નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Dadi ki Rasoi YouTube channel on YouTube આજ આપણે ટોપરા પાક બનાવવાની રીત શીખીશું. ટોપરા પાક ને કોપરા પાક, નાઇરિયલ લાડુ વગેરે નામથી ઓળખવામાં આવે છે.ટોપરા પાક એ ઇન્સ્ટન્ટ એનર્જી પૂરું પાડતી વાનગી છે. તેમાં વપરાતા નાળિયેર અને માવો શરીરને મજબૂતી અને તાકાત પૂરી પાડે છે. ટોપરા માં રહેલું તેલ હાડકાઓના સાંધા માટે ઉપયોગી છે. તો ચાલો શીખીએ, ટોપરાપાક બનાવવાની રીત, કોપરા પાક બનાવવાની રીત, kopra pak recipe in gujarati , Topra pak banavani recipe , kopra pak banavani rit recipe.
ટોપરાપાક – કોપરા પાક બનાવવા જરૂરી સામગ્રી
- ૨૫૦ ગ્રામ ખાંડ
- ૨૫૦ ml પાણી
- ૫૦૦ ગ્રામ માવો
- ૪-૫ એલચી પીસેલી
- ૧૮-૨૦ કેસર ના તાતણા
- ૨ ચમચી દૂધ/ ગુલાબ જળ
- ૧૫૦ ગ્રામ ટોપરા નું છીણ
- ૨-૩ ચમચા પિસ્તા ની કતરણ
ટોપરાપાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત
સૌપ્રથમ એક વાટકામાં બે ચમચી નવશેકું દૂધ લઇ તેમાં કેસરના તાંતણા નાખી હલાવી ને એક બાજુ મૂકો. જો દૂધ ન વાપરવું હોય તો ગુલાબ જળ વાપરી શકાય.
માવાને પણ છીણી ને તૈયાર રાખો,પિસ્તા ની કતરણ પણ તૈયાર રાખો.
હવે ગેસ પર એક કડાઈમાં 250 ગ્રામ ખાંડ લો અને ખાંડ જેટલું જ પાણી નાખો હવે ખાંડને પાણીમાં ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ખાંડ તળિયે ચોંટી ના જાય તેનું ધ્યાન રાખવું.
ચાસણી ઘટ થાય એટલે ચેક કરવા માટે એક પ્લેટ માં એક ટીપુ ચાસણી નાખો જો ટીપુ રેલાઈ જાય તો હજી ચાસણીને ઉકાળો. જો ચાસણી નું ટીપું રેલાવીને રેલાય નહીં તો ગેસ બંધ કરી દો. આશરે એક થી દોઢ તારની ચાસણી બનાવવાની રહેશે
હવે ગેસ બંધ કરી તૈયાર ચાસણીમાં તેમાં છીણેલો મોરો માવો નાખો માવાને ચાસણીમાં બરાબર મિક્સ કરી ગેસ ફરીથી ચાલુ કરો અને મીડિયમ તાપે હલાવતા રહો નેમાવો ઉકળે એટલે ગેસ બંધ કરી દો અને તેમાં એલચીનો ભૂકો અને કેસરવાળું દૂધ મેરી ઉમેરી મિક્સ કરો.
આ મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી જ તેમાં ટોપરાનું છીણ નાખીને બરાબર મિક્સ કરો.
એક થાળી અથવા ટીનના વાસણમાં ઘી લગાડી તેમાં ટોપરાપાક નાખી દો. ટોપરાપાક ને બરાબર દબાવી ને ફેલાવી લો.
હવે તેના ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી દબાવી લો અને તેમાં કાપા પાડો. ટોપરાપાક ઠંડો થાય એટલે ટુકડા કરી પીરસો.
Topra pak recipe notes
અહી તમે માવા ને અલગથી કડાઈમાં શેકી ને પણ વાપરી શકો છો
ખાંડ ની જગ્યાએ તમે છીણેલો ગોળ નાખી શકો છો અથવા કન્ડેસ મિલ્ક નો પણ ઉપયોગ કરી શકાય
અહી તમે લીલા નારિયળ ને ગેસ પર શેકી એની ભેજ દૂર કરી ને વાપરી શકો છો અથવા જો તમે તૈયાર નારિયેળના છીણ ને સેજ તડકે કે ગેસ પર શેકી ને વાપરવાથી સારો સ્વાદ આવશે
અહી તમે તૈયાર સૂકા નારિયળ નું છીણ વાપરતા હો તો એકાદ કલાક દૂધમાં પલાળી રાખી વાપરશો તો લીલા નારિયળ જેવો જ ટોપરા પાક બનશે
kopra pak banavani rit recipe | ટોપરાપાક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dadi ki Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Topra pak banavani recipe | Kopra pak recipe in gujarati
ટોપરાપાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati | kopra pak banavani rit recipe.
Equipment
- 1 વાટકો
- 1 કડાઈ
- 1 પ્લેટ
Ingredients
ટોપરા પાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ખાંડ
- 250 મિલી પાણી
- 500 ગ્રામ માવો
- 4-5 એલચી પીસેલી
- 18-20 કેસર ના તાતણા
- 2 ચમચી દૂધ/ ગુલાબ જળ
- 150 ગ્રામ ટોપરા નું છીણ
- 2-3 ચમચા પિસ્તા ની કતરણ
Instructions
ટોપરા પાક બનાવવાની રીત – કોપરા પાક બનાવવાની રીત – topra pakbanavani rit – kopra pak recipe in gujarati – kopra pak banavani rit recipe – toprapak banavani recipe.
- સૌપ્રથમ એક વાટકામાં બે ચમચી નવશેકું દૂધ લઇ તેમાં કેસરના તાંતણા નાખી હલાવી ને એક બાજુ મૂકો.જો દૂધ ન વાપરવું હોય તો ગુલાબ જળ વાપરી શકાય.
- માવાને પણ છીણી ને તૈયાર રાખો, પિસ્તા ની કતરણ પણ તૈયાર રાખો.
- હવે ગેસ પર એક કડાઈમાં 250 ગ્રામ ખાંડ લો અને ખાંડ જેટલું જ પાણી નાખો હવે ખાંડને પાણીમાં ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ખાંડ તળિયે ચોંટીના જાય તેનું ધ્યાન રાખવું.
- ચાસણી ઘટ થાય એટલે ચેક કરવા માટે એક પ્લેટ માં એક ટીપુ ચાસણી નાખો જો ટીપુ રેલાઈ જાય તો હજી ચાસણીને ઉકાળો. જો ચાસણી નું ટીપું રેલાવીને રેલાય નહીં તો ગેસ બંધ કરી દો. આશરે એકથી દોઢ તારની ચાસણી બનાવવાની રહેશે
- હવે ગેસ બંધ કરી તૈયાર ચાસણીમાં તેમાં છીણેલો મોરો માવો નાખો માવાને ચાસણીમાં બરાબર મિક્સ કરી ગેસ ફરીથી ચાલુ કરો અને મીડિયમ તાપે હલાવતા રહો નેમાવો ઉકળે એટલે ગેસ બંધ કરી દોઅને તેમાં એલચીનો ભૂકો અને કેસરવાળું દૂધ મેરી ઉમેરી મિક્સ કરો.
- આ મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી જ તેમાં ટોપરાનું છીણ નાખીને બરાબર મિક્સ કરો.
- એક થાળી અથવા ટીનના વાસણમાં ઘી લગાડી તેમાં ટોપરાપાક નાખી દો. ટોપરાપાક ને બરાબર દબાવીને ફેલાવી લો.
- હવેતેના ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી દબાવી લો અને તેમાં કાપા પાડો. ટોપરાપાક ઠંડો થાય એટલે ટુકડા કરી પીરસો.
Topra pak recipe notes
- અહી તમે માવા ને અલગથી કડાઈમાં શેકી ને પણ વાપરી શકો છો
- ખાંડની જગ્યાએ તમે છીણેલો ગોળ નાખી શકો છો અથવા કન્ડેસ મિલ્ક નો પણ ઉપયોગ કરી શકાય
- અહી તમે લીલા નારિયળ ને ગેસ પર શેકી એની ભેજ દૂર કરી ને વાપરી શકો છો અથવા જો તમે તૈયાર નારિયેળના છીણ ને સેજ તડકે કે ગેસ પર શેકી ને વાપરવાથી સારો સ્વાદ આવશે
- અહી તમે તૈયાર સૂકા નારિયળ નું છીણ વાપરતા હો તો એકાદ કલાક દૂધમાં પલાળી રાખી વાપરશો તોલીલા નારિયળ જેવો જ ટોપરા પાક બનશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati