નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પીઝા. પીઝા નું નામ આવતા જ નાનાથી મોટા દરેકના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પીઝા ખાવા ની જેટલી મજા આવતી હોય છે પરંતુ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણે ઘરે બહાર જેવા પીઝા આપણે બનાવી ન શકીએ પણ આજે આપણે બનાવતા શીખીશું ઈસ્ટ વગર ઓવન વગર પીઝા તો ચાલો શીખીએ તવા પીઝા બનાવવાની રીત, Tawa pizza recipe in Gujarati,Tawa pizza banavani rit.
તવા પીઝા બનાવવા જરૂરી સામગ્રી
- 1 ¼ કપ મેંદો
- 1-2 ચમચી સોજી
- ½ ચમચી બેકિંગ પાઉડર
- ¾ ચમચી સોડા
- 2 ચમચી દહીં
- ½ ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
- ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ
પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી
- ટામેટા 2 કપ જીના સમારેલા
- લસણ પેસ્ટ 1 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- જીણી સુધારેલ ½ ડુંગરી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ½ મરી પાઉડર
- 2-3 પાન બ્રેજિલ
ટોપિંગ માટે જરૂરી સામગ્રી
- ડુંગરી ½ સુધારેલ
- કેપ્સીકમ ½ સુધારેલ
- ટમેટા ½ સુધારેલ
- મશરૂમ ના કટકા ¼ કપ
- મરી પાઉડર ¼ ચમચી
- ઓરેગાનો ½ ચમચી
- તેલ 1 ચમચી
- 1 ½ કપ મોઝરેલા ચીઝ
Tawa pizza recipe in Gujarati
તવા પીઝા નો બેઝ બનાવવાની રીત
પીઝાનો બેઝ બનાવવાના સૌ પ્રથમ એક વાસણમાં મેંદો સોજી મીઠું,બેકિંગ પાઉડર ,બેકિંગ સોડા ,ખાંડ નાખી મિક્સ કરો , ત્યાર બાદ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લો હવે બાંધેલા લોટને પાંચથી સાત મિનિટ હાથ વડે મસળો
ત્યારબાદ તેલ વાળા હાથ કરી ફરી બે ત્રણ મિનિટ લોટ ને મસળો ત્યાર બાદ મસળેલા લોટની એક વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકી દો
તવા પીઝા નો સોસ બનાવવાની રીત
પીઝાનો સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે-ત્રણ ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સ નાખો
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી બેથી ત્રણ મિનિટ શેકો , તેમાં ડુંગળી નાખો ડુંગળીને બે-ત્રણ મિનિટ શેક્યા બાદ તેમાં મીઠું ઓરેગાનો, મરીનો ભૂકો અને બ્રેઝર ના પાન નાખી મિક્સ કરો
ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ટમેટા અધકચરા ચઢી ત્યાં સુધી ચડાવો , ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને થોડું ઠંડુ થવા દો
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેનો અધકચરો પેસ્ટ બનાવી તૈયાર કરી લો તૈયાર સોસ ને એક બાજુ મૂકી દો
તવા પીઝા નું ટોપિંગ બનાવવાની રીત
પીઝાના ટોપિંગ માટે એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી, કેપ્સીકમ ,મશરૂમ , ટમેટા નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ શેકો
ત્યારબાદ તેમાં મરી પાવડર ,ઓરેગાનો અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો શેકેલા ટોપીંગ ને એક વાસણમાં કાઢી લ્યો , અડધો કલાક બાદ બાંધેલા લોટમાંથી તમારી તવી ના સાઈઝ પ્રમાણે નાના મોટા લુઆ બનાવી લ્યો
હવે એક લુવો લઈ હાથ વડે અથવા વેલણ વડે પીઝા નો બેસ( રોટલો) તૈયાર કરો અને તેમાં કાટા ચમચી થી કા કરો , ત્યારબાદ ગેસ પર એક કડાઈ અથવા તવી ગરમ કરો ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેને તેલ વડે ગ્રીસ કરો
હવે તૈયાર રોટલાની તેના પર મૂકો રોટલો બેથી ત્રણ મિનિટ ચડાવો , પછી તેને ઉપરની બાજુ પર થોડું તેલ લગાડી તેને ઉથલાવી લ્યો
હવે ઉપરની બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાડો ત્યારબાદ તેના પર મોઝરેલા ચીઝ છાંટો ત્યારબાદ તેના પર શેકીને એક બાજુ મુકેલ ટોપિંગ મૂકો , ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી પીઝા ને ચડાવો
તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ ડીશમાં કાઢી પીઝા કટર વડે કટકા કરી પીઝાનો આનંદ માણો
NOTES
- પીઝા બેઝ ને હેલ્થી બનાવવા મેંદા સાથે ઘઉં નો લોટ ,ઓટ્સ નો લોટ પણ વાપરી સકો છો
- બ્રેજિલ ના પાન ના હોય તો તેની જગ્યાએ તુલસીના પાન પણ લઈ શકો છો અથવા બ્રેજીલ નો ઉપયોગ ટાળી શકો છો
- જો તમે મશરૂમના ના ખાતા હોવ તો મશરૂમને પણ ટાળી શકો છો
- તેમજ તમને મનગમતા ટોપિગ કરી સકો છો
- ઓલિવ કે જેલિપીનોસ પણ મૂકી સકો છો
Tawa pizza banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તવા પીઝા બનાવવાની રીત
તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza banavani rit | tawa pizza recipe in Gujarati
Equipment
- 1 નોન સ્ટીક પેન
Ingredients
તવા પીઝા બનાવવા જરૂરી સામગ્રી
- 1¼ કપ મેંદો
- 1-2 ચમચી સોજી
- ½ ચમચી બેકિંગ પાઉડર
- ¾ ચમચી સોડા
- 2 ચમચી દહીં
- ½ ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
- ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ
તવા પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ટામેટા જીણા સમારેલા
- 1 ચમચી લસણ પેસ્ટ
- 1 ચમચી ઓરેગાનો
- ½ જીણી સુધારેલ ડુંગરી
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ મરી પાઉડર
- 2-3 પાન બ્રેજિલ
ટોપિંગ માટે જરૂરી સામગ્રી
- ½ સુધારેલ ડુંગરી
- ½ કેપ્સીકમ સુધારેલ
- ½ ટમેટા સુધારેલ
- ¼ કપ મશરૂમના કટકા
- ચમચી મરી પાઉડર ¼
- ચમચી ઓરેગાનો ½ ચમચી
- ચમચી તેલ1 ચમચી
- 1 ½ કપ મોઝરેલા ચીઝ
Instructions
તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza banavani rit | tawa pizza recipe in Gujarati
- તવા પીઝા બનાવવા ખુબજ સરળ છે ફક્ત નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરો અને સરળતાથી પીઝા બનાવો
તવા પીઝા નો બેઝ બનાવવાની રીત
- પીઝા નો બેઝ બનાવવાના સૌ પ્રથમ એક વાસણમાં મેંદોસોજી મીઠું,બેકિંગ પાઉડર ,બેકિંગ સોડા ,ખાંડ નાખી મિક્સ કરો
- ત્યાર બાદ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખીમીડીયમ નરમ લોટ બાંધી લો હવે બાંધેલા લોટને પાંચથી સાત મિનિટ હાથ વડે મસળો
- ત્યારબાદ તેલ વાળા હાથ કરી ફરી બે ત્રણ મિનિટલોટ ને મસળો ત્યાર બાદ મસળેલા લોટની એક વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુમૂકી દો
તવા પીઝા નો સોસ બનાવવાની રીત
- પીઝાનો સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાંબે-ત્રણ ચમચી તેલ ગરમ કરો
- તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સનાખો
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી બેથીત્રણ મિનિટ શેકો
- ત્યારબાદ તેમાં ડુંગળી નાખો ડુંગળીને બે-ત્રણ મિનિટ શેક્યા બાદ તેમાં મીઠું ઓરેગાનો, મરીનો ભૂકો અને બ્રેઝર ના પાન નાખી મિક્સ કરો
- ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ટમેટા અધકચરા ચઢીત્યાં સુધી ચડાવો
- ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને થોડું ઠંડુ થવાદો
- મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેનોઅધકચરો પેસ્ટ બનાવી તૈયાર કરી લો તૈયાર સોસ ને એક બાજુ મૂકી દો
તવા પીઝા નું ટોપિંગ બનાવવાની રીત
- પીઝાના ટોપિંગ માટે એક કઢાઈમાં એક ચમચી તેલગરમ કરો
- તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી, કેપ્સીકમ ,મશરૂમ , ટમેટા નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ શેકો
- ત્યારબાદ તેમાં મરી પાવડર ,ઓરેગાનો અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યોશેકેલા ટોપીંગ ને એક વાસણમાં કાઢી લ્યો
- અડધો કલાક બાદ બાંધેલા લોટમાંથી તમારી તવી નાસાઈઝ પ્રમાણે નાના મોટા લુઆ બનાવી લ્યો
- હવે એક લુવો લઈ હાથ વડે અથવા વેલણ વડે પીઝાનો બેસ(રોટલો) તૈયાર કરો અને તેમાં કાટા ચમચી થી કા કરો
- ત્યારબાદ ગેસ પર એક કડાઈ અથવા તવી ગરમ કરો ગરમથાય એટલે ગેસ ધીમો કરી તેને તેલ વડે ગ્રીસ કરો
- હવે તૈયાર રોટલાની તેના પર મૂકો રોટલો બેથીત્રણ મિનિટ ચડાવો
- હવે તેને ઉપરની બાજુ પર થોડું તેલ લગાડી તેનેઉથલાવી લ્યો
- હવે ઉપરની બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાડો ત્યારબાદતેના પર મોઝરેલા ચીઝ છાંટો ત્યારબાદ તેના પર શેકીને એક બાજુ મુકેલ ટોપિંગ મૂકો
- ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણઢાંકી ચારથી પાંચ મિનિટ અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી પીઝા ને ચડાવો
- તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ ડીશમાં કાઢી પીઝાકટર વડે કટકા કરી પીઝાનો આનંદ માણો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in gujarati | nankhatai banavani rit