અથાણાં એ દરેક ગુજરાતી ઘર ના ભોજન નું પ્રથમ પસંદીદા વાનગી છે. એના વગર તો ભોજન શરૂ કે પૂરું નથી થતું. અને અથાણાં માં પણ વિવિધ પ્રકારના ખાવા મળે છે આજ આપણે એક એવુંજ નવીન અને સ્વાદિસ્ટ અથાણું બનાવવાની રીત શીખીશું. તો ચાલો Suki kharek keri nu athanu – સૂકી ખારેક કેરી નું અથાણું બનાવવાની રીત શીખીએ.
Ingredients
- કાચી કેરી 500 ગ્રામ
- સૂકી ખારેક 500 ગ્રામ
- છીણેલો ગોળ 750 ગ્રામ
- મીઠુ સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર 1- 2 ચમચી
- રાઈ ના કુરિયા 50 ગ્રામ
- ધાણા ના કુરિયા 50 ગ્રામ
- મેથીના કુરિયા 20 ગ્રામ
- વરિયાળી 25 ગ્રામ
- મરી 2 ચમચી
- હિંગ 1 ચમચી
- તેલ 500- 700 ગ્રામ આશરે
Suki kharek keri nu athanu banavani recipe
સૂકી ખારેક કેરી નું અથાણું બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લઈ છીણી વડે છીણી લ્યો અને છીણેલી કેરી ને એક તપેલી માં નાખો એમ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક ઢાંકી એક બાજુ મૂકો. દસ કલાક પછી સૂકી ખારેક લઈ એની ટોપી અને ઠળીયા અલગ કરી લાંબી લાંબી સુધારી લ્યો.
બાર કલાક પછી ઘર માં એક બાજુ સાફ કોરું કપડું ફેલાવી લ્યો અને મીઠું હળદર લગાવેલ કેરી ની છીણ ને હાથ થી દબાવી દબાવી પાણી નીચોવી કપડાં પર ફેલાવી સૂકવી લ્યો. અને કેરી ના પાણી માં કાપી ને રાખેલ ખારેક ના કટકા નાખી ખારેક ડૂબે એમ પલાડી લેવી. જો ખારેક ન ડૂબે તો તમે બીજા અથાણાં માંથી બચેલ કેરી નું પાણી નાખી એને પણ દસ કલાક પલાળી દેવી. અને એને કેરી ન પાણી માંથી કાઢી કપડા પર ચાર પાંચ કલાક સૂકવી દેવી.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી કથરોટ માં વચ્ચે રાય ના કુરિયા મૂકો અને એમાં વચ્ચે ખાડો કરી એમાં હિંગ મૂકો. રાઈ ના કુરિયા ની ફરતે ધાણા ના કુરિયા અને ધાણા ના કુરિયા ની ફરતે મેથી ના કુરિયા નાખો સાથે વરિયાળી અને મરી પણ નાખી દયો. તેલ ગરમ થાય એટલે એને હિંગ પર નાખી દયો.
ત્યાર બાદ બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો. મસાલા તેલ માં બરોબર ડૂબી જવા જોઈએ. હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તેલ મસાલા ને ઠંડુ કરી લ્યો. મસાલા અને તેલ ઠંડા થાય એટલે એમ છીણેલો ગોળ નાખતા જઈ બરોબર મિક્સ કરતા જસુ.
હવે એમાં સૂકવી રાખેલ કેરી નું છીણ અને સૂકવી રાખેલ ખારેક નાખી બરોબર મિક્સ કરી મોટા વાસણમાં મૂકી દેશું. અને ત્રણ થી ચાર દિવસ સુંધી સવાર સાંજ સાફ કોરા ચમચા થી હલાવી મિક્સ કરી લેશું. ચાર દિવસ પછી અથાણાં ને સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લેશું અને બાર મહિના સુંધી મજા માણીશું. તો તૈયાર છે સૂકી ખારેક કેરી નું અથાણું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સૂકી ખારેક કેરી નું અથાણું બનાવવાની રેસીપી

Suki kharek keri nu athanu banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
- 1 બરણી
Ingredients
- 500 ગ્રામ કાચી કેરી
- 500 ગ્રામ સૂકી ખારેક
- 750 ગ્રામ છીણેલો ગોળ
- મીઠુ સ્વાદ મુજબ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1- 2 ચમચી હળદર
- 50 ગ્રામ રાઈ ના કુરિયા
- 50 ગ્રામ ધાણા ના કુરિયા
- 20 ગ્રામ મેથીના કુરિયા
- 25 ગ્રામ વરિયાળી
- 2 ચમચી મરી
- 1 ચમચી હિંગ
- 500- 700 ગ્રામ તેલ આશરે
Instructions
Suki kharek keri nu athanu banavani recipe
- સૂકી ખારેક કેરી નું અથાણું બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લઈ છીણી વડે છીણી લ્યો અને છીણેલી કેરી ને એક તપેલી માં નાખો એમ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક ઢાંકી એક બાજુ મૂકો. દસ કલાક પછી સૂકી ખારેક લઈ એની ટોપી અને ઠળીયા અલગ કરી લાંબી લાંબી સુધારી લ્યો.
- બાર કલાક પછી ઘર માં એક બાજુ સાફ કોરું કપડું ફેલાવી લ્યો અને મીઠું હળદર લગાવેલ કેરી ની છીણ ને હાથ થી દબાવી દબાવી પાણી નીચોવી કપડાં પર ફેલાવી સૂકવી લ્યો. અને કેરી ના પાણી માં કાપી ને રાખેલ ખારેક ના કટકા નાખી ખારેક ડૂબે એમ પલાડી લેવી. જો ખારેક ન ડૂબે તો તમે બીજા અથાણાં માંથી બચેલ કેરી નું પાણી નાખી એને પણ દસ કલાક પલાળી દેવી. અને એને કેરી ન પાણી માંથી કાઢી કપડા પર ચાર પાંચ કલાક સૂકવી દેવી.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી કથરોટ માં વચ્ચે રાય ના કુરિયા મૂકો અને એમાં વચ્ચે ખાડો કરી એમાં હિંગ મૂકો. રાઈ ના કુરિયા ની ફરતે ધાણા ના કુરિયા અને ધાણા ના કુરિયા ની ફરતે મેથી ના કુરિયા નાખો સાથે વરિયાળી અને મરી પણ નાખી દયો. તેલ ગરમ થાય એટલે એને હિંગ પર નાખી દયો.
- ત્યાર બાદ બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો. મસાલા તેલ માં બરોબર ડૂબી જવા જોઈએ. હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તેલ મસાલા ને ઠંડુ કરી લ્યો. મસાલા અને તેલ ઠંડા થાય એટલે એમ છીણેલો ગોળ નાખતા જઈ બરોબર મિક્સ કરતા જસુ.
- હવે એમાં સૂકવી રાખેલ કેરી નું છીણ અને સૂકવી રાખેલ ખારેક નાખી બરોબર મિક્સ કરી મોટા વાસણમાં મૂકી દેશું. અને ત્રણ થી ચાર દિવસ સુંધી સવાર સાંજ સાફ કોરા ચમચા થી હલાવી મિક્સ કરી લેશું. ચાર દિવસ પછી અથાણાં ને સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લેશું અને બાર મહિના સુંધી મજા માણીશું. તો તૈયાર છે સૂકી ખારેક કેરી નું અથાણું.
Notes
- મીઠું, મરચા પાઉડર અને ગોળ તમને પસંદ હોય એ મુજબ વધુ ઓછા જોઈ લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Masaledar tindola nu shaak | મસાલેદાર ટીંડોડા નું શાક
Mix athanu banavani recipe | મિક્સ અથાણું
Fudina rice banavani rit | ફુદીના રાઈસ બનાવવાની રીત
Lasan vari dahi ni chatni banavani rit | લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત
Dudhi nu masala paneer shaak banavni rit | દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત