નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત – Tran flavors no crispy nasto banavani rit શીખીશું. આ નાસ્તો એક વખત બનાવી ને વીસ થી ત્રીસ દિવસ સુંધી મજા લઈ શકો છો, If you like the recipe do subscribe My Lockdown Rasoi YouTube channel on YouTube , આ નાસ્તો આજ આપણે મેંદા કે લોટ માંથી નહિ પણ સોજી માંથી બનાવશું, જેને અલગ અલગ ફ્લેવર્સ વાળા બનાવી ને નાના મોટા બધા ને પસંદ આવે એવો નાસ્તો બનાવવાની રીત શીખીશું તો ચાલો ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત શીખીએ.
નાસ્તા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- સોજી 2 કપ
- પીગડેલું ઘી 2 ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- ગરમ પાણી 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
- ચીઝ મસાલો 1 ચમચી
ફુદીના મસાલો બનાવવા માટેની સામગ્રી
- ફુદીના પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો / જલ જીરા પાઉડર 1 ચમચી
તીખો ચટપટ્ટો મસાલો બનાવવા માટેની સામગ્રી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું ¼ ચમચી
- ગરમ મસાલો / પેરી પેરી મસાલો ½ ચમચી
ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત
ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવા સૌપ્રથમ આપણે અલગ અલગ ફ્લેવર્સ કરવા પહેલાં મસાલા બનાવી ને તૈયાર કરીશું ત્યાર બાદ લોટ બાંધી લઈ વણી ને રોટલી બનાવી કુકી કટર થી કટ કરી તેલ માં તરી મસાલા નાખી મિક્સ કરી નાસ્તો બનાવશું.
ફુદીના મસાલો બનાવવાની રીત
હવે ફુદીના ના પાંદડા ને ગેસ પર ધીમા તાપે શેકી ને સૂકવી લ્યો પાંદડા બરોબર સુકાઈ જાય એટલે ઠંડા કરી પીસી ને પાઉડર કરી લ્યો હવે એક વાટકા માં ચાર્ટ મસાલો / જલ જીરા પાઉડર નાખો ને સાથે એમાં ફુદીના પાઉડર નાખો મિક્સ કરી લઈ ફુદીના મસાલો બનાવી લ્યો.
તીખો ચટપટ્ટો મસાલો બનાવવા માટેની સામગ્રી
એક વાટકા માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સંચળ, મીઠું, ગરમ મસાલો / પેરી પેરી મસાલો નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે તીખો ચટપટ્ટો મસાલો.
લોટ બાંધવાની રીત
સૌપ્રથમ સાફ કરેલ સોજી ને મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી લેવી હવે એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર 1 ચમચી, પિગળેલું ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં ગરમ પાણી નાખતા જઈ પહેલા ચમચા થી હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ વડે મિક્સ કરી નરમ લોટ બાંધો ને બંધેલાં લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ મૂકો.
વીસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ એના ત્રણ સરખા ભાગ કરી લ્યો ને એક ભાગ ને વણી ને મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ને જે આકાર નો નાસ્તો બનાવવા માંગતા હો એ આકાર ની કુકી કટર થી કટ કરી લ્યો અને એક પ્લેટ માં કાઢી લ્યો.
આમ ત્રણે ભાગ ને વણી ને કુકી કટર થી કટ કરી અલગ અલગ પ્લેટ માં મૂકી દયો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એક પ્લેટ માંથી એક વખત માં જેટલા સમાય એટલા નાખી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
બધા પીસ ને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજા પણ તરી લ્યો આમ બધા પીસ તરી લીધા બાદ ઠંડા થવા દયો બધા પીસ બરોબર ઠંડા થાય એટલે એક ભાગ ને ડબ્બા કે મોટા વાસણમાં મૂકો એના પર જરૂર મુજબ ફુદીના મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બીજા ભાગ માં તીખો ચટપટ્ટો મસાલો છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે તીખો ચટપટ્ટો મસાલા. અને ત્રીજા ભાગ માં જરૂર મુજબ ચીઝ પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચીઝ મસાલા.
crispy nasta recipe in gujarati notes
- અહી અમે અમારી પસંદ ના મસાલા બનાવી ને નાસ્તો તૈયાર કરેલ છે તમે તમારી પસંદ ના મસાલા થી પણ બનાવી શકો છો.
