મિત્રો આજે આપણે ગુજરાતની એક પ્રખ્યાત વાનગી બનાવતા શીખીશું જેનું નામ છે વાલ નું ખાટું. ઘણા લોકો આ વાલ નું ખાટું ને વાલ ની દાળ પણ કહે છે , If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube , જે રોટલી, રોટલા અને ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ઉનાળા માં કોઈ શાક ના મળતા હોય ત્યારે એક વખત ચોક્કસ આ ખાટું બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો વાલ નું ખાટું બનાવવાની રીત – Vaal nu khatu banavani rit શીખીએ
વાલ નું ખાટું બનાવવા જરૂરી સામગ્રી
- સફેદ વાલ 1 કપ
- તુવેર દાળ ½ કપ
- રાઈ ¼ ચમચી
- જીરું ¼ ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- હિંગ ⅛ ચમચી
- મીઠા લીમડા ના પાન 5-7
- સૂકા લાલ મરચા 1-2
- હળદર ¼ ચમચી
- લીલા મરચા લસણ આદુની પેસ્ટ 2-3 ચમચી
- છીણેલો ગોળ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- આંબલી નો પલ્પ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વાલ નું ખાટું બનાવવાની રીત
વાલ નું ખાટું બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સફેદ વાલ અને તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી વાલ અને તુવેર દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખો સાથે બે કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો.
પાંચ સીટી પછી ગેસ બંધ કરી નાખો. અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બ્લેન્ડર વડે બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન અને હિંગ નાખી તતડાવી લ્યો. મસાલા બરોબર તતડી જાય એટલે બાફી રાખેલ દાળ નાખો સાથે જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
દાળ ઉકળવા લાગે એટલે એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગોળ, આંબલી પલ્પ અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી દાળ ને ઉકાળી લ્યો. દાળ બરોબર ઉકાળી લીધા બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો વાલ નું ખાટું.
Vaal nu khatu recipe notess
- આંબલી ની જગ્યાએ લીંબુ વાપરી શકાય છે.
- આ દાળ ને ચોખા સાથે ખૂબ સારી લાગે છે.
Vaal nu khatu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Vaal nu khatu recipe in gujarati
વાલ નું ખાટું | Vaal nu khatu
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
વાલનું ખાટું બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સફેદ વાલ
- ½ કપ તુવેર દાળ
- ¼ ચમચી રાઈ
- ¼ ચમચી જીરું
- ¼ ચમચી મેથી દાણા
- ⅛ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડા ના પાન
- 1-2 સૂકા લાલ મરચા
- ¼ ચમચી હળદર
- 2-3 ચમચી લીલા મરચા લસણ આદુની પેસ્ટ
- 2 ચમચી છીણેલો ગોળ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી આંબલી નો પલ્પ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
વાલ નું ખાટું | Vaal nu khatu
- વાલ નું ખાટું બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સફેદ વાલ અને તુવેર દાળ લ્યો એનેબે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો.અડધા કલાક પછી વાલ અને તુવેર દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પાચમચી હળદર નાખો સાથે બે કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો.
- પાંચ સીટી પછી ગેસ બંધ કરી નાખો. અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બ્લેન્ડર વડે બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા, સૂકા લાલ મરચા, મીઠાલીમડા ના પાન અને હિંગ નાખી તતડાવી લ્યો. મસાલા બરોબર તતડી જાયએટલે બાફી રાખેલ દાળનાખો સાથે જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- દાળ ઉકળવા લાગે એટલે એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, ગોળ, આંબલીપલ્પ અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી દાળ ને ઉકાળી લ્યો. દાળ બરોબર ઉકાળી લીધા બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો વાલ નું ખાટું.
Vaal nu khatu recipe notess
- આંબલી ની જગ્યાએ લીંબુ વાપરી શકાય છે.
- આ દાળને ચોખા સાથે ખૂબ સારી લાગે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાકા ગુંદા નું ભરેલું શાક | Paka gunda nu bharelu shaak
મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit
કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit
પાપડ નું શાક | papad nu shaak banavani rit
આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit