નમસ્તે મિત્રો આજે આપણે તલની ગજક બનાવવાની રીત – Tal ni gajak banavani rit શીખીશું. આ તલ ની ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાન ના મુરેન ની તલ ની ગજક ખૂબ પ્રખ્યાત છે If you like the recipe do subscribe Ajmer Rasoi YouTube channel on YouTube આ ગજક બનાવવી થોડું મહેનત નું કામ છે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો તલ ની ગજક બનાવવાની રીત – Tal ni gajak recipe in gujarati શીખીએ
તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી | Tal ni gaja ingredients in gujarati
- સફેદ તલ 1 ½ કપ / 150 ગ્રામ
- ગોળ 200 ગ્રામ
- ખાંડ ½ કપ
- પાણી 1 કપ
- ઘી ¼ કપ
તલની ગજક બનાવવાની રીત | Tal ni gajak recipe in gujarati
તલ ની ગજક બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ શેકી લ્યો ને એક બાજુ મૂકો
બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડી વાર ચડાવો.
ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થી ઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવશેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો
મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશેકી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો
હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો
ત્યાર બાદ સાફ કરી ઘી લગાવેલ પ્લેટફોર્મ પર અથવા જમીન પર તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરી ફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ કૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો.
ત્યાર બાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવા દયો તો તૈયાર છે તલ ની ગજક
Tal ni gajak recipe in gujarati notes
- અહી તમે ગોળ ખાંડ ને ઓગળવા માટે અડધા થી એક કપ પામી નો ઉપયોગ પણ કરી શકો છો તો ઝડપથી પાક તૈયાર થઈ જશે
- ગોળ નો પાક તૈયાર થઈ જાય એટલે એને નવસેકો ઠંડો કરી લીધા બાદ જ હાથ લગાવો અને હાથ પર પાણી કે ઘી કે તેલ લગાવી ને જ ગોળ અડવો નહિતર હાથ બરી શકે છે તો ધ્યાન રાખવું
- ગોળ ને તલ મિક્સ કરી લીધા બાદ એને ફૂટી ને ફોલ્ડ કરવા માટે થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે
Tal ni gajak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajmer Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તલ ની ગજક બનાવવાની રીત | gajak in gujarati
તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | તલ ની ગજક બનાવવાની રીત | tal ni gajak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ધસ્તો
Ingredients
તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી | tal ni gaja ingredients in gujarati
- 150 ગ્રામ સફેદ તલ / 1 ½ કપ
- 200 ગ્રામ ગોળ
- ½ કપ ખાંડ
- 2 કપ પાણી
- ¼ કપ ઘી
Instructions
તલની ગજક | gajak in gujarati | ગજક | તલ ની ગજક | tal ni gajak | tal ni gajak recipe
- તલ ની ગજક બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ શેકી લ્યો ને એક બાજુ મૂકો
- બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટથાય ત્યાં સુધી હલાવતા રહો
- મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડીવાર ચડાવો.
- ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાયએટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થીઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવ શેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો
- મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશ્કેલી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો
- હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો
- ત્યારબાદ સાફ કરી ઘી લગાવેલ પ્લેટફોર્મ પર અથવા જમીનપર તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરીફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ કૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો
- ત્યારબાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવાદયો તો તૈયાર છે તલ ની ગજક
tal ni gajak recipe in gujarati notes
- અહી તમે ગોળ ખાંડ ને ઓગળવા માટે અડધા થી એક કપ પામી નો ઉપયોગ પણ કરી શકો છો તો ઝડપથી પાક તૈયાર થઈ જશે
- ગોળનો પાક તૈયાર થઈ જાય એટલે એને નવસેકો ઠંડો કરી લીધા બાદ જ હાથ લગાવો અને હાથ પર પાણીકે ઘી કે તેલ લગાવી ને જ ગોળ અડવો નહિતર હાથ બરી શકે છે તો ધ્યાન રાખવું
- ગોળને તલ મિક્સ કરી લીધા બાદ એને ફૂટી ને ફોલ્ડ કરવા માટે થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણથઈ જશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સાલમ પાક બનાવવાની રીત | salam pak banavani rit |salam pak recipe in gujarati
કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.