વાલોર નું નામ સાંભળી ને બધા ના મોઢા બગાડી લીધા હસે પણ આજ આપણે એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી લાગે એવું વાલોર નું શાક બનાવશું. શિયાળા માં વાલોર ખુંબ સારી આવતી હોય છે ત્યારે વાલોર રીંગણા, વાલોર બટાકા કે ઊંધિયા માં તો ઘણી વખત વાલોર ખાધી હસે પણ આજ આપણે Valor tameta nu shaak – વાલોર ટમેટા નું શાક બનાવતા શીખીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે.
Ingredients list
- વાલોર 250 ગ્રામ
- ટમેટા 2-3
- તેલ 4-5 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ½ ચમચી
- લસણ ની કણી 10-15 (ઓપ્શનલ છે )
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી ¼ કપ
Valor tameta nu shaak banavani rit
વાલોર ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ વાલોર ને પાણીમાં બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી બને બાજુ ની દાડી ને તોડી રેસા અલગ કરો અને ને ભાગ ને અલગ કરી ચેક કરી ચાકુ થી બે કટકા કરી લ્યો .
આમ બધી વાલોર ને ચેક કરી કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ટમેટા ને ધોઇ સાફ કરી એના પણ નાના કટકા કરી તૈયાર કરી લ્યો. અને લસણ અને લાલ મરચાનો પાઉડર ખંડણી માં નાખી પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખો અને મિક્સ કરી સુધારેલ વાલોર નાખી શાક ને બરોબર મિક્સ કરી લઈ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ ચડવા દયો. ચાર મિનિટ પછી એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શાક ને બીજી બે મિનિટ ચડવા દયો.
બે મિનિટ પછી શાક માં તૈયાર કરેલ લસણ વાળી પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી શેકો ટમેટા થોડા ચડી જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો. સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે વાલોર ટમેટા નું શાક.
Shaak recipe notes
- જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરવું.
- આ શાક તમે કુકર માં પણ બનાવી શકો છો.
- વાલોર હમેશા કાચી હો એવી લેવી જેથી એમાં રેસા ઓછા હોય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વાલોર ટમેટા નું શાક બનાવવાની રીત
Valor tameta nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 250 ગ્રામ વાલોર
- 2-3 ટમેટા
- 4-5 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 10-15 લસણ ની કણી ( ઓપ્શનલ છે )
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ પાણી
Instructions
Valor tameta nu shaak banavani rit
- વાલોર ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ વાલોર ને પાણીમાં બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી બને બાજુ ની દાડી ને તોડી રેસા અલગ કરો અને ને ભાગ ને અલગ કરી ચેક કરી ચાકુ થી બે કટકા કરી લ્યો .
- આમ બધી વાલોર ને ચેક કરી કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ટમેટા ને ધોઇ સાફ કરી એના પણ નાના કટકા કરી તૈયાર કરી લ્યો. અને લસણ અને લાલ મરચાનો પાઉડર ખંડણી માં નાખી પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખો અને મિક્સ કરી સુધારેલ વાલોર નાખી શાક ને બરોબર મિક્સ કરી લઈ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ ચડવા દયો. ચાર મિનિટ પછી એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શાક ને બીજી બે મિનિટ ચડવા દયો.
- બે મિનિટ પછી શાક માં તૈયાર કરેલ લસણ વાળી પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી શેકો ટમેટા થોડા ચડી જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો. સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે વાલોર ટમેટા નું શાક.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલી ડુંગળી ના પરોઠા | Lili dungri na parotha
ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit
બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit
અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit