ને તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં વટાણા, લીલા ચણા નાખી મિક્સ કરી શેકી લ્યો. ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે સાત આઠ તરેલા મુઠીયા ને મેસ કરી નાખો અને સાથે ગોળ નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ફરી એમાં તરેલાં મુઠીયા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વટાણા મુઠીયા નું શાક.
Vatana muthiya shaak recipe notes
- તમે મુઠીયા નો મસાલો અથવા મુઠીયા તૈયાર કરી ફ્રીઝ માં અઠવાડિયા સુંધી રાખી શકો છો.
- તમે ખાલી ચણા અથવા ખાલી વટાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો.
- ખાંડ / ગોળ તમારી પસંદ મુજબ વધુ ઓછા કરવા.
- લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વટાણા મુઠીયા નું શાક બનાવવાની રીત
Vatana muthiya nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલી મેથી સુધારેલ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી આદુ , લસણ, મરચાની પેસ્ટ
- ¼ ચમચી અજમો
- 1-2 ચપટી બેકિંગ સોડા
- ½ કપ ઘઉંનો લોટ
- ¼ કપ બેસન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ગોળ / ખાંડ
- તેલ જરૂર પ્રમાણે
- પાણી જરૂર મુજબ
શાક બનાવવા માટેની સામગ્રી
- 4-5 ચમચી તેલ
- 2-3 સૂકા લાલ મરચા
- ¼ ચમચી અજમો
- ½ ચમચી હિંગ
- 2 ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
- 1 કપ મેથી
- 2-3 સુધારેલ ટમેટા
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 1½ કપ ગરમ પાણી
- 1-2 ચમચી ગોળ / ખાંડ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Vatana muthiya nu shaak banavani rit
- વટાણા મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે મુઠીયા બનાવી લેશું જેના માટે કથરોટમાં એક કપ ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી આદુ, મરચા લસણ ની પેસ્ટ, અજમો, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર, ખાંડ , લીંબુનો રસ, સફેદ તલ નાખો સાથે ચાળી ને બેસન, ઘઉંનો લોટ અને સોજી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો .
- હવે એમાં બેકિંગ સોડા, બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમકઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી હાથ પર તેલ લગાવી નાની નાની ગોલી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે તૈયાર કરેલ ગોલી એમાં નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી ગોલી તૈયાર કરી મુઠીયા તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કુકર માં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, અજમો, અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો. મેથી શેકાઈ જાય એટલે એક ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લઈ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખો.
- ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા શેકી ને તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં વટાણા, લીલા ચણા નાખી મિક્સ કરી શેકી લ્યો. ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
- પાણી ઉકળવા લાગે એટલે સાત આઠ તરેલા મુઠીયા ને મેસ કરી નાખો અને સાથે ગોળ નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ફરી એમાં તરેલાં મુઠીયા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વટાણા મુઠીયા નું શાક.
Vatana muthiya shaak recipe notes
- તમે મુઠીયા નો મસાલો અથવા મુઠીયા તૈયાર કરી ફ્રીઝ માં અઠવાડિયા સુંધી રાખી શકો છો.
- તમે ખાલી ચણા અથવા ખાલી વટાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો.
- ખાંડ / ગોળ તમારી પસંદ મુજબ વધુ ઓછા કરવા.
- લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Bharelo bajra no rotlo banavani rit | ભરેલો બાજરા નો રોટલો બનાવવાની રીત
Pili haldar ane aamba haldar nu athanu | પીળી હળદર અને આંબા હળદર નું અથાણું
Dahi vala marcha | દહીં વાળા મરચા બનાવવાની રીત
limbu nu mithu athanu gujarati | લીંબુ નું મીઠું અથાણું
Chamba na rajma banavani rit | ચંબા ના રાજમા બનાવવાની રીત
Mirchi dhokla banavani rit | મિર્ચી ઢોકળા બનાવવાની રીત
Boil vegetable salad banavani rit | બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત
Nana khata ambla no murabbo | નાના ખાટા આમળા નો મુરબ્બો