નમસ્તે મિત્રો આજે આપણે સુરતી ઘારી બનાવવાની રીત – surti ghari banavani rit શીખીશું. ઘારી એક સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે જે વધારે પડતી સુરતમાં બને છે અને સુરતના લોકો ની પ્રિય મીઠાઈ છે જે આજકાલ વર્લ્ડમાં ખૂબ જ ફેમસ છે આ મીઠાઈ ને બનાવી તમે ૧૦થી ૧૫ દિવસ સુધી રાખી શકો છો વાર તહેવાર કે ઘરના નાના મોટા પ્રસંગમાં પણ બનાવી શકો છો તો ચાલો ghari banavani recipe, surti ghari recipe in gujarati શીખીએ.
ઘારી ની સ્ટફિંગ બનાવવા માટે ની જરૂરી સામગ્રી
- મોરો માવો 1 કપ
- ખાંડ ⅓ કપ
- બદામ પીસેલી ¼ કપ
- પિસ્તા પીસેલા ¼ કપ
- ચણા નો લોટ 2 ચમચી
- ઘી 1 ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
- 8-10 કેસર તાંતણા 1 ચમચી માં પલાળેલી
ઘારી નું ઉપર નું પડ કરવા માટેની સામગ્રી
- મેંદો 1 કપ
- ઘી 2 -3 ચમચી
- જરૂર મુજબ પાણી
ગાર્નિશ માટે ની સામગ્રી
- ઘી 4-5 ચમચી
- પીસેલી ખાંડ 3 ચમચી
- બદામ પિસ્તા ની કતરણ 2-3 ચમચી
સુરતી ઘારી બનાવવાની રીત | ghari banavani rit
ઘારી નું સ્ટફિંગ બનાવવા ની રીત
ઘારી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મોરા માવા ને શેકવા માટે નાખો
માવો માંથી ઘી છૂટુ થવા લાગે ત્યાં સુંધી શેકી લેવો માવો બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા એક વાસણમાં કાઢી લેવો
હવે ગેસ પર એ જ કડાઈમાં એક ચમચી જેટલું ઘી નાખી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો, ચણાનો લોટ ને ધીમા તાપે બરોબર શેકી લેવો
ચણાના લોટ શેકાવાની સુગંધ આવવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં પીસેલી બદામ અને પીસેલા પિસ્તા ને એલચી પાવડર નાખો ને મિક્સ કરો, બદામ પિસ્તા ને બેથી ત્રણ મિનિટ શેકી લેવા, હવે શેકેલું મિશ્રણ ને શેકેલા માવા સાથે મિક્સ કરો, સ્ટફિંગ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા એક બાજુ મૂકી દેવું
સ્ટફિંગ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય છે એટલે તેમાં પલાળેલી કેસર ના તાંતણા ને પીસેલી ખાંડ નાખી મિક્સ કરો , હવે તૈયાર સ્ટફિંગ ના નાના લુવા કે ગોળ કૂકી કટ્ટર થી ઘારી નો આકાર આપી ને સ્ટફિંગ ઘારી તૈયાર કરી લેવી
ધારીના પડ માટે નું કોટીંગ બનાવવા ની રીત
એક વાસણમાં મેંદા નો લોટ લ્યો લોટમાં એકથી બે ચમચી મોણ નાખી બરોબર મિક્સ કરો લોટ અને મોણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ નરમ લોટ બાંધી લો
લોટ બંધાઈ જાય એટલે તેને એક ચમચી ઘી નાખી ફરી મસળી લેવો , હવે બાંધેલા લોટ માંથી પુરી બને એટલા લુવા બનાવી તેની મીડીયમ પાતળી પૂરી વણી લો
(પુરી વળતી વખતે ધ્યાન રાખવું કે પુરી બહુ જાડી ન હોય તેમ જ સાવ પાતળી પણ ના બનાવવી કેમકે જો પુરી ઘણી જાડી હશે તો અંદરથી કાચી રહી જશે અને જો બહુ પાતળી હશે તો તરતી વખતે તૂટી જવાની શક્યતા રહે છે એટલે મીડીયમ પાતળી પૂરી તૈયાર કરવી)
પુરી તૈયાર થઇ જાય એટલે તેમાં ધારીના મિશ્રણના લુવા બનાવેલા હતા તેને લઈ પુરી વચ્ચે મૂકી એક બાજુ થી બંધ કરતા જાઓ ( આપણે બટાકાપરોઠા બનાવ જેમ પુરણ ભરને પરોઠા નો લુવો બંધ કરીએ તેમ જ ઘારી ને બંધ કરવી)
ધારીને બધી બાજુથી પ્રોપર બંધ કરીને વધારા નો જે ઉપર બાજુ લોટ રહે તેને કાઢી લેવો અને જ્યાંથી લોટ વધારાનો કાઢ્યો હોય ત્યાં આંગળી વડે સેજ દબાવી દેવું જેથી ઘારી તરતી વખતે છૂટી ન પડે કે ટૂંકી ન જાય ,આમ બધી ઘારી ને તૈયાર કરી લેવી
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ,ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાં એક એક કરી ઘારી નાખી બંને બાજુ બે-ત્રણ મિનિટ તરી લેવી આમ બધી જ ઘારી ને તરી લેવી
તારેલી ઘારી ને થાળી માં 1-2 કલાક ઠંડી થવા મૂકવી
ઘારી ના ગાર્નિશ માટેની રીત
ઘારી બિલકુલ ઠંડી ત્યાં સુધીમાં એક વાસણ ઘી અને પીસેલી ખાંડ લ્યો ને બંનેને બરોબર મિક્સ કરો હવે ઘી ખાંડ ના મિશ્રણ માં ઠંડી થયેલી ઘારી નાખી બધી બાજુ થી બરોબર કોટિંગ કરી લો
કોટીગ કરેલી ઘારી ને થાળીમાં મૂકો તેના પર બદામ પિસ્તાની કતરણ મૂકો, હવે તૈયાર ઘારી ને એક બે કલાક ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો બે કલાક બાદ ઘારી ખાવા માટે તૈયાર છે
surti ghari recipe in gujarati | surti ghari banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Di ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘારી બનાવવાની રીત | ghari recipe in gujarati
સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit | ghari banavani recipe | surti ghari recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઘારી ની સ્ટફિંગ બનાવવા માટે ની જરૂરી સામગ્રી
- 1 કપ મોરો માવો 1
- ⅓ કપ ખાંડ
- ¼ કપ બદામ પીસેલી
- ¼ કપ પિસ્તા પીસેલા
- 2 ચમચી ચણા નો લોટ
- 1 ચમચી ઘી
- ¼ ચમચી એલચી પાવડર
- 8-10 ચમચી કેસર તાંતણા 1 ચમચી માં પલાળેલી
ઘારી નું ઉપર નું પડ કરવા માટેની સામગ્રી
- 1 કપ મેંદો
- 2-3 ચમચી ઘી
- જરૂર મુજબ પાણી
ગાર્નિશ માટે ની સામગ્રી
- 4-5 ચમચી ઘી ચમચી
- 3 ચમચી પીસેલી ખાંડ
- 2-3 ચમચી બદામ પિસ્તા ની કતરણ
Instructions
સુરતી ઘારી બનાવવાની રીત – ઘારી બનાવવાની રીત – ghari banavani rit – ghari banavani recipe – surti ghari recipe in gujarati
ઘારી નું સ્ટફિંગ બનાવવા ની રીત
- ઘારી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મોરા માવા ને શેકવા માટે નાખો
- માવો માંથી ઘી છૂટુ થવા લાગે ત્યાં સુંધી શેકી લેવો માવો બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા એક વાસણમાં કાઢી લેવો
- હવે ગેસ પર એ જ કડાઈમાં એક ચમચી જેટલું ઘી નાખી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો, ચણાનો લોટ ને ધીમા તાપે બરોબર શેકી લેવો
- ચણા ના લોટ શેકાવાની સુગંધ આવવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં પીસેલી બદામ અને પીસેલા પિસ્તા ને એલચી પાવડર નાખો ને મિક્સ કરો
- બદામ પિસ્તા ને બેથી ત્રણ મિનિટ શેકી લેવા, હવે શેકેલું મિશ્રણ ને શેકેલા માવા સાથે મિક્સ કરો, સ્ટફિંગ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા એક બાજુ મૂકીદેવું
- સ્ટફિંગ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય છે એટલે તેમાં પલાળેલી કેસરના તાંતણા ને પીસેલી ખાંડ નાખી મિક્સ કરો
- હવે તૈયાર સ્ટફિંગ ના નાના લુવા કે ગોળ કૂકી કટ્ટર થી ઘારીનો આકાર આપી ને સ્ટફિંગ ઘારી તૈયાર કરી લેવી
ધારી ના પડ માટે નું કોટીંગ બનાવવા ની રીત
- એક વાસણમાં મેંદા નો લોટ લ્યો લોટમાં એકથી બે ચમચી મોણ નાખી બરોબર મિક્સ કરો લોટ અને મોણ બરોબરમિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ નરમ લોટ બાંધી લો
- લોટ બંધાઈ જાય એટલે તેને એક ચમચી ઘી નાખી ફરી મસળી લેવો
- હવે બાંધેલા લોટ માંથી પુરી બને એટલા લુવા બનાવી તેની મીડીયમ પાતળી પૂરી વણી લો (પુરી વળતી વખતે ધ્યાન રાખવું કે પુરીબહુ જાડી ન હોય તેમ જ સાવ પાતળી પણ ના બનાવવી કેમકે જો પુરી ઘણી જાડી હશે તો અંદરથીકાચી રહી જશે અને જો બહુ પાતળી હશે તો તરતી વખતે તૂટી જવાની શક્યતા રહે છે એટલે મીડીયમપાતળી પૂરી તૈયાર કરવી)
- પુરી તૈયાર થઇ જાય એટલે તેમાં ધારીના મિશ્રણના લુવા બનાવેલા હતા તેને લઈ પુરી વચ્ચે મૂકી એક બાજુ થી બંધ કરતા જાઓ ( આપણે બટાકાપરોઠા બનાવ જેમ પુરણ ભરને પરોઠા નો લુવો બંધ કરીએ તેમ જ ઘારી ને બંધ કરવી)
- ધારી ને બધી બાજુથી પ્રોપર બંધ કરીને વધારા નોજે ઉપર બાજુ લોટ રહેતેને કાઢી લેવો અને જ્યાંથી લોટ વધારાનો કાઢ્યો હોય ત્યાં આંગળી વડે સેજ દબાવી દેવુંજેથી ઘારી તરતી વખતે છૂટી ન પડે કે ટૂંકી ન જાય ,આમ બધી ઘારી ને તૈયાર કરી લેવી
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ,ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાં એક એક કરી ઘારી નાખી બંનેબાજુ બે-ત્રણ મિનિટ તરી લેવી આમ બધી જ ઘારી ને તરી લેવી
- તારેલી ઘારી ને થાળી માં 1-2 કલાક ઠંડી થવા મૂકવી
ઘારી ના ગાર્નિશ માટેની રીત
- ઘારી બિલકુલ ઠંડી ત્યાં સુધીમાં એક વાસણ ઘી અને પીસેલી ખાંડ લ્યો ને બંનેને બરોબર મિક્સ કરો હવે ઘી ખાંડ ના મિશ્રણ માં ઠંડી થયેલી ઘારી નાખી બધી બાજુ થી બરોબર કોટિંગ કરી લો
- કોટીગ કરેલી ઘારી ને થાળીમાં મૂકો તેના પર બદામ પિસ્તાનીકતરણ મૂકો, હવે તૈયાર ઘારી ને એક બે કલાક ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો બે કલાક બાદ ઘારીખાવા માટે તૈયાર છે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Yummy iwill try at home
sure let us know how it test..
મારી ઘારિ નો માવો ઢીલો થાય ગયો છે, શુ કરુ?
માવા માં બેસન / ચણા નો લોટ એકાદ ચમચી અને કાજુ બદામ નો પાઉડર શેકી ને નાખી જુવો અથવા થોડો મોરો માવો શેકી ને પણ નાખી શકો છો ને ધારી નું મિશ્રણ સાવ ઠંડુ થશે ત્યારે જ થોડું કડક થશે ત્યાર પછી જ ધારી બનાવવી