અત્યારે દરેક ઘરે તરબૂચ તો આવતા જ હશે કેમ કે બધા ને આ ઉકળતી ગરમી માં ઠંડુ ઠંડુ તરબૂચ ખૂબ પસંદ આવે છે ત્યારે તરબૂચ ની જાડી છાલ આપણે એમજ ફેકી દેતા હોઈએ છીએ પણ આજ આપણે એ છાલ ના ઉપયોગ કરી શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે અને વેસ્ટ માંથી બેસ્ટ વાનગી Tarbuch ni chaal nu shaak – તરબૂચ ની છાલ નું શાક બનાવતા શીખીશું.
Ingredients
- તેલ/ રાઈ નું તેલ 5 ચમચી
- હિંગ ½ ચમચી
- સૂકા લાલ મરચા 3 નંગ
- રાઈ 1 ચમચી
- વરિયાળી 2 ચમચી
- જીરું 1 ચમચી
- કલોંજી ½ ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- લસણ ની પેસ્ટ 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
- લીલું મરચું સુધારેલ 2- 3
- હળદર ½ ચમચી
- લાલ મરચા પાઉડર 1- 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- તરબૂચની છાલ ના કટકા 3 કપ
- તરબૂચનો રસ ¾ કપ
- આમચુર પાઉડર 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4- 6 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Tarbuch ni chaal nu shaak banavani rit
તરબૂચ ની છાલ નું શાક બનાવવા સૌપ્રથમ તરબૂચ માંથી લાલ ભાગ અલગ કરી લ્યો ત્યાર બાદ લીલા રંગ ની છાલ ઉતારી લ્યો અને મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો તૈયાર કરેલ કટકા ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ / રાઈ નું તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરુ, વરિયાળી, કલોજી સૂકા લાલ મરચા નાખી શેકો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ નાખી બને ને શેકી લેવા ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેવી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ તરબૂચ ના કટકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો.
પાંચ મિનિટ પછી એમાં તરબૂચ ના જ્યુસ નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચળી જાય એટલે એમાં આમચૂર પાઉડર, હાથ થી મસળી સૂકી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વ કરો. તો તૈયાર છે તરબૂચ ની છાલ નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તરબૂચ ની છાલ નું શાક બનાવવાની રીત

Tarbuch ni chaal nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 5 ચમચી તેલ/ રાઈ નું તેલ
- ½ ચમચી હિંગ
- 3 નંગ સૂકા લાલ મરચા
- 1 ચમચી રાઈ
- 2 ચમચી વરિયાળી
- 1 ચમચી જીરું
- ½ ચમચી કલોંજી
- 1 ચમચી આદુ પેસ્ટ
- 2 ચમચી લસણ ની પેસ્ટ
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 લીલું મરચું સુધારેલ
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચા પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 3 કપ તરબૂચની છાલ ના કટકા
- ¾ કપ તરબૂચનો રસ
- 1 ચમચી આમચુર પાઉડર
- 1 ચમચી કસૂરી મેથી
- 4-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tarbuch ni chaal nu shaak banavani rit
- તરબૂચ ની છાલ નું શાક બનાવવા સૌપ્રથમ તરબૂચ માંથી લાલ ભાગ અલગ કરી લ્યો ત્યાર બાદ લીલા રંગ ની છાલ ઉતારી લ્યો અને મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો તૈયાર કરેલ કટકા ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ / રાઈ નું તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરુ, વરિયાળી, કલોજી સૂકા લાલ મરચા નાખી શેકો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ નાખી બને ને શેકી લેવા ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેવી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ તરબૂચ ના કટકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો.
- પાંચ મિનિટ પછી એમાં તરબૂચ ના જ્યુસ નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચળી જાય એટલે એમાં આમચૂર પાઉડર, હાથ થી મસળી સૂકી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વ કરો. તો તૈયાર છે તરબૂચ ની છાલ નું શાક.
Notes
- શાક માં ખટાસ અને મીઠાસ હસે તો શાક ખૂબ ટેસ્ટી લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
katki keri nu athanu banavani recipe | કટકી કેરી નું અથાણું બનાવવાની રેસીપી
keri no murabbo banavani rit | કેરી નો મુરબ્બો બનાવવાની રીત
garam masala banavani rit | ગરમ મસાલો બનાવવાની રીત
keri nu shaak banavani rit | કેરી નું શાક બનાવવાની રીત
gol keri nu athanu banavani rit | ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત
chana methi nu athanu banavani rit | ચણા મેથી અથાણું બનાવવાની રીત
gunda nu shaak banavani rit | ગુંદાનું શાક બનાવવાની રીત