મિત્રો અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારના પરોઠા બનાવ્યા છે પણ આજ ના પરોઠા એ બધા થી થોડા અલગ સ્વાદ માં તૈયાર થશે. અત્યાર સુંધી આપણે ટમેટા માંથી વિવિધ વાનગીઓ બનાવી છે ત્યારે પરોઠા કેમ બાકી રહી જાય તો આજ આપણે Tameta na parotha – ટમેટા માંથી પરોઠા બનાવવાની રીત શીખીશું.
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બેસન 2-3 ચમચી
- પૌવા 1 કપ
- તેલ 1-2 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- અજમો ½ ચમચી
- ઝીણી સમારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 3-4
- આદુની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- લસણ ની કણી 4-5
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Tameta na parotha banavani rit
ટમેટા ના પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી ઘી / તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, રાઈ નાખી મિક્સ કરી એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
ટમેટા શેકાય છે ત્યાં સુંધી પૌવા ને બે ત્રણ પાણીથી ધોઈ ચારણીમાં નીતરવા મૂકો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી હલાવી લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળીને નાખો સાથે ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો અને મસાલા શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં કસૂરી મેથી, લીલા ધાણા સુધારેલા અને બેસન નાખી બરોબર મિક્સ કરી બેસન ની કચાસ દૂર થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ કરી લેવું. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પૌવા ને મેસ કરી નાખો સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ નાખો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી સ્ટફિંગ નો મસાલો તૈયાર કરી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે કોરા લોટ ની મદદથી પૂરી ના આકાર જેટલી વણી લ્યો ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો અને બધી બાજુથી બરોબર પેક કરી લઈ કોરા લોટની મદદ થી હલકા હાથે પરોઠા ને વણી લ્યો.
ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો અને બને બાજુ શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો. અને ગરમ ગરમ પરોઠા ને ચટણી સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ટમેટા પરોઠા
Parotha recipe notes
- પૌવા ની જગ્યાએ તમે બાફેલા બટાકા પણ વાપરો શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ટમેટા ના પરોઠા બનાવવાની રીત

Tameta na parotha banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 પાટલો વેલણ
- 1 કડાઈ
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી ઘી / તેલ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી બેસન
- 1 કપ પૌવા
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી અજમો
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 3-4 ઝીણા સમારેલા ટામેટા
- 1 ચમચી આદુની પેસ્ટ
- 3-4 લીલા મરચા સુધારેલા
- 4-5 લસણ ની કણી
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કસૂરી મેથી
- 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tameta na parotha banavani rit
- ટમેટા ના પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી ઘી / તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, રાઈ નાખી મિક્સ કરી એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- ટમેટા શેકાય છે ત્યાં સુંધી પૌવા ને બે ત્રણ પાણીથી ધોઈ ચારણીમાં નીતરવા મૂકો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી હલાવી લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળીને નાખો સાથે ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો અને મસાલા શેકી લ્યો.
- મસાલા શેકાઈ જાય એટલે એમાં કસૂરી મેથી, લીલા ધાણા સુધારેલા અને બેસન નાખી બરોબર મિક્સ કરી બેસન ની કચાસ દૂર થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ કરી લેવું. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પૌવા ને મેસ કરી નાખો સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ નાખો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી સ્ટફિંગ નો મસાલો તૈયાર કરી લ્યો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે કોરા લોટ ની મદદથી પૂરી ના આકાર જેટલી વણી લ્યો ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો અને બધી બાજુથી બરોબર પેક કરી લઈ કોરા લોટની મદદ થી હલકા હાથે પરોઠા ને વણી લ્યો.
- ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો અને બને બાજુ શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો. અને ગરમ ગરમ પરોઠા ને ચટણી સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ટમેટા પરોઠા
Notes
- પૌવા ની જગ્યાએ તમે બાફેલા બટાકા પણ વાપરો શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Bajra palak ni idli banavani rit | બાજરા પાલક ની ઈડલી બનાવવાની રીત
Paneer Cheese Cigar roll banavani rit
Paneer pankobi na parotha banavani rit | પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત
Vegetables Millet Cake banavani rit | વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત
lasan chevdo banavani rit | લસણ નો ચેવડો બનાવવાની રીત
baby corn chilli dry banavani rit | બેબી કોર્ન ચીલી ડ્રાય