મિત્રો આજે આપણે સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવાની રીત શીખીશું. સાઉથ ઈન્ડિયન વાનગીમાં એક ની એક ટોપરા ની સફેદ ચટણી ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે સાઉથ ની હોટલો માં ઈડલી ઢોંસા સાથે સફેદ ચટણી સાથે મળી રેડ ચટણી બનાવવાની રીત શીખીશું તો ચાલો South indian red Chutney banavani recipe શીખીએ.
રેડ ચટણી ની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- અડદ દાળ 2 ચમચી
- લસણ ની કણી 8-10
- આદુનો ટુકડો 1 નાનો
- ટમેટા ઝીણા સમારેલા 4-5
- સૂકા લાલ મરચાનો 10-15
- આંબલીનો પલ્પ 1 ચમચી
- ગોળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- દાળિયા દાળ 1-2 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડા ના પાન 8-10
- પાણી જરૂર મુજબ
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવાની રેસીપી
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ ની દાળ નાખી દાળ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ અને આદુ નાખી બને ને પણ બરોબર શેકી લ્યો
હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકી ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં સૂકા લાલ મરચા અને આંબલી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો અને સાથે ગોળ પણ નાખી ને પીસી લ્યો. હવે થોડું પાણી નાખી ફરીથી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.
ચટણી નો વઘાર કરવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ અડદ નાખો અને એને પણ શેકી ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ દાળિયા દાળ અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણીમાં નાખી બરોબર મિક્સ કરી સાઉથ ઈન્ડિયન વાનગી સાથે મજા લ્યો સાઉથ ઇન્ડિયન રેડ ચટણી.
Red chutney notes
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
South indian red Chutney banavani recipe
South indian red Chutney banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
રેડ ચટણી ની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 2 ચમચી અડદ દાળ
- 8-10 લસણ ની કણી
- 1 નાનો આદુનો ટુકડો
- 4-5 ટમેટા ઝીણા સમારેલા
- 10-15 સૂકા લાલ મરચાનો
- 1 ચમચી આંબલીનો પલ્પ
- 1 ચમચી ગોળ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી અડદ દાળ
- ¼ ચમચી હિંગ
- 1-2 ચમચી દાળિયા દાળ
- 1-2 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- પાણી જરૂર મુજબ
Instructions
South indian red Chutney banavani recipe
- સાઉથ ઇન્ડિયન રેડ ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ ની દાળ નાખી દાળ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ અને આદુ નાખી બને ને પણ બરોબર શેકી લ્યો
- હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકી ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં સૂકા લાલ મરચા અને આંબલી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો અને સાથે ગોળ પણ નાખી ને પીસી લ્યો. હવે થોડું પાણી નાખી ફરીથી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.
ચટણી નો વઘાર કરવાની રીત
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ અડદ નાખો અને એને પણ શેકી ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ દાળિયા દાળ અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણીમાં નાખી બરોબર મિક્સ કરી સાઉથ ઈન્ડિયન વાનગી સાથે મજા લ્યો સાઉથ ઇન્ડિયન રેડ ચટણી.
Red chutney notes
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Tameto rasam with rasam powder | ટમેટા રસમ વીથ રસમ પાઉડર રેસીપી
મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit | Masala dosa recipe in Gujarati
ઉત્તપમ બનાવવાની રીત | uttapam banavani rit | uttapam recipe in gujarati
પાલક પનીર ના ઢોસા | Palak paneer na dhosa