આ ટિક્કા તમે એક વખત બનાવી ખાશો તો પછી બીજા ટિક્કા ખાવા નું ભૂલી જસો. જેમને તીખું અને ચપટો સ્વાદ પસંદ હોય છે એમના માટે આ સૌથી બેસ્ટ નાસ્તો છે. તો એક વખત ચોક્કસ બનાવો આ રીતે ટિક્કા. તો ચાલો Thecha paneer tika – ઠેંચા પનીર ટિક્કા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- પનીર 250 ગ્રામ
- સરસો તેલ / તેલ 8-10 ચમચી
- લસણ કણી 7+7
- આદુના કટકા 1+1 ચમચી
- લીલા મરચા સુધારેલા 5+5
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- સીંગદાણા ¼ કપ
- મીઠા લીમડા ના પાંદ 10-15
- દહીં ½ કપ
- જીરું પાઉડર 1 ચમચી
- ધાણા પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ઘી / તેલ જરૂર મુજબ
- હિંગ ¼ ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Thecha paneer tika banavani recipe
ઠેંચા પનીર ટિક્કા બનાવવા માટે પનીર ના મિડીયમ સાઇઝ ના મોટા મોટા કટકા કરી લ્યો અને એ મોટા કટકા માં બરોબર વચ્ચે પણ એક કાપો કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી તૈયાર કરો, લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને લીલા મરચા ને પણ ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં આદુ અને લસણ ની કણી નાખી શેકી લ્યો.
લસણ ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને મિક્સ કરી મરચા ને પણ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નાખો અને સીંગદાણા ને પણ શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી દર્દરી પીસી ને ઠેંચો તૈયાર કરી લ્યો. પીસી તૈયાર કરેલ ઠેંચો એક વાસણમાં કાઢી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
હવે ફરી ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુના કટકા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો. હવે એમાં મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખો મિક્સ કરી શેકી લ્યો. મીઠા લીમડા ના પાંદ શેકાઈ જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
બે મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી એને પણ દર્દરા પીસી ને પેસ્ટ બનાવી લ્યો. અને એક મોટા વાટકા માં કાઢી લ્યો. હવે એમાં શેકેલ જીરું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરી લ્યો.
હવે પનીર માં કટકા કરેલ એમાં વચ્ચે કરેલ કટકા માં ઠેચા નું મિશ્રણ ભરી લ્યો. આમ બધા જ કટકા માં ઠેંચા નું મિશ્રણ ભરી તૈયાર કરી લ્યો અને પનીર ને દહી અને લીલા ધાણા વાળા મેરિનેટ વાળા મિશ્રણમાં તૈયાર કરેલ મિશ્રણ માં નાખી દયો. અને દસ પંદર મિનિટ એમજ રહેવા દયો.
હવે ગેસ પર પેન ને ગરમ કરો અથવા ગ્રિલ મશીન માં મેટીનેટ કરેલ પનીર માં કટકા મૂકો અને એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકો આમ બધી બાજુ થોડા થોડા શેકી લ્યો અને શેકાઈ ને તૈયાર ટિક્કા ને ગરમ ગરમ સોસ, ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે .પનીર ઠેંચા ટિક્કા
Tika recipe notes
- તીખાશ માટે મરચા તમે તમારી પસંદ માં લેવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઠેંચા પનીર ટિક્કા બનાવવાની રીત
Thecha paneer tika banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 250 ગ્રામ પનીર
- 8-10 ચમચી સરસો તેલ / તેલ
- 7+7 લસણ કણી
- 2 ચમચી આદુના કટકા
- 10 લીલા મરચા સુધારેલા
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ સીંગદાણા
- 10-15 મીઠા લીમડા ના પાંદ
- ½ કપ દહીં
- 1 ચમચી જીરું પાઉડર
- 1 ચમચી ધાણા પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- ઘી / તેલ જરૂર મુજબ
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Thecha paneer tika banavani recipe
- ઠેંચા પનીર ટિક્કા બનાવવા માટે પનીર ના મિડીયમ સાઇઝ ના મોટા મોટા કટકા કરી લ્યો અને એ મોટા કટકા માં બરોબર વચ્ચે પણ એક કાપો કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી તૈયાર કરો, લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને લીલા મરચા ને પણ ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં આદુ અને લસણ ની કણી નાખી શેકી લ્યો.
- લસણ ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો અને મિક્સ કરી મરચા ને પણ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નાખો અને સીંગદાણા ને પણ શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી દર્દરી પીસી ને ઠેંચો તૈયાર કરી લ્યો. પીસી તૈયાર કરેલ ઠેંચો એક વાસણમાં કાઢી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
- હવે ફરી ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુના કટકા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો. હવે એમાં મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખો મિક્સ કરી શેકી લ્યો. મીઠા લીમડા ના પાંદ શેકાઈ જાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- બે મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી એને પણ દર્દરા પીસી ને પેસ્ટ બનાવી લ્યો. અને એક મોટા વાટકા માં કાઢી લ્યો. હવે એમાં શેકેલ જીરું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરી લ્યો.
- હવે પનીર માં કટકા કરેલ એમાં વચ્ચે કરેલ કટકા માં ઠેચા નું મિશ્રણ ભરી લ્યો. આમ બધા જ કટકા માં ઠેંચા નું મિશ્રણ ભરી તૈયાર કરી લ્યો અને પનીર ને દહી અને લીલા ધાણા વાળા મેરિનેટ વાળા મિશ્રણમાં તૈયાર કરેલ મિશ્રણ માં નાખી દયો. અને દસ પંદર મિનિટ એમજ રહેવા દયો.
- હવે ગેસ પર પેન ને ગરમ કરો અથવા ગ્રિલ મશીન માં મેટીનેટ કરેલ પનીર માં કટકા મૂકો અને એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકો આમ બધી બાજુ થોડા થોડા શેકી લ્યો અને શેકાઈ ને તૈયાર ટિક્કા ને ગરમ ગરમ સોસ, ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે .પનીર ઠેંચા ટિક્કા
Notes
- તીખાશ માટે મરચા તમે તમારી પસંદ માં લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Masala papad banavani rit | મસાલા પાપડ બનાવવાની રીત
Bafela batata ni puri banavani rit | બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત
Full gobi manchurian banavani rit | ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત
butter masala corn banavani rit | બટર મસાલા કોર્ન બનાવવાની રીત
Mini pizza banavani rit | મીની પીઝા બનાવવાની રીત