આજે આપણે ટમેટા વાળો ઠેંચો બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન ચટણી છે. આ ઠેંચો બનાવવાની રીત ખૂબ સરળ છે અને એક ને એક પ્રકારના ઠેંચા ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવી મજા લઈ શકો છો. આ ઠેંચો એક વખત બનાવી એક બે દિવસ સુંધી ખાઈ શકો છો જે રોટલી, ભાખરી અને રોટલા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો Tameta varo thecho banavani recipe શીખીએ.
Ingredient list
- ટમેટા 3
- સીંગદાણા ¼ કપ
- લીલા મરચા 15-20
- લસણ ની કણી 25-30
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
Tameta varo thecho banavani recipe
ટમેટા વાળો ઠેંચો બનાવવા સૌપ્રથમ ટમેટા બે ધોઇ સાફ કરી લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય એટલે એમાં લીલા મરચા નાખી ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચમચા થી દબાવી મરચા ને શેકી લ્યો અને મરચા શેકાવા આવે એટલે એમાં લસણ ની કણી નાખી એને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવા.
આમ બને સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે લસણ મરચા સાથે કાઢી લ્યો અને એજ કડાઈ માં જીરું નાખી એને પણ શેકી કાઢી લ્યો.
હવે કડાઈ માં બીજી બે ચમચી તેલ નાખી ગરમ કરી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ટમેટા અડધા ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
હવે ખંડણી માં અથવા મિક્સર જારમાં શેકી રાખેલ લસણ, મરચા, જીરું, ટમેટા અને સીંગદાણા નાખો સાથે લીલા ધાણા સુધારેલા, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી દરદરા ફૂટી / પીસી લ્યો. તો તૈયાર છે ટમેટા વાળો ઠેંચો.
Thecha recipe notes
- અહીં ટમેટા ઘણા પાકેલા નહિ લેવા નહિતર ઠેંચા માં પાણી પાણી લાગશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ટમેટા વાળો ઠેંચો બનાવવાની રેસીપી
Tameta varo thecho banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 ખંડણી – ધસ્તો
- 1 મિક્સર
Ingredients
Ingredient list
- 3 ટમેટા
- ¼ કપ સીંગદાણા
- 15-20 લીલા મરચા
- 25-30 લસણ ની કણી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tameta varo thecho banavani recipe
- ટમેટા વાળો ઠેંચો બનાવવા સૌપ્રથમ ટમેટા બે ધોઇ સાફ કરી લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો.
- તેલ ગરમ થાય એટલે એમાં લીલા મરચા નાખી ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ચમચા થી દબાવી મરચા ને શેકી લ્યો અને મરચા શેકાવા આવે એટલે એમાં લસણ ની કણી નાખી એને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવા.
- આમ બને સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે લસણ મરચા સાથે કાઢી લ્યો અને એજ કડાઈ માં જીરું નાખી એને પણ શેકી કાઢી લ્યો.
- હવે કડાઈ માં બીજી બે ચમચી તેલ નાખી ગરમ કરી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ટમેટા અડધા ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
- હવે ખંડણી માં અથવા મિક્સર જારમાં શેકી રાખેલ લસણ, મરચા, જીરું, ટમેટા અને સીંગદાણા નાખો સાથે લીલા ધાણા સુધારેલા, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી દરદરા ફૂટી / પીસી લ્યો. તો તૈયાર છે ટમેટા વાળો ઠેંચો.
Thecha recipe notes
- અહીં ટમેટા ઘણા પાકેલા નહિ લેવા નહિતર ઠેંચા માં પાણી પાણી લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મૂળા ટમેટા ની ચટણી | Mula tameta ni chatni
દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit
લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | lila nariyal ni chatni banavani rit