આજે આપડે Thandai ice cream – હોળી સ્પેશિયલ ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીશું . હોળી આવતાજ ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમી ની પણ શરૂઆત થઈ જતી હોય છે અને ગરમી આવતા બધા બારે ઠંડા પીણા કે આઈસ્ક્રીમ જેવી વસ્તુ બહાર ખાવા લાગતા હોય છે. ઠંડાઈ પીવાથી શરીર માં ઇન્સ્ટન્ટ એનર્જી મળતી હોય છે કેમ કે એની અંદર નાખવામાં આવતા ડ્રાયફ્રુટ જે શરીર માં ઠંડક આપે છે તો ચાલો બજાર જેવીજ મસ્ત આઈસ્ક્રીમ આજે આપડે ઘરે જ બનાવતા શીખીશું.
Ingredients list
- કાજુ ¼ કપ
- બદામ ¼ કપ
- પિસ્તા 2 ચમચી
- એલચી 8 નંગ
- મગજ તારી ના બીજ 2 ચમચી
- વરિયાળી 2 ચમચી
- કાળા મરી 1 ચમચી
- ખસ ખસ 2 ચમચી
- ગુલાબ ની પાંદડી 2 ચમચી
- કેસર 1 ચપટી
- મલાઈ વાળું દૂધ અડધો લીટર
- મિલ્ક પાઉડર 4 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
- ખાંડ ¼ કપ
- ગુલકંદ 1 ચમચી
- પેપર મીંટ 1 ચપટી
Thandai ice cream banavani rit
ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ ઠંડાઈ પાવડર બનાવીશું ગેસ પર એક કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લઈ ને ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં કાજુ ¼ કપ , બદામ ¼ કપ , પિસ્તા 2 ચમચી , એલચી 8 નંગ , મગજ તરી ના બીજ 2 ચમચી , વરિયાળી 2 ચમચી , કાળા મરી 1 ચમચી , ખસ ખસ 2 ચમચી , ગુલાબ ની પાંદડી 2 ચમચી , કેસર 1 ચપટી , આ બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી અને 30 સેકન્ડ જેવું સેકી લેશું જેથી તેમાં રહેલું મોઈશ્ચર નીકળી જાય .
ત્યાર બાદ ગેસ બંધ કરી અને એક થાળી માં બધું મિક્ષ્ચર નાખી અને ઠંડુ થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર માં બધી વસ્તુ નાખી અને પીસી લેશું .
હવે ઠંડાઈ ના પાવડર ને એક બાઉલ માં કાઢી લેશું , ત્યાર બાદ આઈસ્ક્રીમ બનાવવા માટે ફરીથી એક પેન માં મલાઈ વાળું દૂધ અડધો લીટર નાખશું મલાઈ વાળું દૂધ એટલા માટે લેશું કારણકે આપડે આજે ઈયા કોઈ પણ ક્રીમ નો ઉપયોગ કર્યા વગર આઈસ્ક્રીમ બનાવીશું એટલે મલાઈ વાળા દૂધ નો ઉપયોગ કરશું હવે તેમાં મિલ્ક પાઉડર 4 ચમચી , કોર્ન ફ્લોર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરતા જશું .
બધી વસ્તુ બરાબર મિક્સ કરશું ત્યારે તેમાં તમને ગાંઠા દેખાશે પણ વાંધો નઈ આપડે જ્યારે દૂધ ગરમ કરશું ત્યારે તેમાં ગાંઠા નઇ રે હવે તેમાં ખાંડ ¼ કપ નાખી ફરીથી બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું અને પછી તેમાં તૈયાર કરેલો 2 ચમચી ઠંડાઈ વાળો પાવડર નાખી ફરીથી મિક્સ કરી અને હવે ગેસ ચાલુ કરી કડાઈ મૂકી અને ધીમે ધીમે હલાવતા જશું જેનાથી એક પણ ગાંઠા નઇ રે અને કોર્ન ફ્લોર કાચા દૂધ માં પેલે નાખવાથી આસાનીથી કાચા દૂધ માં મિક્સ થઈ શકે છે જો ગરમ દૂધ માં કોર્ન ફ્લોર નાખશું તો તેમાં ગાંઠા પડી શકે છે .
ત્યાર બાદ દૂધ હલાવતા હલાવતા 5 મિનિટ જેવું સીજવા દેશું 5 મિનિટ પછી દૂધ એક દમ ઘાટું અને ક્રીમી થઈ જશે. દૂધ ઘાટું થવા નું ચાલુ થાય એટલે આપડે ગેસ ને બંધ કરી દેશું દૂધ ઠંડું થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર માં દૂધ ની સાથે 1 ચમચી જેવો ગુલકંદ અને ચપટી જેવું પેપર મિન્ટ નાખી અને બરાબર પીસી લેશું પીસાઈ જાય એટલે આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને તેના પર ફોઈલ પેપર લગાવી દેશું અને બે કલાક સુધી ફ્રીઝર માં મૂકી દેશું
બે કલાક થઈ ગયા બાદ આઈસ્ક્રીમ થોડી થોડી જામી ગઈ હશે તેને ચાકુ વડે કાઢી અને ફરીથી જામેલી આઈસ્ક્રીમ ને મિક્સર જાર માં નાખી ફરીથી બધું બ્લેન્ડ કરી લેશું ફરીથી બ્લેન્ડ કરવાથી આઈસ્ક્રીમ નો ટેક્ષ્ચર એક દમ ક્રીમી થઈ જાય છે ત્યાર બાદ ફરીથી આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને પાછું ફોઇલ પેપર લગાવી અને 6 કલાક માટે પાછું ફ્રીઝર માં મૂકી દેશું.
6 કલાક પછી આપડી આઈસ્ક્રીમ તૈયાર છે. તો તૈયાર છે આપડી આઈસ્ક્રમ જેને આપડે બાઉલ માં લઇ અને કટ કરેલા ડ્રાયફ્રુટ નાખી અને સર્વ કરીશું
Ice cream recipe notes
- ઠંડાઈ વાળા પાવડર ને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો.
- ડ્રાયફ્રૂટ કટ કરેલા ના નાખવા હોય તો આપડો તૈયાર કરેલો ઠંડાઈ ના પાવડર પણ નાખી શકશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત

Thandai ice cream banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 આઈસ્ક્રીમ કન્ટેનર
- 1 સિલ્વર ફોઇલ
- 1 મિક્ષ્ચર જાર
Ingredients
Ingredients list
- ¼ કપ કાજુ
- ¼ કપ બદામ
- 2 ચમચી પિસ્તા
- 8 નંગ એલચી
- 2 ચમચી મગજ તારી ના બીજ
- 2 ચમચી વરિયાળી
- 1 ચમચી કાળા મરી
- 2 ચમચી ખસ ખસ
- 2 ચમચી ગુલાબ ની પાંદડી
- 1 ચપટી કેસર
- મલાઈ વાળું દૂધ અડધો લીટર
- 4 ચમચી મિલ્ક પાઉડર
- 1 ચમચી કોર્ન ફ્લોર
- ¼ કપ ખાંડ
- 1 ચમચી ગુલકંદ
- 1 ચપટી પેપર મીંટ
Instructions
Thandai ice cream banavani rit
- ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ ઠંડાઈ પાવડર બનાવીશું ગેસ પર એક કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લઈ ને ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં કાજુ ¼ કપ , બદામ ¼ કપ , પિસ્તા 2 ચમચી , એલચી 8 નંગ , મગજ તરી ના બીજ 2 ચમચી , વરિયાળી 2 ચમચી , કાળા મરી 1 ચમચી , ખસ ખસ 2 ચમચી , ગુલાબ ની પાંદડી 2 ચમચી , કેસર 1 ચપટી , આ બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી અને 30 સેકન્ડ જેવું સેકી લેશું જેથી તેમાં રહેલું મોઈશ્ચર નીકળી જાય .
- ત્યાર બાદ ગેસ બંધ કરી અને એક થાળી માં બધું મિક્ષ્ચર નાખી અને ઠંડુ થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર માં બધી વસ્તુ નાખી અને પીસી લેશું .
- હવે ઠંડાઈ ના પાવડર ને એક બાઉલ માં કાઢી લેશું , ત્યાર બાદ આઈસ્ક્રીમ બનાવવા માટે ફરીથી એક પેન માં મલાઈ વાળું દૂધ અડધો લીટર નાખશું મલાઈ વાળું દૂધ એટલા માટે લેશું કારણકે આપડે આજે ઈયા કોઈ પણ ક્રીમ નો ઉપયોગ કર્યા વગર આઈસ્ક્રીમ બનાવીશું એટલે મલાઈ વાળા દૂધ નો ઉપયોગ કરશું હવે તેમાં મિલ્ક પાઉડર 4 ચમચી , કોર્ન ફ્લોર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરતા જશું .
- બધી વસ્તુ બરાબર મિક્સ કરશું ત્યારે તેમાં તમને ગાંઠા દેખાશે પણ વાંધો નઈ આપડે જ્યારે દૂધ ગરમ કરશું ત્યારે તેમાં ગાંઠા નઇ રે હવે તેમાં ખાંડ ¼ કપ નાખી ફરીથી બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું અને પછી તેમાં તૈયાર કરેલો 2 ચમચી ઠંડાઈ વાળો પાવડર નાખી ફરીથી મિક્સ કરી અને હવે ગેસ ચાલુ કરી કડાઈ મૂકી અને ધીમે ધીમે હલાવતા જશું જેનાથી એક પણ ગાંઠા નઇ રે અને કોર્ન ફ્લોર કાચા દૂધ માં પેલે નાખવાથી આસાનીથી કાચા દૂધ માં મિક્સ થઈ શકે છે જો ગરમ દૂધ માં કોર્ન ફ્લોર નાખશું તો તેમાં ગાંઠા પડી શકે છે .
- ત્યાર બાદ દૂધ હલાવતા હલાવતા 5 મિનિટ જેવું સીજવા દેશું 5 મિનિટ પછી દૂધ એક દમ ઘાટું અને ક્રીમી થઈ જશે. દૂધ ઘાટું થવા નું ચાલુ થાય એટલે આપડે ગેસ ને બંધ કરી દેશું દૂધ ઠંડું થઈ ગયા બાદ એક મિક્ષ્ચર જાર માં દૂધ ની સાથે 1 ચમચી જેવો ગુલકંદ અને ચપટી જેવું પેપર મિન્ટ નાખી અને બરાબર પીસી લેશું પીસાઈ જાય એટલે આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને તેના પર ફોઈલ પેપર લગાવી દેશું અને બે કલાક સુધી ફ્રીઝર માં મૂકી દેશું
- બે કલાક થઈ ગયા બાદ આઈસ્ક્રીમ થોડી થોડી જામી ગઈ હશે તેને ચાકુ વડે કાઢી અને ફરીથી જામેલી આઈસ્ક્રીમ ને મિક્સર જાર માં નાખી ફરીથી બધું બ્લેન્ડ કરી લેશું ફરીથી બ્લેન્ડ કરવાથી આઈસ્ક્રીમ નો ટેક્ષ્ચર એક દમ ક્રીમી થઈ જાય છે ત્યાર બાદ ફરીથી આઈસ્ક્રીમ વાળા કન્ટેનર માં નાખી અને પાછું ફોઇલ પેપર લગાવી અને 6 કલાક માટે પાછું ફ્રીઝર માં મૂકી દેશું.
- 6 કલાક પછી આપડી આઈસ્ક્રીમ તૈયાર છે. તો તૈયાર છે આપડી આઈસ્ક્રમ જેને આપડે બાઉલ માં લઇ અને કટ કરેલા ડ્રાયફ્રુટ નાખી અને સર્વ કરીશું
Notes
- ઠંડાઈ વાળા પાવડર ને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો.
- ડ્રાયફ્રૂટ કટ કરેલા ના નાખવા હોય તો આપડો તૈયાર કરેલો ઠંડાઈ ના પાવડર પણ નાખી શકશું.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Oreo Ice Cream banavani rit | ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત
Mango Ice Cream Cake banavani rit | મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત
Gulkand shake banavani rit | ગુલકંદ શેક બનાવવાની રીત
Kali drax no jam banavani rit | કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત
chocolate fudge banavani rit | ચોકલેટ ફઝ બનાવવાની રીત
Shahi sandwich mithai banavani rit | શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત