આ સોયા ચીલી 65 એ એક ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તા તરીકે સાંજ ના નાસ્તામાં કે પછી કોઈ પાર્ટી માં સ્ટાટર તરીકે પણ સર્વ કરી શકો છો. તમને મંચુરિયન 65 અને ગોબી 65 ભાવતા હોય તો એક આ સોયા ચીલી 65 પણ બનાવી ટ્રાય કરવા જેવા છે તો ચાલો 65 Soya chili 65 banavani rit શીખીએ.
સોયા વડી પલાળવા માટેની સામગ્રી
- ગરમ પાણી 2 -3 કપ
- સોયા વડી / સોયા ચંગસ 1-2 કપ
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- દહીં 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- હિંગ 1-2 ચપટી
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુની પેસ્ટ / આદુ સુધારેલ 1 ચમચી
- લસણ સુધારેલ 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 10-15
- લીંબુનો રસ 1-2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- લાલ મરચાનો પાવડર ½ ચમચી
મેરીનેસન બનાવવા માટેની સામગ્રી
- દહી 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- ચોખા નો લોટ ¼ કપ
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Soya chili 65 banavani recipe
સોયા ચીલી 65 બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ગરમ પાણી લ્યો ત્યાર બાદ એમાં મીઠું સ્વાદ મુજબ, આદુ લસણની પેસ્ટ. દહીં, હિંગ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોયા વડી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં પલાળેલા સોયા વડી નાખી પાંચ સાત મિનિટ ગરમ કરવા મૂકો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.
વડી ને મેરીનેશન કરવાની રીત
વડી માંથી પાણી નીતરી જાય એટલે ફરી એક તપેલી માં નાખો અને એના પર ફરીથી લાલ મરચાનો પાઉડર, આદુ લસણની પેસ્ટ, દહીં, હિંગ, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ફરીથી બે ત્રણ ચમચી ચોખાનો લોટ છાંટી મિક્સ કરી લ્યો.
ગરમ તેલ માં સોયા વડી નાખો અને ને મિનિટ એમજ તરવા દયો. બે મિનિટ પછી ઝારા થી હલાવી મિક્સ કરી લ્યો અને સોયા ને પાંચ સાત મિનિટ તરી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો અને બીજી વડી ને પણ પાંચ સાત મિનિટ તરી કાઢી લ્યો.
ત્યાર બાદ તેલ ને ફૂલ ગરમ કરી લ્યો અને અડધા તરી રાખેલ વડી ને ફરી તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
વઘાર માટેની રીત
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને વરિયાળી નાખો અને તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણ સુધારેલ નાખો અને મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો ,
ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ તરી રાખેલ સોયા વડી નાખો અને સાથે મરી પાઉડર અને લાલ મરચાનો પાઉડર બરોબર મિક્સ કરી લ્યો.
છેલ્લે લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો સોયા ચીલી 65.
Soya chili 65 notes
- અહી જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
- સોયા વડી ને મસાલા વાળા પાણી માં પાંચ સાત કલાક પહેલા પણ પલાળી મૂકી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સોયા ચીલી 65 બનાવવાની રીત
Soya chili 65 banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સોયા વડી પલાળવા માટેની સામગ્રી
- 2 -3 કપ ગરમ પાણી
- 1-2 કપ સોયા વડી / સોયા ચંગસ
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2-3 ચમચી દહીં
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચપટી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી વરિયાળી
- ⅛ ચમચી હિંગ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુની પેસ્ટ / આદુ સુધારેલ
- 1 ચમચી લસણ સુધારેલ
- 10-15 મીઠા લીમડા ના પાંદ
- 1-2 ચમચી લીંબુનો રસ
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાવડર
મેરીનેસન બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી દહી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ⅛ ચમચી હિંગ
- ¼ કપ ચોખા નો લોટ
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Soya chili 65 banavani rit
- સોયા ચીલી 65 બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ગરમ પાણી લ્યો ત્યાર બાદ એમાં મીઠું સ્વાદ મુજબ, આદુ લસણની પેસ્ટ. દહીં, હિંગ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોયા વડી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં પલાળેલા સોયા વડી નાખી પાંચ સાત મિનિટ ગરમ કરવા મૂકો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.
વડી ને મેરીનેશન કરવાની રીત
- વડી માંથી પાણી નીતરી જાય એટલે ફરી એક તપેલી માં નાખો અને એના પર ફરીથી લાલ મરચાનો પાઉડર, આદુ લસણની પેસ્ટ, દહીં, હિંગ, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ફરીથી બે ત્રણ ચમચી ચોખાનો લોટ છાંટી મિક્સ કરી લ્યો.
- ગરમ તેલ માં સોયા વડી નાખો અને ને મિનિટ એમજ તરવા દયો. બે મિનિટ પછી ઝારા થી હલાવી મિક્સ કરી લ્યો અને સોયા ને પાંચ સાત મિનિટ તરી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો અને બીજી વડી ને પણ પાંચ સાત મિનિટ તરી કાઢી લ્યો.
- ત્યાર બાદ તેલ ને ફૂલ ગરમ કરી લ્યો અને અડધા તરી રાખેલ વડી ને ફરી તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
વઘાર માટેની રીત
- ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને વરિયાળી નાખો અને તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણ સુધારેલ નાખો અને મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો ,
- ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ તરી રાખેલ સોયા વડી નાખો અને સાથે મરી પાઉડર અને લાલ મરચાનો પાઉડર બરોબર મિક્સ કરી લ્યો.
- છેલ્લે લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો સોયા ચીલી 65.
Soya chili 65 notes
- અહી જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
- સોયા વડી ને મસાલા વાળા પાણી માં પાંચ સાત કલાક પહેલા પણ પલાળી મૂકી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Jain papdi chaat recipe | જૈન પાપડી ચાટ બનાવવાની રીત
મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit
હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit
જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit
નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati