આપણે વરાળીયા પાપડ બનાવવાની રીત – varadiya papad banavani reet શીખીશું. આ પાપડ બનાવવા માટે ખીચું બાફવા ની કે પાપડ વણવા ની જંજટ વગર ખૂબ સરળ રીતે ઘણા પાપડ તૈયાર કરી શકો છો, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube , અને ઘણા દિવસ તડકા માં સૂકવણી કરવાની પણ જરૂરત નથી હોતી અને એક વખત બનાવી ને મહિનાઓ સુંધી તરી ને મજા પણ લઈ શકો છો તો ચાલો varadiya papad recipe in gujarati શીખીએ.
વરાળીયા પાપડ બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા 1 કપ
- મીઠું 1 ½ ચમચી
- જીરું 1 ચમચી
- કાળા તલ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
વરાળીયા પાપડ બનાવવાની રીત
વરાળીયા પાપડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા લ્યો ચોખા ને બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક ઢાંકી ને પલાળી મૂકો.
ચોખા બરોબર પલાળી લીધા બાદ એક વખત ચોખા ને સાફ પાણી થી ધોઈ લ્યો અને ફરી એકાદ ગ્લાસ પાણી નાખી દયો. હવે મિક્સર જાર માં પલાળી રાખેલ ચોખા ને પાણી નિતારી ને નાખો અને ચોખા ઉપર થોડું થોડું કરી સવા કપ પાણી નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી ચોખા ને સ્મૂથ પીસી લ્યો.
સ્મૂથ પીસી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો આમ બધા ચોખા ને પીસી લ્યો. આમ બધા ચોખા પીસી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું અને કાળા તલ નાખી ને મિક્સ કરી લ્યો. હવે ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કાંઠા પર ચારણી મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો.
હવે સ્ટીલ ની નાની કે મોટી જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝની ચાર છ પ્લેટ લ્યો અને તેલ થી ગ્રીસ કરી લ્યો હવે તૈયાર કરેલ ચોખા ના મિશ્રણ માંથી એક થી દોઢ ચમચી મિશ્રણ લઈ પ્લેટમાં એક સરખું ફેલાવી દયો. આમ બધી પ્લેટ માં મિશ્રણ નાખી ફેલાવી લ્યો.
પાણી ગરમ થાય એટલે એક વખત માં જેટલી પ્લેટ ઢોકરીયા માં આવે એટલી પ્લેટ મૂકી ઢાંકી ને બે ત્રણ મિનિટ બાફી લ્યો. ત્રણ મિનિટ પછી પ્લેટ માં મિશ્રણ પારદર્શક થાય એટલે સાણસી વડે પ્લેટ બહાર કાઢી લ્યો અને બીજી પ્લેટ મૂકો. બહાર કાઢેલ પ્લેટ ને ઠંડી થવા દયો.
હવે પ્લેટ ઠંડી થાય એટલે ચાકુથી એક બાજુ થી કિનારી ને ઉખાડી લ્યો અને પ્લાસ્ટિક પર સૂકવી લ્યો આમ બધા પાપડ ને પ્લેટ માં બાફી અને પ્લેટ માંથી કાઢી ને પ્લાસ્ટિક પર પંખા નીચે બે દિવસ સુધી સૂકવી લ્યો અથવા તડકા માં સૂકવી લ્યો.
પાપડ બરોબર સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો અને જ્યારે ખાવા હોય ત્યારે તેલ ગરમ કરી એમાં પાપડ ને તરી લ્યો અને મજા લ્યો વરાળીયા પાપડ.
varadiya papad recipe notes
- અહીં પાણી નું માપ બરોબર રાખશો તો તમારા પાપડ બરોબર બનશે.
- પાપડ માં જો તમે આદુ મરચા નો ટેસ્ટ આપવા માંગતા હો તો આદુ મરચા પીસી એનું પાણી મિશ્રણ બનાવતી વખતે વાપરવું.
varadiya papad banavani reet | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વરાળીયા પાપડ ની રીત | varadiya papad recipe in gujarati
વરાળીયા પાપડ બનાવવાની રીત | varadiya papad banavani reet | varadiya papad recipe in gujarati | વરાળીયા પાપડ ની રીત
Equipment
- 1 ઢોકરિયું
- 1 પ્લેટ
Ingredients
વરાળીયા પાપડ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા
- 1½ ચમચી મીઠું
- 1 ચમચી જીરું
- 1 ચમચી કાળા તલ
- પાણી જરૂર મુજબ
Instructions
વરાળીયા પાપડ બનાવવાની રીત | varadiya papad banavani reet
- વરાળીયા પાપડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા લ્યો ચોખા ને બે ત્રણ પાણી થી ઘસી નેધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક ઢાંકી ને પલાળી મૂકો.
- ચોખા બરોબર પલાળી લીધા બાદ એક વખત ચોખા ને સાફ પાણી થી ધોઈ લ્યો અને ફરી એકાદ ગ્લાસ પાણી નાખી દયો. હવે મિક્સર જારમાં પલાળી રાખેલ ચોખા ને પાણી નિતારી ને નાખો અને ચોખા ઉપર થોડું થોડું કરી સવા કપપાણી નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી ચોખા ને સ્મૂથ પીસી લ્યો.
- સ્મૂથ પીસી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો આમ બધા ચોખા ને પીસી લ્યો. આમ બધા ચોખા પીસી લીધા બાદએમાં સ્વાદ મુજબ મીઠું, જીરું અને કાળા તલ નાખી ને મિક્સ કરીલ્યો. હવે ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કાંઠાપર ચારણી મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો.
- હવે સ્ટીલ ની નાની કે મોટી જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝની ચાર છ પ્લેટ લ્યો અને તેલથી ગ્રીસ કરી લ્યો હવે તૈયાર કરેલ ચોખા ના મિશ્રણ માંથી એક થી દોઢ ચમચી મિશ્રણ લઈ પ્લેટમાં એક સરખું ફેલાવી દયો. આમ બધી પ્લેટ માં મિશ્રણ નાખી ફેલાવી લ્યો.
- પાણી ગરમ થાય એટલે એક વખત માં જેટલી પ્લેટ ઢોકરીયા માં આવે એટલી પ્લેટ મૂકી ઢાંકી ને બે ત્રણ મિનિટ બાફી લ્યો. ત્રણ મિનિટ પછી પ્લેટ માં મિશ્રણ પારદર્શક થાય એટલે સાણસી વડે પ્લેટ બહાર કાઢીલ્યો અને બીજી પ્લેટ મૂકો. બહાર કાઢેલ પ્લેટ ને ઠંડી થવા દયો.
- હવે પ્લેટ ઠંડી થાય એટલે ચાકુથી એક બાજુ થી કિનારી ને ઉખાડી લ્યો અને પ્લાસ્ટિક પર સૂકવી લ્યો આમ બધા પાપડ ને પ્લેટ માં બાફી અને પ્લેટ માંથી કાઢી ને પ્લાસ્ટિક પર પંખા નીચે બે દિવસ સુધી સૂકવી લ્યો અથવા તડકા માં સૂકવી લ્યો.
- પાપડ બરોબર સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો અને જ્યારે ખાવા હોય ત્યારે તેલ ગરમકરી એમાં પાપડ ને તરી લ્યો અને મજા લ્યો વરાળીયા પાપડ.
varadiya papad recipe notes
- અહીં પાણી નું માપ બરોબર રાખશો તો તમારા પાપડબરોબર બનશે.
- પાપડ માં જો તમે આદુ મરચા નો ટેસ્ટ આપવા માંગતાહો તો આદુ મરચા પીસી એનું પાણી મિશ્રણ બનાવતી વખતે વાપરવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રાગી ની રોટલી બનાવવાની રીત | Ragi ni rotli banavani rit | Ragi rotli recipe in gujarati
મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati
કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit