નમસ્તે મિત્રો આજે આપણે ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત – Uttapam sandwich banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આપણે અલગ અલગ પ્રકારની ઘણી સેન્ડવીચ બહાર પણ ખાધી હસે કે ઘરે બનાવી ને ખાધી હસે પણ આજ ની સેન્ડવીચ એ બધા થી અલગ છે કેમ કે આજ આપણે ઉત્તપમ ના મિશ્રણ માંથી સેન્ડવીચ બનાવશું જે એકદમ ટેસ્ટી લાગશે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Uttapam sandwich recipe in gujarati શીખીએ.
ઉત્તપમ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- ઢોંસા નું મિશ્રણ 2 કપ
- પાલક ને બાફી ને પીસેલી પ્યુરી 3-4 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- ઝીણા સમારેલા લીલા કેપ્સીકમ ½
- લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
- ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ ½
- ઝીણા સમારેલા પીળા કેપ્સીકમ ½
- લીલા મરચા સુધારેલા 4-5
- ઝીણા સમારેલા ટામેટા 1
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
સેન્ડવીચ ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- લીલી ચટણી
- સોસ
- ચીઝ સ્લાઈસ
ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત
ઉત્તપમ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટમેટા અને લીલા ધાણા ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા ચોપર માં ચોપ કરી લ્યો ને ચપટી મીઠું છાંટી દયો ને ચારણી માં મૂકો જેથી વધારાનું પાણી નીકળી જાય.
હવે અડધી ઝૂડી પાલક સાફ કરી ધોઈ ને ગરમ પાણી મા બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ઠંડા પાણી માં નાખી બે મિનિટ રહેવા દઈ પાણી માંથી કાઢી નિતારી ને મિકસર જાર માં નાખી પ્યુરી બનાવી લ્યો ઢોસા નું મિશ્રણ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પાલક ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો એમાં તેલ નાખી પેપર નેપકીન થી લૂછી લ્યો ને ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર ઢોસા ના મિશ્રણ માંથી જે સાઇઝ ની સેન્ડવીચ બનાવી છે એ સાઇઝ ના નાના ઉત્તપમ બનાવો એના પર ઝીણા સમારેલા મીઠું નાંખી રાખેલ શાક અને લીલા મરચા નાખો ને તેલ નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર શેકી લેવા.
હવે એક પ્લેટ માં તૈયાર એક ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો ને લીલી ચટણી લગાવો એના પર બીજો ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો લીલી ચટણી અથવા સોસ લગાવો એના પર ત્રીજો ઉત્તપમ મૂકી દયો ને ચાકુથી કટ કરી સોસ ને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઉત્તપમ સેન્ડવીચ.
Uttapam sandwich recipe in gujarati notes
અહી અમે ત્રણ સ્લાઈસ ઉત્તપમ ની મૂકી ને સેન્ડવીચ તૈયાર કરેલ છે તમે બે કે ચાર મૂકી ને પણ તૈયાર કરી શકો છો.
તમે ઉપર થી પ્રોસેસ ચીઝ છીણી ને પણ સર્વ કરી શકો છો.
Uttapam sandwich banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati
Equipment
- 1 નોન સ્ટીક તવી
Ingredients
ઉત્તપમ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઢોંસાનું મિશ્રણ
- 3-4 ચમચી પાલકને બાફી ને પીસેલી પ્યુરી
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ઝીણા સમારેલા લીલા કેપ્સીકમ
- ½ ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ
- ½ ઝીણા સમારેલા પીળા કેપ્સીકમ
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 4-5 લીલા મરચા સુધારેલા
- 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
સેન્ડવીચ ગાર્નિશ કરવામાટેની સામગ્રી
- લીલી ચટણી
- સોસ
- ચીઝ સ્લાઈસ
Instructions
ઉત્તપમ સેન્ડવીચ | Uttapam sandwich | Uttapam sandwich recipe
- ઉત્તપમ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટમેટા અને લીલા ધાણા ને સાવ ઝીણા ઝીણા સુધારીલ્યો અથવા ચોપર માં ચોપ કરી લ્યો ને ચપટી મીઠું છાંટી દયો ને ચારણી માં મૂકો જેથી વધારાનું પાણી નીકળી જાય
- હવે અડધી ઝૂડી પાલક સાફ કરી ધોઈ ને ગરમ પાણી મા બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ઠંડા પાણી માં નાખી બે મિનિટ રહેવા દઈ પાણી માંથી કાઢી નિતારી ને મિકસર જાર માં નાખી પ્યુરી બનાવી લ્યો ઢોસા નું મિશ્રણ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પાલક ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો એમાં તેલ નાખી પેપર નેપકીન થી લૂછી લ્યો ને ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર ઢોસા ના મિશ્રણ માંથી જે સાઇઝ ની સેન્ડવીચ બનાવી છે એ સાઇઝ ના નાના ઉત્તપમ બનાવો એના પર ઝીણા સમારેલા મીઠું નાંખી રાખેલ શાક અને લીલા મરચાનાખો ને તેલ નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર શેકી લેવા
- હવે એક પ્લેટ માં તૈયાર એક ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો ને લીલી ચટણી લગાવો એનાપર બીજો ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો લીલી ચટણી અથવા સોસ લગાવો એના પર ત્રીજો ઉત્તપમ મૂકી દયો ને ચાકુથી કટ કરી સોસ ને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઉત્તપમ સેન્ડવીચ
Uttapam sandwich recipe in gujarati notes
- અહી અમે ત્રણ સ્લાઈસ ઉત્તપમ ની મૂકી ને સેન્ડવીચ તૈયાર કરેલ છે તમે બે કે ચાર મૂકી ને પણ તૈયાર કરી શકો છો
- તમે ઉપર થી પ્રોસેસ ચીઝ છીણી ને પણ સર્વ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati
ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati
નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.