આજે આપણે વરાડિયું / વરાદિયું / વરાળીયુ શાક બનાવવાની રીત – varadiyu shak banavani rit શીખીશું. આ વરાળીયુ એક કાઠિયાવાડી શાક છે , If you like the recipe do subscribe Mumma’s Kitchen Gujarati YouTube channel on YouTube , જે ગામડામાં અને વાડી વિસ્તારમાં ખૂબ બનાવવામાં આવતું હોય છે. આ શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે એટલું જ હેલ્થી પણ છે કેમ કે આ શાક માં તમે અલગ અલગ પ્રકારના શાક નાખી ને તૈયાર કરવામાં આવે છે પહેલા ના સમય માં આ શાક માં ઘી કે તેલ ના ઉપયોગ વગર પાણી પર બાફી ને અથવા ખૂબ ઓછી માત્રા માં નાખી ને તૈયાર કરવા આવતું જેથી આ શાક ને વરાળીયુ – varadiyu shak recipe કહેવામાં આવે છે. તો ચાલો varadiyu recipe in gujarati શીખીએ.
વરાળીયુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- રીંગણા 250 ગ્રામ
- નાની સાઇઝ ના બટાકા 4-5
- નાની સાઇઝ ના ટમેટા 4-5
- ભરવા માટેના લીલા મરચા 5-6
- નાની સાઇઝ ની ડુંગળી 4-5
- કારેલા 1
- રતાળુ / શક્ક્રિયું/ સુરણ 250 ગ્રામ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- મિક્સ નમકીન 250 ગ્રામ
- ધાણા જીરું નો પાઉડર 3-4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- શેકેલ સીંગદાણા નો પાઉડર 3-4 ચમચી
- હિંગ ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- આદુ, મરચા અને લસણની પેસ્ટ 4-5 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- લીંબુનો રસ 1-2 ચમચી
- લીલું લસણ સુધારેલ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- સ્ટાર ફૂલ 1
- સૂકા લાલ મરચા 1-2
- તમાલપત્ર 1
- લવિંગ 2-3
- તજ નો ટુકડો 1
- હિંગ ¼ + ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ડુંગળી ની પેસ્ટ ¼ કપ
- ટમેટા ની પેસ્ટ ½ કપ
- લીલું લસણ સુધારેલ 3-4 ચમચી
- આદુ લસણની પેસ્ટ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu shak recipe
વરાળીયુ શાક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં મિક્સ ફરસાણ નાખી ને પીસી લ્યો અને પીસેલા ફરસાણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સફેદ તલ, શેકેલ સીંગદાણા નો પાઉડર , હિંગ, લીલું લસણ સુધારેલ, લીલા ધાણા સુધારેલા, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો rasane સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે જે શાક લીધા છે એને છોલી ને સાફ કરો ત્યાર બાદ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા પાડી દયો અને પાણી માં મૂકી દયો. હવે શાક ને પાણી માંથી કાઢી કપડા થી કોરા કરી નાખો અને એમાં તૈયાર કરેલ મસાલો બરોબર ભરી નાખો આમ બધા શાક ને બરોબર ભરી ને તૈયાર કરો.
ગેસ પર એક મોટા વાસણમાં માં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એના પર ચારણી મૂકો અને ચારણી માં ભરેલા શાક ને ગોઠવી ને મૂકો ને ફરીથી ઢાંકી ને શાક ને મિડીયમ તાપે 30-35 મિનિટ બાફી લ્યો. ત્રીસ મિનિટ પછી શાક બફાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.
ગ્રેવી બનાવવાની રીત
હવે એક વાટકા માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, ધાણા જીરું નો પાઉડર નાખી એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, સ્ટાર ફૂલ, તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા મસાલા ની પેસ્ટ નાખી ને મિક્સ કરી ને અડધી મિનિટ શેકી લેવી.
મસાલા માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી ને બે મિનિટ શેકી લેવી ડુંગળી શેકાવવા આવે એટલે એમાં આદુ લસાની પેસ્ટ અને લીલું લસણ સુધારેલ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લેવી ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી મિકસ કરી સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી અને ત્રણ ચાર ચમચી બચેલા પુરાણ નો મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી ગ્રેવી ને ઉકળવા દયો પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.
આ ગ્રેવી માં બાફી રાખેલ શાક નાખી અથવા બાફી રાખેલ શાક સાથે સાઈડ માં આ ગ્રેવી મૂકી પૂરી, પરોઠા, રોટલી, રોટલા કે ભાત સાથે સર્વ કરો વરાળીયુ.
varadiyu shak recipe notes
- અહી તમે મિક્સ ફરસાણ ની જગ્યાએ મિક્સ ચેવડો કે શેકેલ બેસન નો ઉપયોગ કરી શકો છો.
- જે શાક ને ભરી ને વાપરી શકો એ બધા શાક નો ઉપયોગ કરી શકો છો.
varadiyu shak banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mumma’s Kitchen Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
varadiyu recipe in gujarati
વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe | varadiyu recipe in gujarati | varadiyu shak recipe
Equipment
- 1 મોટું વાસણ
- 1 કડાઈ
Ingredients
વરાળીયુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ રીંગણા
- 4-5 નાની સાઇઝ ના બટાકા
- 4-5 નાની સાઇઝ ના ટમેટા
- 5-6 ભરવા માટેના લીલા મરચા
- 4-5 નાની સાઇઝ ની ડુંગળી
- 1 કારેલા
- 250 ગ્રામ રતાળુ / શક્ક્રિયું/ સુરણ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- 250 ગ્રામ મિક્સ નમકીન
- 3-4 ચમચી ધાણા જીરું નો પાઉડર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 2 ચમચી સફેદ તલ
- 3-4 ચમચી શેકેલ સીંગદાણા નો પાઉડર
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ખાંડ
- 4-5 ચમચી આદુ, મરચા અને લસણની પેસ્ટ
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી લીંબુનો રસ
- ¼ કપ લીલું લસણ સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 સ્ટાર ફૂલ
- 1-2 સૂકા લાલ મરચા
- 1 તમાલ પત્ર
- 2-3 લવિંગ
- 1 તજ નો ટુકડો
- ¼ + ¼ ચમચી હિંગ
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ કપ ડુંગળી ની પેસ્ટ
- ½ કપ ટમેટા ની પેસ્ટ
- 3-4 ચમચી લીલું લસણ સુધારેલ
- 1-2 ચમચી આદુ લસણની પેસ્ટ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe in gujarati
- વરાળીયુ શાક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં મિક્સ ફરસાણ નાખી ને પીસીલ્યો અને પીસેલા ફરસાણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સફેદ તલ, શેકેલ સીંગદાણાનો પાઉડર , હિંગ, લીલું લસણ સુધારેલ,લીલા ધાણા સુધારેલા, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે જે શાક લીધા છે એને છોલી ને સાફ કરો ત્યાર બાદ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ ચાકુ થી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા પાડી દયો અને પાણી માં મૂકી દયો. હવે શાક ને પાણી માંથી કાઢીકપડા થી કોરા કરી નાખો અને એમાં તૈયાર કરેલ મસાલો બરોબર ભરી નાખો આમ બધા શાક ને બરોબર ભરી ને તૈયાર કરો.
- ગેસ પર એક મોટા વાસણમાં માં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એના પર ચારણી મૂકો અને ચારણી માં ભરેલા શાક ને ગોઠવી નેમૂકો ને ફરીથી ઢાંકી ને શાક ને મિડીયમ તાપે30-35 મિનિટ બાફી લ્યો. ત્રીસ મિનિટ પછી શાક બફાઈજાય એટલે ગેસ બંધ કરી નાખો.
ગ્રેવી બનાવવાની રીત
- હવે એક વાટકા માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, ધાણા જીરું નો પાઉડરનાખી એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, સ્ટાર ફૂલ, તમાલપત્ર, તજ નો ટુકડો,લવિંગ, સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદએમાં પલાળેલા મસાલા ની પેસ્ટ નાખી ને મિક્સ કરી ને અડધી મિનિટ શેકી લેવી.
- મસાલા માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી ને બે મિનિટ શેકી લેવી ડુંગળી શેકાવવા આવે એટલે એમાં આદુ લસાની પેસ્ટ અને લીલું લસણ સુધારેલ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લેવી ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી મિકસ કરી સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી અને ત્રણ ચાર ચમચી બચેલા પુરાણનો મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી ગ્રેવી ને ઉકળવા દયો પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.
- આ ગ્રેવીમાં બાફી રાખેલ શાક નાખી અથવા બાફી રાખેલ શાક સાથે સાઈડ માં આ ગ્રેવી મૂકી પૂરી, પરોઠા, રોટલી, રોટલા કે ભાત સાથે સર્વ કરો વરાળીયુ.
varadiyu shak recipe notes
- અહી તમે મિક્સ ફરસાણ ની જગ્યાએ મિક્સ ચેવડો કે શેકેલ બેસન નો ઉપયોગ કરી શકો છો.
- જે શાકને ભરી ને વાપરી શકો એ બધા શાક નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit
ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit