મિત્રો આ ટમેટા બીટ પાલક નો સૂપ – Tameta beet palak no soup ખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે જે ઘરે બનાવવો ખૂબ સરળ છે અને એક વખત ઘરે બનાવેલ સૂપ પીસો તો બજાર ના સૂપ પીવા ની મજા નહિ આવે કેમકે ઘર ના સૂપ માં કોઈ પણ પ્રકારના શરીર ને નુકશાન કરતા પદાર્થ નથી નાખતા તો આ શિયાળા માં ઘરે સૂપ બનાવી મજા લ્યો.
Ingredient list
- પાલક 500 ગ્રામ
- બીટ 2
- ટમેટા ½ કિલો
- માખણ 2-3 ચમચી
- આદુ લસણની પેસ્ટ 2-3 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ખાંડ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 2 કપ
ગાર્નિશ માટેની સામગ્રી
- શેકેલ કોળા ના બીજ
- શેકેલ સફેદ તલ
- લીલા ધાણા સુધારેલા
- શેકેલ કાજુ ના કટકા
- બ્રેડ ના કટકા
Tameta beet palak no soup banavani rit
ટમેટા બીટ પાલક નો સૂપ બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી મોટી મોટી સુધારી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ છોલી કટકા કરી લ્યો અને ટમેટા ને પણ ધોઇ સાફ કરી કટકા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કુકરમાં માખણ ગરમ કરવા મૂકો. માખણ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે એમાં સુધારેલ પાલક, બીટ અને ટમેટા નાખો અને સાથે પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને ને સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ને બાફેલી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે કડાઈ તૈયાર પ્યુરી ને કડાઈ માં ગરણી વડે ગાળી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને એમાં ખાંડ, મરી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો.
સૂપ ઉકાળી લીધા બાદ તૈયાર સૂપ ને ગાર્નિશ કરો શેકેલ કાજુના કટકા, કોળા ના બીજ અને સફેદ તલ થી અને સર્વ કરો બ્રેડ ના કટકા સાથે તો તૈયાર છે ટમેટા,બીટ, પાલક નો સૂપ.
Soup recipe notes
- અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો અને તમને મીઠાસ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો.
- બાફેલી સામગ્રી ઠંડી થાય ત્યાં બાદ જ પિસવી નહિતર ગરમ ગરમ પીસવા માટે નાખશો તો વરાળ ને કારણે મિક્સર જાર નું ઢાંકણ ખુલી જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ટમેટા બીટ પાલક નો સૂપ બનાવવાની રીત
Tameta beet palak no soup banavani rit
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
Ingredient list
- 500 ગ્રામ પાલક
- 2 બીટ
- ½ કિલો ટમેટા
- 2-3 ચમચી માખણ
- 2-3 ચમચી આદુ લસણની પેસ્ટ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- 2 કપ પાણી
ગાર્નિશ માટેની સામગ્રી
- શેકેલ કોળા ના બીજ
- શેકેલ સફેદ તલ
- શેકેલ કાજુ ના કટકા
- લીલા ધાણા સુધારેલા
- બ્રેડ ના કટકા
Instructions
Tameta beet palak no soup banavani rit
- ટમેટા બીટ પાલક નો સૂપ બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી મોટી મોટી સુધારી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ છોલી કટકા કરી લ્યો અને ટમેટા ને પણ ધોઇ સાફ કરી કટકા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કુકરમાં માખણ ગરમ કરવા મૂકો. માખણ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો.
- હવે એમાં સુધારેલ પાલક, બીટ અને ટમેટા નાખો અને સાથે પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને ને સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ને બાફેલી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
- બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે કડાઈ તૈયાર પ્યુરી ને કડાઈ માં ગરણી વડે ગાળી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને એમાં ખાંડ, મરી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો.
- સૂપ ઉકાળી લીધા બાદ તૈયાર સૂપ ને ગાર્નિશ કરો શેકેલ કાજુના કટકા, કોળા ના બીજ અને સફેદ તલ થી અને સર્વ કરો બ્રેડ ના કટકા સાથે તો તૈયાર છે ટમેટા,બીટ, પાલક નો સૂપ.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિક્સ વેજીટેબલ સૂપ | Mix vegetable soup
મનચાઉ સૂપ બનાવવાની રીત | Manchow soup recipe
નૂડલ્સ સૂપ બનાવવાની રીત | Noodles soup banavani rit
મખાના મિલ્ક ની રેસીપી | Makhana milk ni recipe