નમસ્તે મિત્રો આજ આપણે સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત – dana muthia nu shaak banavani rit શીખીશું. પાપડી ને વાલોળ પણ કહેવાય છે ને ત્રણ ચાર પ્રકારની વાલોળ શિયાળા દરમ્યાન મળતી હોય છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આ શાક માં શિયાળા માં વધારે બનાવાતું હોય છે કેમ કે શિયાળા માં પાપડી વાલોળ સારી મળતી હોય છે ને મુઠીયા વગર તો જાણે ગુજરાતી શાક જ ના બનતું હોય એમ શિયાળા માં અલગ અલગ શાક માં બનાવી ને નાખતા હોય છે ને જો જમવામાં કોઈ ને મુઠીયા ના આવે તો પછી જોવો શું થાય છે તો આવા ટેસ્ટી મુઠીયા સાથે આજ આપણે વાલોળ દાણા / પાપડી દાણા નું શાક બનાવવાની રીત – dana muthia nu shaak recipe in gujarati શીખીએ.
પાપડી નું શાક બનાવવા માટેની સામગ્રી
- સુરતી પાપડી દાણા 1 ¼ કપ
- તુવેર દાણા 1 કપ
- તેલ 3-4 ચમચી
- અજમો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- ઝીણું સમારેલું લીલું લસણ 2-3 ચમચી
- ગરમ પાણી 1 ½ કપ
મુઠીયા માટેની સામગ્રી
- ઝીણી સુધારેલી મેથી 2 કપ
- ઝીણા સમારેલા લીલાં ધાણા 2-3 ચમચી
- ઘઉં નો લોટ ½ કપ
- ઝીણું સમારેલું લીલું લસણ 2-3 ચમચી
- બેસન ½ કપ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- અજમો ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- તેલ 2-3 ચમચી + તરવા માટે તેલ
- સ્વાદ મુજબ મીઠું
- બેકિંગ સોડા 1-2 ચપટી
- પાણી જરૂર મુજબ
સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક વઘારવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણું સમારેલું લીલું લસણ 1 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1 ચમચી
- બાફેલી પાલક ની પ્યુરી ½ કપ
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીલા નારિયળ નું છીણ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીલું લસણ ઝીણું સમારેલું 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ પાણી ½ કપ
દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક
સુરતી પાપડી દાણા મુઠીયા નુ શાક બનાવવા સૌપ્રથમ આપણે પાપડી દાણા અને તુવેર દાણા ને કુકર માં વઘારી લેશું ત્યાર બાદ એમાં નાખવા ના મુઠીયા નું મિશ્રણ તૈયાર કરી મુઠીયા તરી લેશું અને છેલ્લે બને ને મિક્સ કરવા એક વઘાર કરી ગ્રેવી તૈયાર કરી એમાં બધી સામગ્રી મિક્સ કરી ચડાવી લેશું ને શાક તૈયાર કરીશું
પાપડી દાણા અને તુવેર દાણા ને વઘારવાની રીત
ગેસ પર એક કુકર માં તેલ નાખી ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ,
ત્યાર બાદ એમાં પાપડી દાણા અને તુવેર દાણા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ઝીણું સમારેલું લીલું લસણ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકો,
ત્યાર બાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખો ને બરોબર મિક્સ કરી કુકર બંધ કરો મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
મુઠીયા બનાવવાની રીત
મુઠીયા બનાવવા એક વાસણમાં સાફ કરી ધોઇ ને ઝીણી સુધારેલી મેથી, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણું સમારેલું લીલું લસણ,ઘઉં નો લોટ, બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, ખાંડ, મસળી ને અજમો, લીંબુનો રસ, આદુ પેસ્ટ,સફેદ તલ, તેલ એક બે ચમચી, બેકિંગ સોડા તથા સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એમાંથી ગોળ કે લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો
સુરતી પાપડી દાણા અને મુઠીયા ના શાક નો બીજો વઘાર કે ગ્રેવી બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, આદ પેસ્ટ, લસણ પેસ્ટ, લીલા મરચા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખીને બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો
પાલક થોડી ચડી જય એટલે એમાં ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને કુકર માં બાફેલ પાપડી દાણા ને શાક માં નાખી બરોબર મિક્સ કરી લ્યોને એમાં તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરો,
સાથે અડધો કપ ગરમ પાણી , નારિયળ નું છીણ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી પાપડી દાણા અને મુઠીયા નું શાક
dana muthia nu shaak recipe in gujarati notes
- અહી તમે જો તુવેર દાણા ના નાખવા માંગો તો ના નાખો એકલા પાપડી દાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો અથવા પાપડી સાથે પણ શાક બનાવી શકો છો
dana muthia nu shaak recipe | dana muthia nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dana muthia nu shaak recipe in gujarati | surti papdi dana muthia nu shaak banavani rit
દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક | dana muthia nu shaak recipe | dana muthia nu shaak recipe in gujarati | dana muthia nu shaak banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક બનાવવા માટેની સામગ્રી
- 1¼ કપ સુરતી પાપડી દાણા
- 1 કપ તુવેર દાણા
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
- ¼ હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2-3 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ
- 1 ½ કપ ગરમ પાણી
દાણા મુઠીયા નુ શાક ના મુઠીયા માટેની સામગ્રી
- 2 કપ ઝીણી સુધારેલી મેથી
- 2-3 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- 2-3 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ
- ½ કપ ઘઉંનો લોટ
- ½ કપ બેસન
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલમરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ખાંડ
- ¼ ચમચી અજમો
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી આદુપેસ્ટ
- 1-2 ચમચી સફેદ તલ 1
- 2-3 ચમચી તેલ + તરવા માટે તેલ
- સ્વાદ મુજબ મીઠું
- 1-2 ચપટી બેકિંગ સોડા
- પાણી જરૂર મુજબ
સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક વઘારવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લીલા મરચા સુધારેલા
- ½ કપ બાફેલી પાલક ની પ્યુરી
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ખાંડ
- ¼ કપ લીલા નારિયળ નું છીણ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ ગરમ પાણી
Instructions
દાણા મુઠીયા નુ શાક | પાપડી દાણા મુઠીયા નું શાક | dana muthia nu shaak
- સુરતી પાપડી દાણા મુઠીયા નુ શાક બનાવવા સૌપ્રથમ આપણે પાપડી દાણા અનેતુવેર દાણા ને કુકર માં વઘારી લેશું ત્યાર બાદ એમાં નાખવા ના મુઠીયા નું મિશ્રણ તૈયાર કરી મુઠીયા તરી લેશું અને છેલ્લે બને ને મિક્સ કરવા એક વઘાર કરી ગ્રેવી તૈયાર કરી એમાં બધી સામગ્રી મિક્સ કરી ચડાવી લેશું ને શાક તૈયાર કરીશું
પાપડી દાણા અને તુવેર દાણા ને વઘારવાની રીત
- ગેસ પર એક કુકર માં તેલ નાખી ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ સૂકા લાલ મરચા નાખી મિક્સકરી લ્યો ,
- ત્યારબાદ એમાં પાપડી દાણા અને તુવેર દાણા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ઝીણું સમારેલું લીલું લસણ અને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકો,
- ત્યારબાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખો ને બરોબર મિક્સ કરી કુકર બંધ કરો મિડીયમ તાપેબે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
- મુઠીયા બનાવવાની રીત
- મુઠીયા બનાવવા એક વાસણમાં સાફ કરી ધોઇ ને ઝીણી સુધારેલી મેથી, ઝીણા સમારેલા લીલાં ધાણા,ઝીણું સમારેલું લીલું લસણ,ઘઉં નો લોટ, બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, ખાંડ, મસળી ને અજમો, લીંબુનો રસ,આદુ પેસ્ટ,સફેદ તલ, તેલ એકબે ચમચી, બેકિંગ સોડા તથા સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એમાંથી ગોળ કે લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલેએમાં તૈયાર કરેલ મુઠીયા નાખો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને એક વાસણમાં કાઢીને એક બાજુ મૂકો
સુરતી પાપડી દાણા અને મુઠીયા ના શાક નો બીજો વઘાર કે ગ્રેવી બનાવવાની રીત
- સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, આદ પેસ્ટ, લસણ પેસ્ટ, લીલા મરચા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદએમાં પાલક ની પ્યુરી નાખીને બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો
- પાલક થોડી ચડી જય એટલે એમાં ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને કુકરમાં બાફેલ પાપડી દાણા ને શાક માં નાખી બરોબર મિક્સ કરી લ્યોને એમાં તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરો,
- સાથે અડધો કપ ગરમ પાણી , નારિયળ નું છીણ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યોને ઢાંકી ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી પાપડીદાણા અને મુઠીયા નું શાક
dana muthia nu shaak recipe in gujarati notes
- અહી તમે જો તુવેર દાણા ના નાખવા માંગો તોના નાખો એકલા પાપડી દાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો અથવા પાપડી સાથે પણ શાક બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit | Green chutney recipe in gujarati
ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati
પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.