Tran flavors no crispy nasto banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
crispy nasta recipe in gujarati | crispy nasto banavani rit
ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | Tran flavors no crispy nasto | crispy nasta recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કુકી કટર
- 1 મિક્સર
Ingredients
નાસ્તાનો લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ સોજી
- 2 ચમચી પીગડેલું ઘી
- 1 ચમચી જીરું પાઉડર 1 ચમચી
- 1 કપ ગરમ પાણી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
- 1 ચમચી ચીઝ મસાલો
ફુદીના મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી ફુદીના પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો / જલ જીરા પાઉડર
તીખો ચટપટ્ટો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી મીઠું
- ½ ચમચી ગરમ મસાલો / પેરી પેરી મસાલો
Instructions
ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | crispy nasto recipe
- ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવા સૌપ્રથમ આપણે અલગ અલગ ફ્લેવર્સ કરવા પહેલાં મસાલા બનાવી ને તૈયાર કરીશું ત્યાર બાદ લોટ બાંધી લઈવણી ને રોટલી બનાવી કુકી કટર થી કટ કરી તેલ માં તરી મસાલા નાખી મિક્સ કરી નાસ્તો બનાવશું.
ફુદીના મસાલો બનાવવાની રીત
- હવે ફુદીના ના પાંદડા ને ગેસ પર ધીમા તાપે શેકી ને સૂકવી લ્યો પાંદડા બરોબર સુકાઈ જાય એટલે ઠંડા કરી પીસી ને પાઉડર કરી લ્યો હવે એક વાટકા માં ચાર્ટ મસાલો / જલ જીરા પાઉડર નાખો ને સાથે એમાં ફુદીના પાઉડર નાખો મિક્સ કરી લઈ ફુદીના મસાલો બનાવી લ્યો.
તીખો ચટપટ્ટો મસાલો બનાવવા માટેની સામગ્રી
- એક વાટકામાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સંચળ, મીઠું, ગરમ મસાલો/ પેરી પેરી મસાલો નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે તીખો ચટપટ્ટો મસાલો.
લોટ બાંધવાની રીત
- સૌ પ્રથમ સાફ કરેલ સોજી ને મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ ચારણીથી ચાળી લેવી હવે એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર 1 ચમચી, પિગળેલું ઘીનાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ એમાં ગરમ પાણી નાખતા જઈ પહેલા ચમચા થી હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ વડે મિક્સ કરી નરમ લોટ બાંધો ને બંધેલાં લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ મૂકો.
- વીસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ એના ત્રણ સરખા ભાગ કરી લ્યો ને એક ભાગ ને વણી ને મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ને જે આકાર નો નાસ્તો બનાવવા માંગતાહો એ આકાર ની કુકી કટર થી કટ કરી લ્યો અને એક પ્લેટ માં કાઢી લ્યો.
- આમ ત્રણે ભાગ ને વણી ને કુકી કટર થી કટ કરી અલગ અલગ પ્લેટ માં મૂકી દયો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એક પ્લેટ માંથી એક વખત માં જેટલા સમાય એટલા નાખી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- બધા પીસ ને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજા પણ તરી લ્યો આમ બધા પીસ તરી લીધા બાદ ઠંડા થવા દયો બધા પીસ બરોબર ઠંડા થાય એટલે એક ભાગ ને ડબ્બા કે મોટા વાસણમાં મૂકો એના પર જરૂર મુજબ ફુદીના મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- બીજા ભાગ માં તીખો ચટપટ્ટો મસાલો છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે તીખો ચટપટ્ટો મસાલા. અને ત્રીજા ભાગમાં જરૂર મુજબ ચીઝ પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચીઝ મસાલા.
crispy nasta recipe in gujarati notes
- અહી અમે અમારી પસંદ ના મસાલા બનાવી ને નાસ્તો તૈયાર કરેલ છે તમે તમારી પસંદ ના મસાલા થીપણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત | Tender Coconut Ice Cream banavani rit
હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit
લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.