આજે આપણે ટમેટા મેથંબો ( ટમેટા નું અથાણું ) બનાવવાની રીત શીખીશું. આ અથાણું જે લોકો કેરી નથી ખાઈ શકતા કે જેમને કેરી ખાવાની ના હોય એવા લોકો માટે હોય છે જે એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો. કેરી ના અથાણાં ની જેમ જ આ અથાણું રોટલી, રોટલા સાથે ખાઈ શકાય છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો Tameto methambo banavani rit શીખીએ.
ટમેટા મેથંબો બનાવવા જરૂરી સામગ્રી
- પાકેલા કડક ટમેટા 250 ગ્રામ
- ખાંડ 250 ગ્રામ
- રાઈ ના કુરિયા 1 -2 ચમચી
- મેથી ના કુરિયા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- લીંબુના ફૂલ ¼ ચમચી / લીંબુનો રસ 2-3 ચમચી
- તેલ 3-4 ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ટમેટા મેથંબો બનાવવાની રીત
ટમેટા મેથંબો બનાવવા સૌપ્રથમ પાકેલા અને કડક હોય એવા ટમેટા લ્યો એને ઘસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ને છોલી લ્યો અને ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા ટમેટા ના બે ભાગ કરી છીણી વડે છીણી લ્યો અને ટમેટા નો પલ્પ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં સુધારેલ કે છીણેલા ટમેટા નાખો સાથે ખાંડ નાંખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ચડાવી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં મીઠું સ્વાદ મુજબ નાખી ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવી ને ચડાવતા રહો.
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સર જાર માં મેથી ના કુરિયા, રાઈના કુરિયા, વરિયાળી નાખી ને અધકચેરી પીસી ને તૈયાર કરી લ્યો. ટમેટા નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે ત્રણ ચમચી પીસેલા મસાલા ને નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો
હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ટમેટા ના મિશ્રણ માં નાખી દયો અને ટમેટા વાળી કડાઈ ને ધીમા તાપે ગેસ પર ચડવા મૂકો.
બધા મસાલા બરોબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી નાખી અને એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અથાણાં ને ઠંડુ થવા દયો અને અથાણું ઠંડુ થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ટમેટા મેથંબો.
Tameto methambo NOTES
- અહી તમે. લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો જો લીંબુનો રસ નાખો તો છેલ્લે ગેસ બંધ કરી નાખ્યાં પછી લીંબુનો રસ નાખી મિક્સ કરવો.
Tameto methambo banavani rit
Tameto methambo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ટમેટા મેથંબો બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ પાકેલા કડક ટમેટા
- 250 ગ્રામ ખાંડ
- 1-2 ચમચી રાઈ ના કુરિયા
- 1 ચમચી મેથી ના કુરિયા 1 ચમચી
- 1 ચમચી વરિયાળી 1 ચમચી
- ¼ ચમચી લીંબુના ફૂલ ચમચી / લીંબુ નો રસ 2-3 ચમચી
- 3-4 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tameto methambo banavani rit
- ટમેટા મેથંબો બનાવવા સૌપ્રથમ પાકેલા અને કડક હોય એવા ટમેટાલ્યો એને ઘસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ને છોલી લ્યો અને ઝીણા ઝીણા સુધારીલ્યો અથવા ટમેટા ના બે ભાગ કરી છીણી વડે છીણી લ્યો અને ટમેટા નો પલ્પ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં સુધારેલ કે છીણેલા ટમેટા નાખો સાથેખાંડ નાંખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ચડાવી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં મીઠું સ્વાદમુજબ નાખી ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવી ને ચડાવતા રહો.
- મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સર જાર માં મેથી ના કુરિયા, રાઈના કુરિયા, વરિયાળી નાખી ને અધકચેરી પીસી ને તૈયાર કરી લ્યો. ટમેટાનું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંબે ત્રણ ચમચી પીસેલા મસાલા ને નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો
- હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાયએટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ટમેટા નામિશ્રણ માં નાખી દયો અને ટમેટા વાળી કડાઈ ને ધીમા તાપે ગેસ પર ચડવા મૂકો.
- બધા મસાલા બરોબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી નાખી અને એમાંલાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અથાણાં ને ઠંડુ થવાદયો અને અથાણું ઠંડુ થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ટમેટા મેથંબો.
Tameto methambo NOTES
- અહી તમે. લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો જો લીંબુનો રસ નાખો તો છેલ્લે ગેસ બંધ કરી નાખ્યાં પછી લીંબુનોરસ નાખી મિક્સ કરવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
તાંદલજા ની ભાજી બનાવવાની રીત | tandalja ni bhaji banavani rit
શલગમ નું શાક બનાવવાની રીત | Shalgam nu shaak banavani rit
લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit
ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati