નમસ્તે મિત્રો આ તાંદલજા ની ભાજી ને ઘણા લોકો( amaranth sabji ) પણ કહે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે આ તાંદળજાની ભાજી નું શાક કૃષ્ણ ભગવાન એ વિદુરજી ના ઘરે જમ્યા હોવાની પૌરાણિક કથાઓ પણ ઘણી પ્રચલિત છે. આ ભાજી માં ઉનાળા ના અંત અને ચોમાસા ની શરૂઆત થાય ત્યારે બજાર માં જોવા મળતી હોય છે અને હાલ બજાર ખૂબ સારી ભાજી મળે છે તો આ પેટ ને ઠંડક આપે એવી તાંદળજાની ભાજી નું શાક બનાવવી ને ચોક્કસ ખાવું જોઈએ તો ચાલો tandalja ni bhaji banavani rit શીખીએ.
તાંદલજા ની ભાજી બનાવવા જરૂરી સામગ્રી
- જીરું 1 ચમચી
- તાંદળજાની ભાજી 2-3 બંચ
- તેલ 3-4 ચમચી
- હિંગ ¼ ચમચી
- તજ નો ટુકડો 1
- લીલા મરચા સુધારેલા 2-3 ચમચી
- લસણની પેસ્ટ 1-2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1-2
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
તાંદલજા ની ભાજી બનાવવાની રીત
તાંદલજા ની ભાજી નું શાક બનાવવા સૌપ્રથમ તાજા, કાચા અને લીલા રંગની ભાજી લ્યો એમાંથી એક એક કરી બધા જ પાંદડા ને તોડી ને અલગ કરી લ્યો.
હવે સાફ કરેલ પાંદડા ને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લેવા જેથી એના પર ચોંટેલા માટી દૂર થઈ જાય. પાણીથી બરોબર ધોઇ લીધા બાદ ચારણી માં નાખી વઘાર નુંપની નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એને ચાકુથી સુધારી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તજ ની ટુકડો, લીલા મરચા સુધારેલા, લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય એટલે કે ને ત્રણ મિનિટ ચડાવી લ્યો.
ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી એને પણ બરોબર ચડાવી લ્યો. ટમેટા ચડવા આવે એટલે એમાં સુધારેલી તાંદળજાની ભાજી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ભાજી ચડી જાય ત્યાર બાદ જ એમાં મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લેવું અને ફરીથી ભાજી ને ચડાવી લેવી. ભાજી ચડવા આવે એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે જો તમે શાક (જો શાક કોરું બનાવવું હોય તો પાણી ના નાખવું ) ગ્રેવી વાળું બનાવું હોય તો અડધો કપ પાણી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ખાંડ નાંખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લીધા બાદ રોટલી, રોટલા કે ખીચડી સાથે સર્વ કરો તાંદળજાની ભાજી નું શાક.
tandalja ni bhaji recipe notes
- અહી ભાજી સાફ કરતી વખતે પાંદડા પર સફેદ જીવાત ના હોય એનું ખાસ ધ્યાન રાખવું.
- શાક માં ભાજી ના ખાલી પાંદ નો જ ઉપયોગ કરવા નો છે.
- જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
tandalja ni bhaji banavani rit
tandalja ni bhaji banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
તાંદલજા ની ભાજી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી જીરું
- 2-3 બંચ તાંદળજાની ભાજી
- 3-4 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 1 તજ નો ટુકડો
- 2-3 ચમચી લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી લસણની પેસ્ટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 ઝીણા સમારેલા ટામેટા
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
tandalja ni bhaji banavani rit
- તાંદલજા ની ભાજીનું શાક બનાવવા સૌપ્રથમ તાજા, કાચા અને લીલા રંગની ભાજી લ્યોએમાંથી એક એક કરી બધા જ પાંદડા ને તોડી ને અલગ કરી લ્યો.
- હવે સાફ કરેલ પાંદડા ને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ નેસાફ કરી લેવા જેથી એના પર ચોંટેલા માટી દૂર થઈ જાય. પાણીથી બરોબર ધોઇ લીધા બાદ ચારણી માં નાખીવઘાર નુંપની નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એને ચાકુથી સુધારીએક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં જીરું અને હિંગ નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તજ ની ટુકડો, લીલા મરચા સુધારેલા,લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય એટલે કે ને ત્રણ મિનિટ ચડાવી લ્યો.
- ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખીમિક્સ કરી એને પણ બરોબર ચડાવી લ્યો. ટમેટા ચડવા આવે એટલે એમાં સુધારેલી તાંદળજાની ભાજી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ભાજી ચડી જાય ત્યાર બાદ જ એમાં મીઠું સ્વાદ મુજબ નાખી બરોબરમિક્સ કરી લેવું અને ફરીથી ભાજી ને ચડાવી લેવી. ભાજી ચડવા આવે એટલે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે જો તમે શાક (જો શાક કોરું બનાવવું હોય તો પાણી ના નાખવું ) ગ્રેવીવાળું બનાવું હોય તો અડધો કપ પાણી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટપછી એમાં ખાંડ નાંખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લીધા બાદ રોટલી, રોટલા કે ખીચડી સાથે સર્વ કરો તાંદળજાની ભાજી નું શાક.
tandalja ni bhaji recipe notes
- અહી ભાજી સાફ કરતી વખતે પાંદડા પર સફેદ જીવાત ના હોય એનુંખાસ ધ્યાન રાખવું.
- શાક માં ભાજી ના ખાલી પાંદ નો જ ઉપયોગ કરવા નો છે.
- જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કરમદા નું અથાણું બનાવવાની રીત | Karamda nu athanu banavani rit
દાળ ઢોકળી બનાવવાની રીત dal dhokli banavani rit | dal dhokli banavani recipe