કહેવાય છે કે સોયાબીન માં સારી માત્રા માં પ્રોટીન મળે છે અને જે લોકો શુધ્ધ શાકાહારી છે એમના માટે પ્રોટીન મેળવવા માટે સોયાબીન ખૂબ સારો સ્ત્રોત છે. પણ સોયાબીન નો સ્વાદ સારો ના હોવાથી એને પસંદ નથી કરતા તેથી આજ કાલ સોયાબીન વડી બજાર માં મળે છે જેમાંથી વિવિધ વાનગીઓ બનાવવી ને હોટલો અને રેસ્ટોરન્ટ માં મળતી હોય છે એવીજ એક વાનગી સોયા ચંકસ કબાબ – Soya chunks kabab આજ આપણે ઘરે ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બનાવતા શીખીશું.
સોયા ચંકસ કબાબ બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ ½ કપ
- સોયા ચંકસ 2 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- લીલા મરચા સુધારેલા 3-4
- લસણ ની કણી 8-10
- આદુનો ટુકડો ½ ઇંચ
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
- પાણી જરૂર મુજબ
સોયા ચંકસ કબાબ બનાવવાની રીત
સોયા ચંકસ કબાબ બનાવવા સૌપ્રથમ સોયા ચંકસ ને એક તપેલીમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સોયા ચંકસ નાખી ને પાંચ મિનિટ ઉકાળી લ્યો. પાંચ મિનિટ પછી સોયા ચંકસ ને ગરમ પાણી માંથી કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ બધી જ સોયા વડીને હથેળી વચ્ચે થોડી થોડી વડી લઈ દબાવી દબાવી ને પાણી નિતારી લ્યો.
હવે પાણી નોતરેલી વડી ને મિક્સર જારમાં પ્લસ મોડમાં અથવા ચોપર માં નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી વડી ને ક્રશ કરી લ્યો. હવે છેલ્લે વડી સાથે સુધારેલ ડુંગળી, લસણ ની કણી, આદુના કટકા, લીલા મરચા સુધારેલા નાખી એને પણ ચોપ કરી લ્યો અને બધા ને એક વાસણમાં કાઢી લ્યો.
પીસેલી વડી માં ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી ગોળ અને ચપટા કરી કબાબ બનાવી ને એક પ્લેટ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી મનગમતા આકાર ના કબાબ તૈયાર કરો લ્યો .
કડાઈ માં અથવા તવી પર તેલ નાખી એમાં તૈયાર કરેલ કબાબ ને મૂકી શેકો. એક બાજુ ગોલ્ડન થાય એટલે બીજી બાજુ ઉથલાવી ને શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ કબાબ ને એક થાળી માં કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા જ કબાબ ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો સોયા ચંકસ કબાબ.
Soya chunks kabab notes
- કબાબ ને તેલ માં શેકવા જેથી કબાબ માં તેલ વધારે ના લાગે. તમે કબાબ ને ઓવેન માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો અથવા તો અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Soya chunks kabab banavani rit
Soya chunks kabab banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
સોયા ચંકસ કબાબ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ચોખા નો લોટ
- 2 કપ સોયા ચંકસ
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 3-4 લીલા મરચા સુધારેલા
- 8-10 લસણ ની કણી
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- 4-5 ચમચી લીલા મરચા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
- પાણી જરૂર મુજબ
Instructions
Soya chunks kabab banavani rit
- સોયા ચંકસ કબાબ બનાવવા સૌપ્રથમ સોયા ચંકસ ને એક તપેલીમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સોયા ચંકસ નાખી ને પાંચ મિનિટ ઉકાળી લ્યો. પાંચ મિનિટ પછી સોયા ચંકસ ને ગરમ પાણી માંથી કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ બધી જ સોયા વડીને હથેળી વચ્ચે થોડી થોડી વડી લઈ દબાવી દબાવી ને પાણી નિતારી લ્યો.
- હવે પાણી નોતરેલી વડી ને મિક્સર જારમાં પ્લસ મોડમાં અથવા ચોપર માં નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી વડી ને ક્રશ કરી લ્યો. હવે છેલ્લે વડી સાથે સુધારેલ ડુંગળી, લસણ ની કણી, આદુના કટકા, લીલા મરચા સુધારેલા નાખી એને પણ ચોપ કરી લ્યો અને બધા ને એક વાસણમાં કાઢી લ્યો.
- પીસેલી વડી માં ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી ગોળ અને ચપટા કરી કબાબ બનાવી ને એક પ્લેટ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી મનગમતા આકાર ના કબાબ તૈયાર કરો લ્યો .
- કડાઈ માં અથવા તવી પર તેલ નાખી એમાં તૈયાર કરેલ કબાબ ને મૂકી શેકો. એક બાજુ ગોલ્ડન થાય એટલે બીજી બાજુ ઉથલાવી ને શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને શેકેલ કબાબ ને એક થાળી માં કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા જ કબાબ ને શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો સોયા ચંકસ કબાબ.
Soya chunks kabab notes
- કબાબ ને તેલ માં શેકવા જેથી કબાબ માં તેલ વધારે ના લાગે. તમે કબાબ ને ઓવેન માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો અથવા તો અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
moong dal mathri | મગ દાળ ની મઠરી બનાવવાની રીત
અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit
ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit
ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati
નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati