નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Dharmis Kitchen YouTube channel on YouTube આજે આપણે સુરતી લોચો બનાવવાની રીત – સુરતી લોચો બનાવવાની રેસીપી શીખીશું. સુરતી લોચો એ સવારે નાસ્તામાં કે સાંજે નાસ્તામાં ખાઈ શકાય આ લોચો એના ખાસ મસાલા ને ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. આ લોચો બનવવાઓ ખૂબ સરળ છે જો તેમાં વાપરવામાં આવતી દાળ નું ચોક્કસ પ્રમાણે વાપરીને બનવવામાં આવે તો આજ આપણે એ ચોક્કસ માપ સાથે લોચો એનો મસાલો ને ચટણી બનાવવાની રીત – surti locho recipe with chutney, surti locho recipe in gujarati , surti locho banavani recipe, surti locho banavani rit શીખીએ.
સુરતી લોચો બનાવવા જરૂરી સામગ્રી | surti locho banava jaruri samgri | locho recipe ingredients
- ચણા દાળ 1 કપ
- અડદ દાળ ¼ કપ
- પૌવા ¼ કપ
- દહીં 3 ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ઇનો ½ ચમચી
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લોચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- મરી પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- શેકેલા જીરું નો પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
લોચા માટેની ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા 1 કપ
- ફુદીનો ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- લીંબુનો રસ 2 ચમચી
- દાડિયા દાળ ½ કપ /ફાફડા ⅓ કપ
- જીરું ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ગાર્નિશ માટેની સામગ્રી
- ઝીણી સેવ
- લીલા ધાણા
- તલનું તેલ/ઘી
surti locho recipe with chutney | surti locho recipe in gujarati
સુરતી લોચો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી ચણા દાળ ને અડદ દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલળવા મૂકો
એક બીજા વાટકામાં પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને અડધો ગ્લાસ પાણી નાખી દાળ પીસવા ના એકાદ કલાક પહેલા પલાળી મુકવા
દાળ બરોબર પાંચ છ કલાક પલળી જાય એટલે એનું પાણી નિતારી મિક્સર જારમાં લઇ લ્યો ને સાથે પૌવા નું પાણી નિતારી ને દાળ સાથે નાખી પીસો હવે એમાં દહીં ને પીસવા મટે જરૂર લાગે એ માટે અડધો કપ જેટલું પાણી નાખી દાળ ને દરદરી પીસી લ્યો
પીસેલી દાળ ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યા પર પાંચ છ કલાક આથો આવવા મૂકો
પાંચ છ કલાક બાદ આથો આવી જાય એટલે ચમચા વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર ને તેલ નાખી બરોબર મિક્સ કરો
હવે આ મિશ્રણ ને વાટકી વડે માપી લ્યો (જો એક વાટકી મિશ્રણ હોય તો એમાં બીજું પોણી વાટકી પાણી નાખવું આ મુજબ નો માપ રાખવો) અહી આપનું મિશ્રણ દોઢ વાટકી છે એથી આપણે બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરો
હવે આ મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિક્સ કરો ને એક થાળી ને તેલ થી ગ્રીસ કરો
ગેસ પર એક ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે વચ્ચે કાંઠો મૂકો એના પર ગ્રીસ કરેલ થાળી મૂકો હવે એ થાળીમાં દાળ નું અડધું મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર ને મરી પાવડર છાંટો ને ઢોકરિયું બંધ કરી દસ મિનિટ ચડાવો
લોચો ચડે છે ત્યાં સુંધી એની ચટણી ને મસાલો બનાવી લેવો
સુરતી લોચા નો મસાલો બનાવવાની રીત
એક વાટકા માં શેકેલા જીરું નો પાવડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર ને સંચળ નાખી મિક્સ કરી લેવો તો તૈયાર છે સુરતી લોચાનો મસાલો
સુરતી લોચા ની ચટણી બનાવવાની રીત
એક મિક્સર જાર માં સાફ કરી ધોઇ મૂકેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો, મરચા સુધારેલ, જીરું, લીંબુ નો રસ, ખાંડ, દાડિયા દાળ/ ફાફડા, સ્વાદ મુજબ મીઠું નાખી પીસો જરૂર લાગે તો ¼ કપ પાણી નાખો ને પીસી ને ચટણી તૈયાર કરો
સુરતી લોચો ઢોકરિયા માં ચડી ગયો ગસે થાળી બહાર કાઢો ને બીજી થાળી ગ્રીસ કરી મૂકો એમાં બીજો બચેલ મિશ્રણ નાખી ઉપર લાલ મરચાનો પાઉડર ને મરી પાવડર છાંટો ને ઢાંકી દસ મિનિટ ચડાવો
ગરમ ગરમ લોચા ને તવીથા કે ચમચા વડે કાઢો ને સર્વિંગ પ્લેટમાં મૂકો ઉપર થી તલ નું તેલ/ઘી નાખો લોચા મસાલો ,સેવ ને લીલા ધાણા છાંટો ને ચટણી સાથે સર્વ કરો
Locho recipe in gujarati notes
- લોચા ના મિશ્રણ માં ઇનો નાખ્યા બાદ તરત જ ઢોકરીયા માં ના નખવું એક બે મિનિટ પછી નાખવું અથવા એમાં બનતા ફુગ્ગા ઓછા થાય પછી નાખવું
- લોચા મસાલા ને એક વાર તૈયાર કરી એર ટાઈટ બરણીમાં ભરી ને ફ્રીઝ માં મૂકી લાંબો સમય વાપરી શકો છો
સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Dharmis Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સુરતી લોચો બનાવવાની રેસીપી | surti locho banavani rit
સુરતી લોચો બનાવવાની રીત | surti locho recipe in gujarati | surti locho banavani rit | સુરતી લોચો બનાવવાની રેસીપી
Equipment
- 1 ઢોકરીયું
- 1 મિક્સર
Ingredients
સુરતી લોચો બનાવવા જરૂરી સામગ્રી | surti locho banava jaruri samgri
- 1 કપ ચણાદાળ
- ¼ કપ અડદ દાળ
- ¼ કપ પૌવા
- 3 ચમચી દહીં
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ઇનો
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લોચાનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી મરી પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી શેકેલા જીરું નો પાઉડર
- ½ ચમચી સંચળ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
લોચા માટેની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા
- ½ કપ ફુદીનો
- 2-3 સુધારેલા લીલા મરચા
- 2 ચમચી લીંબુનો રસ 2
- ½ કપ દાડિયા દાળ /ફાફડા ⅓ કપ
- ½ ચમચી જીરું
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ગાર્નિશ માટેની સામગ્રી
- ઝીણી સેવ
- લીલા ધાણા
- તલનું તેલ/ઘી
Instructions
સુરતી લોચો બનાવવાની રીત | surti locho recipe in gujarati | surti locho banavani rit
- સુરતી લોચો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી ચણા દાળ ને અડદ દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલળવા મૂકો
- એક બીજા વાટકામાં પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને અડધો ગ્લાસ પાણી નાખી દાળ પીસવાના એકાદ કલાક પહેલા પલાળી મુકવા
- દાળ બરોબર પાંચ છ કલાક પલળી જાય એટલે એનું પાણી નિતારી મિક્સર જારમાં લઇ લ્યો ને સાથે પૌવાનું પાણી નિતારી ને દાળ સાથે નાખી પીસો હવે એમાં દહીં ને પીસવા મટે જરૂર લાગે એ માટેઅડધો કપ જેટલું પાણી નાખી દાળ ને દરદરી પીસી લ્યો
- પીસેલી દાળ ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યા પર પાંચ છ કલાક આથો આવવા મૂકો
- પાંચછ કલાક બાદ આથો આવી જાય એટલે ચમચા વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર ને તેલ નાખી બરોબર મિક્સ કરો
- હવે આ મિશ્રણ ને વાટકી વડે માપી લ્યો (જો એક વાટકી મિશ્રણ હોય તો એમાં બીજું પોણી વાટકી પાણી નાખવું આ મુજબ નો માપરાખવો) અહી આપનું મિશ્રણ દોઢ વાટકી છે એથી આપણે બે કપ પાણી નાખીબરોબર મિક્સ કરો
- હવે આ મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિક્સ કરો ને એક થાળી ને તેલ થી ગ્રીસ કરો
- ગેસ પર એક ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે વચ્ચે કાંઠો મૂકો એના પરગ્રીસ કરેલ થાળી મૂકો હવે એ થાળીમાં દાળ નું અડધું મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડરને મરી પાવડર છાંટો ને ઢોકરિયું બંધ કરી દસ મિનિટ ચડાવો
- લોચોચડે છે ત્યાં સુંધી એની ચટણી ને મસાલો બનાવી લેવો
સુરતી લોચા નો મસાલો બનાવવાની રીત
- એક વાટકામાં શેકેલા જીરું નો પાવડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર ને સંચળ નાખી મિક્સ કરી લેવો તો તૈયાર છે સુરતી લોચાનો મસાલો
સુરતી લોચા ની ચટણી બનાવવાની રીત
- એક મિક્સર જાર માં સાફ કરી ધોઇ મૂકેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો, મરચા સુધારેલ,જીરું, લીંબુ નો રસ, ખાંડ,દાડિયા દાળ/ ફાફડા, સ્વાદમુજબ મીઠું નાખી પીસો જરૂર લાગે તો ¼ કપ પાણી નાખો ને પીસી નેચટણી તૈયાર કરો
- સુરતી લોચો ઢોકરિયા માં ચડી ગયો ગસે થાળી બહાર કાઢો ને બીજી થાળી ગ્રીસ કરી મૂકો એમાં બીજોબચેલ મિશ્રણ નાખી ઉપર લાલ મરચાનો પાઉડર ને મરી પાવડર છાંટો ને ઢાંકી દસ મિનિટ ચડાવો
- ગરમ ગરમ લોચા ને તવીથા કે ચમચા વડે કાઢો ને સર્વિંગ પ્લેટમાં મૂકો ઉપર થી તલ નું તેલ/ઘી નાખો લોચા મસાલો,સેવ ને લીલા ધાણા છાંટો ને ચટણી સાથે સર્વ કરો
surti locho recipe in gujarati notes
- લોચા ના મિશ્રણ માં ઇનો નાખ્યા બાદ તરત જ ઢોકરીયા માં ના નખવું એક બે મિનિટ પછી નાખવું અથવા એમાં બનતા ફુગ્ગા ઓછા થાય પછી નાખવું
- લોચા મસાલા ને એક વાર તૈયાર કરી એર ટાઈટ બરણીમાં ભરી ને ફ્રીઝ માં મૂકી લાંબો સમય વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati
મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.