મિત્રો આજે આપણે સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી બનાવવાની રીત શીખીશું. આ ઢોસા તમે ઇન્સ્ટન્ટ મિશ્રણ તૈયાર કરી ને બનાવી શકો છો અને ખાવા માં જેટલા સ્વાદિષ્ટ લાગે છે બનાવવા એટલાં સરળ છે અને આ ઢોસા માં સારી માત્રા માં વિટામિન, પ્રોટીન રહેલ છે તો ચાલો Suka chora na dhosa sathe chatni banavani recipe શીખીએ.
ચોરા ના ઢોસા નું ખીરું બનાવવા જરૂરી સામગ્રી
- સૂકા ચોરા 1 ½ કપ
- સોજી ½ કપ
- દહીં 1 કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ નો કટકો ½ ઇંચ
- મીઠા લીમડા ના પાંદ 8-10
- બેકિંગ સોડા 1-2 ચપટી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ /ઘી જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- નારિયળ ના કટકા ½ કપ
- મીઠા લીમડા ના પાંદ ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો 1
- દહીં 2-3 ચમચી
- સીંગદાણા 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- અડદ દાળ ½ ચમચી
- રાઈ ½ ચમચી
- નાની લાંબી ઝીણી સુધારેલી ડુંગળી 1
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડા ના પાંદ 5-7
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
સૂકા ચોરા ના ઢોસા સાથે ચટણી બનાવવાની રેસીપી
સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ ચટણી તૈયાર કરી ઢોસા બનાવી મજા લેશું.
ઢોસા માટેનું મિશ્રણ બનાવવાની રીત
સૂકા ચોરા માંથી ઢોસા બનાવવા સૌપ્રથમ સૂકા ચોરા ને બે ત્રણ પાણીથી ધોઈ આખી રાત અથવા છ થી સાત કલાક પાણી નાખી પલાળી લ્યો. સાત કલાક પછી ચોરા ની પાણી નિતારી એક પાણી થી ધોઇ સાફ કરી બધું પાણી નિતારી લ્યો.
હવે મિક્સર જારમાં ઝીણી સોજી નાખો સાથે દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા ચોરા નાખી પીસી લ્યો અને સ્મુથ પીસવા જરૂર લાગે તો થોડું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ પીસી ને મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી પંદર થી ત્રીસ મિનિટ એક બાજુ મૂકો.
ચટણી બનાવવાની રીત
મિક્સર જારમાં નારિયળ ના કટકા, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, દહીં, સીંગદાણા અને મીઠું નાખી પીસી લ્યો અને ચટણી ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર એક વઘરીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડદ ની દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો,
ત્યાર બાદ સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી થોડા શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને તૈયાર કરેલી ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરો.
ઢોસા બનાવવાની રીત
ઢોસા ના મિશ્રણ ને અડધા કલાક રેસ્ટ આપ્યા પછી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણી અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરી લ્યો અને ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો અને એના પર પા ચમચી તેલ અને ને ચાર ચમચી પાણી છાંટી કપડા થી લુછી તવી ને ગરમ કરી લ્યો,
ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ માંથી જરૂર મુજબ નું મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો અને ઉપર ઘી કે તેલ નાખી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ તવી પરથી ઉતારી લ્યો અને ચટણી સાથે સર્વ કરો સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી.
Recipe notes
- આ ઢોસા તમે મિશ્રણ ને પંદર વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તરત બનાવી શકો છો અથવા પાંચ સાત કલાક આથો આવી જાય ત્યાર બાદ પણ તૈયાર કરી બનાવી શકો છો.
- ઢોસા માં અંદર મનપસંદ શાક ને ઝીણા સમારી ને પણ નાખી શકાય છે અને ઢોસા માટેના બટાકા નું શાક અને સાંભાર બનાવી ને પણ મજા લઇ શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Suka chora na dhosa sathe chatni banavani recipe
Suka chora na dhosa sathe chatni banavani recipe
Equipment
- 1 મિક્સર
- 1 ઢોસા તવી
Ingredients
ચોરા ના ઢોસા નું ખીરું બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ સૂકા ચોરા
- ½ કપ સોજી
- 1 કપ દહીં
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુ નો કટકો
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- 1-2 ચપટી બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ /ઘી જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- ½ કપ નારિયળ ના કટકા
- ½ કપ મીઠા લીમડા ના પાંદ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 આદુનો ટુકડો
- 2-3 ચમચી દહીં
- 2-3 ચમચી સીંગદાણા
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી અડદ દાળ
- ½ ચમચી રાઈ
- 1 નાની લાંબી ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 સૂકા લાલ મરચા
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
Instructions
Suka chora na dhosa sathe chatni banavani recipe
- સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ ચટણી તૈયાર કરી ઢોસા બનાવી મજા લેશું.
ઢોસા માટેનું મિશ્રણ બનાવવાની રીત
- સૂકા ચોરા માંથી ઢોસા બનાવવા સૌપ્રથમ સૂકા ચોરા ને બે ત્રણ પાણીથી ધોઈ આખી રાત અથવા છ થી સાત કલાક પાણી નાખી પલાળી લ્યો. સાત કલાક પછી ચોરા ની પાણી નિતારી એક પાણી થી ધોઇ સાફ કરી બધું પાણી નિતારી લ્યો. હવે મિક્સર જારમાં ઝીણી સોજી નાખો સાથે દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા ચોરા નાખી પીસી લ્યો અને સ્મુથ પીસવા જરૂર લાગે તો થોડું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ પીસી ને મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી પંદર થી ત્રીસ મિનિટ એક બાજુ મૂકો.
ચટણી બનાવવાની રીત
- મિક્સર જારમાં નારિયળ ના કટકા, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, દહીં, સીંગદાણા અને મીઠું નાખી પીસી લ્યો અને ચટણી ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક વઘરીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડદ ની દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી થોડા શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને તૈયાર કરેલી ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરો.
ઢોસા બનાવવાની રીત
- ઢોસા ના મિશ્રણ ને અડધા કલાક રેસ્ટ આપ્યા પછી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણી અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરી લ્યો અને ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો અને એના પર પા ચમચી તેલ અને ને ચાર ચમચી પાણી છાંટી કપડા થી લુછી તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ માંથી જરૂર મુજબ નું મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો અને ઉપર ઘી કે તેલ નાખી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ તવી પરથી ઉતારી લ્યો અને ચટણી સાથે સર્વ કરો સૂકા ચોરા માંથી ઢોસા સાથે ચટણી.
Recipe notes
- આ ઢોસા તમે મિશ્રણ ને પંદર વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તરત બનાવી શકો છો અથવા પાંચ સાત કલાક આથો આવી જાય ત્યાર બાદ પણ તૈયાર કરી બનાવી શકો છો.
- ઢોસા માં અંદર મનપસંદ શાક ને ઝીણા સમારી ને પણ નાખી શકાય છે અને ઢોસા માટેના બટાકા નું શાક અને સાંભાર બનાવી ને પણ મજા લઇ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
South indian red Chutney | સાઉથ ઇન્ડિયન રેડ ચટણી
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit
ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati
અપ્પમ બનાવવાની રીત | appam banavani rit | appam recipe in gujarati
મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit