નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું તંદૂરી ચા. ચા એક એવું પ્રકારનું પીણું છે જે વ્યક્તિ ને તાજગી થી કી ભરી દેતો હોય છે ને કેવાય છે કે ભારતીયો ના દિવસ ની શરૂઆત જ ચા થી થાય છે દેશમાં ગમેત્ય જાઓ રસ્તાઓમાં કે હોટલમાં ચા મળી જશે અત્યારે એવું કોઈક જ વ્યક્તિ હશે જે ચા પિતુ નહીં હોય બાકી બધા ના ઘર માં અલગ અલગ પ્રકારની ચા બનતી હોય છે બજારમાં અલગ-અલગ પ્રકારના તૈયાર ચા મસાલા મળે છે ઘણા લોકોને સાદી ચા પસંદ હોય છે ઘણા લોકોને અલગ-અલગ મસાલાવાળી ચા પસંદ હોય છે ને લોકો ચા સાથે અલગ અલગ એક્સપિરિયન્સ કરતા હોય છે આજકાલ તંદુરી ચા નો ક્રેઝ વધી ગયો છે. તો ચાલો આજ શીખીએ ઘરે તંદુરી ચા બનાવવાની રીત, તંદુરી ચાય બનાવવાની રીત, Tandoori chai recipe in Gujarati
તંદુરી ચા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી ખાંડ
- 1 ½ ચમચી ચા ભૂકી
- આદુ 1 નાનો ટુકડો
- એલચી 1
તંદુરી ચાય બનાવવાની રીત
ગેસ પર એક વાસણમાં કપ એક દૂધ ગરમ મૂકો , બીજા ગેસ પર માટીનું કૂલ્લડ ધીમે તાપે ગરમ કરવા મૂકો , દૂધ ગરમ થાય એટલે તેમાં આદુ નો કટકો છીણીને નાખો
તેમજ એલચીને તોડીને નાખો , હવે તેમાં ચા ભૂકી અને ખાંડ નાખો , મીડીયમ તાપે ચા ને ઉકળવા દો , બીજી બાજુ કુલર ને બધી બાજુથી ગરમ કરો
થોડી થોડી વાર ફેરવતા રહો ને બધી બાજુ થી ગરમ કરી લ્યો , ચા બરોબર ઉકળી જાય એટલે તેને બીજા એક કપમાં ગરણી વડે ગાળી લ્યો
હવે કુલર ને ઊંધું કરી ફુલ તાપે બે મિનિટ મિડીયમ તાપે ગરમ કરી લો , ગરમ કુલર ને સાવચેતી એક વાસણમાં મૂકી તેમાં ગાળેલી ચાઇ ને ધીરે ધીરે નાખતા જાઓ
જેથી કુલર નો સ્વાદ અને સુગંધ ચામા બરોબર મિક્સ થઇ જસે , ગરમ કુલર વારી ચા હવે બીજા સર્વિંગ કપમાં નાખી ગરમા ગરમ સર્વ કરો તંદૂરી ચા
Tandoori chai recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Tandoori chai recipe in Gujarati
તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati
Equipment
- 1 તપેલી
- 1 માટી નું કુલ્લડ
Ingredients
તંદુરી ચા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી ખાંડ
- 1 ½ ચમચી ચા ભૂકી
- 1 આદુ નાનો ટુકડો
- 1 એલચી
Instructions
તંદુરી ચા બનાવવાની રીત – તંદુરી ચાય બનાવવાની રીત – Tandoori chai recipe in Gujarati
- ગેસ પર એક વાસણમાં કપ એક દૂધ ગરમ મૂકો
- બીજા ગેસ પર માટીનું કૂલ્લડ ધીમે તાપે ગરમ કરવા મૂકો
- દૂધ ગરમ થાય એટલે તેમાં આદુ નો કટકો છીણીનેનાખો
- તેમજ એલચીને તોડીને નાખો
- હવે તેાં ચા ભૂકી અને ખાંડ નાખો
- મીડીયમ તાપે ચા ને ઉકળવા દો
- બીજી બાજુ કુલર ને બધી બાજુથી ગરમ કરો
- થોડી થોડી વાર ફેરવતા રહો ને બધી બાજુ થી ગરમકરી લ્યો
- ચા બરોબર ઉકળી જાય એટલે તેને બીજા એક કપમાંગરણી વડે ગાળી લ્યો
- હવે કુલર ને ઊંધું કરી ફુલ તાપે બે મિનિટ મિડીયમતાપે ગરમ કરી લો
- ગરમ કુલર ને સાવચેતી એક વાસણમાં મૂકી તેમાંગાળેલી ચાઇ ને ધીરે ધીરે નાખતા જાઓ
- જેથી કુલર નો સ્વાદ અને સુગંધ ચામા બરોબર મિક્સથઇ જસે
- ગરમ કુલર વારી ચા હવે બીજા સર્વિંગ કપમાંનાખી ગરમા ગરમ સર્વ કરો તંદૂરી ચા
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati