રસમ એક સાઉથ ઇન્ડિયન દાળ છે જેના ઘણા બધા હેલ્થ બેનિફિટ રહેલા છે રસમ ને તમે વડા, ભાત સાથે કે કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરી શકો છો. આજ આપણે રસમ ની સાથે રસમ પાઉડર પણ ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો Tameto rasam with rasam powder banavani rit શીખીએ.
રસમ માટેનો મસાલો / પાઉડર બનાવવા માટેની સામગ્રી
- બ્યાદગી મરચા / સૂકા લાલ મરચા 10-15
- ઘી 2-3 ચમચી
- ચણા દાળ 1 -2 ચમચી
- તુવેર દાળ 1-2 ચમચી
- મરી 1-2 ચમચી
- જીરું 2-3 ચમચી
- સૂકા ધાણા 5-6 ચમચી
- મીઠા લીમડા ના પાન 10-15
- મેથી દાણા ½ ચમચી
- હિંગ ½ ચમચી
રસમ બનાવવા માટેની સામગ્રી
- તુવેર દાળ ¼ કપ
- હળદર ¼ + ¼ ચમચી
- તેલ 2-3 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- રાઈ ½ ચમચી
- મીઠા લીમડા ના પાન 10-12
- લસણ ની કણી 5-7
- હિંગ ½ ચમચી
- ટમેટા ઝીણા સમારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- આંબલી નો પલ્પ 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ગોળ 1-2 ચમચી
- મરી પાઉડર 1-2 ચપટી
- ગરમ પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
Tameto rasam with rasam powder banavani rit
ટમેટા રસમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે મરચા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મરચા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. હવે એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય ત્યારે એમાં ચણા દાળ, તુવર દાળ નાખી મિક્સ કરી શેકી લ્યો.
દાળ થોડી શેકાઈ જાય એટલે એમાં મરી નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું, સૂકા ધાણા નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. અને ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, હિંગ અને મેથી દાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
હવે ઠંડા થયેલા સૂકા લાલ મરચાંની દાડી અલગ કરી કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો. ત્યાર બાદ બીજા ઠંડા થયેલા શેકેલ મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી રસમ પાઉડર તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસમ પાઉડર.
રસમ બનાવવાની રીત
તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. અડધા કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો અને દાળ ને કુકર માં નાખો સાથે બે થી ત્રણ કપ પાણી નાખી સાથે હળદર નાખી મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી દાળ ને બાફી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, રાઈ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સુધારેલ લસણ ની કણી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , ટમેટા સુધારેલ, લીલા ધાણા સુધારેલા અને મીઠું નાખી મિક્સ કરી ટમેટા ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ટમેટા બરોબર ચડી જાય અને ગરી જાય ત્યાર બાદ એમાં હળદર, આંબલી નો પલ્પ, ચાર થી પાંચ કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસેલી દાળ, ગોળ, લીલા મરચા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકાળી લ્યો.
દસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ચાર પાંચ ચમચી ગરમ પાણી માં બે ત્રણ ચમચી રસમ પાઉડર મિક્સ કરી ઉકળતી રસમ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. અને જરૂર પ્રમાણે મીઠું, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ટમેટા રસમ વીથ રસમ પાઉડર.
Tameto rasam NOTES
- રસમ હમેશા સાવ પાતળો હોય છે એટલે જો રસમ ઘટ્ટ લાગતો હોય તો હમેશા ગરમ પાણી નાખી પાતળી કરવી.
- એક વખત રસમ પાઉડર તૈયાર કરી તમે પાંચ છ મહિના સુંધી વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ટમેટા રસમ વીથ રસમ પાઉડર બનાવવાની રીત
Tameto rasam with rasam powder | ટમેટા રસમ વીથ રસમ પાઉડર રેસીપી
Equipment
- 1 તપેલી
Ingredients
રસમ માટેનો મસાલો / પાઉડર બનાવવા માટેની સામગ્રી
- 10-15 બ્યાદગી મરચા / સૂકા લાલ મરચા
- 2-3 ચમચી ઘી
- 1-2 ચમચી ચણા દાળ
- 1-2 ચમચી તુવેર દાળ
- 1-2 ચમચી મરી
- 2-3 ચમચી જીરું
- 5-6 ચમચી સૂકા ધાણા
- 10-15 મીઠા લીમડા ના પાન
- ½ ચમચી મેથી દાણા
- ½ ચમચી હિંગ
રસમ બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ તુવેર દાળ
- ¼ + ¼ ચમચી હળદર
- 2-3 ચમચી તેલ
- 1-2 સૂકા લાલ મરચા
- ½ ચમચી રાઈ
- 10-12 મીઠા લીમડા ના પાન
- 5-7 લસણ ની કણી
- ½ ચમચી હિંગ
- 2-3 ટમેટા ઝીણા સમારેલા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી આંબલી નો પલ્પ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી ગોળ
- 1-2 ચપટી મરી પાઉડર
- ગરમ પાણી જરૂર મુજબ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Tameto rasam banavani rit
- ટમેટા રસમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે મરચા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મરચા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. હવે એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય ત્યારે એમાં ચણા દાળ, તુવર દાળ નાખી મિક્સ કરી શેકી લ્યો.
- દાળ થોડી શેકાઈ જાય એટલે એમાં મરી નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું, સૂકા ધાણા નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. અને ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, હિંગ અને મેથી દાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
- હવે ઠંડા થયેલા સૂકા લાલ મરચાંની દાડી અલગ કરી કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો. ત્યાર બાદ બીજા ઠંડા થયેલા શેકેલ મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી રસમ પાઉડર તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસમ પાઉડર.
રસમ બનાવવાની રીત
- તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. અડધા કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો અને દાળ ને કુકર માં નાખો સાથે બે થી ત્રણ કપ પાણી નાખી સાથે હળદર નાખી મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી દાળ ને બાફી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, રાઈ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સુધારેલ લસણ ની કણી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , ટમેટા સુધારેલ, લીલા ધાણા સુધારેલા અને મીઠું નાખી મિક્સ કરી ટમેટા ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ટમેટા બરોબર ચડી જાય અને ગરી જાય ત્યાર બાદ એમાં હળદર, આંબલી નો પલ્પ, ચાર થી પાંચ કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસેલી દાળ, ગોળ, લીલા મરચા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકાળી લ્યો.
- દસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ચાર પાંચ ચમચી ગરમ પાણી માં બે ત્રણ ચમચી રસમ પાઉડર મિક્સ કરી ઉકળતી રસમ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. અને જરૂર પ્રમાણે મીઠું, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ટમેટા રસમ વીથ રસમ પાઉડર.
Tameto rasam NOTES
- રસમ હમેશા સાવ પાતળો હોય છે એટલે જો રસમ ઘટ્ટ લાગતો હોય તો હમેશા ગરમ પાણી નાખી પાતળી કરવી.
- એક વખત રસમ પાઉડર તૈયાર કરી તમે પાંચ છ મહિના સુંધી વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Dudhi na Crispy dosa banavani rit| દુધી ના ક્રીશ્પી ઢોસા બનાવવાની રીત
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati
ઉત્તપમ બનાવવાની રીત | uttapam banavani rit | uttapam recipe in gujarati
જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit