આ મેગી આજ આપણે ઘઉંના લોટ માંથી ઘરે બનાવી તૈયાર કરીશું. જે તમે તમારા નાના બાળકો ને પણ આપી શકો છો કેમ કે આ મેગી માં કોઈ પણ પ્રકારની પ્રીઝેવેટિવ નાખતા નથી એટલે આજ પછી આપનો બાળક જ્યારે પણ મેગી ખાવા ની જીદ કરે ત્યારે આ ઘઉંના લોટ ની મેગી બનાવી ખવડાવી શકશો. તો ચાલો soupy atta maggi – સુપી આટા મેગી બનાવવાની રીત શીખીએ.
Ingredients
- ઘઉંનો લોટ બાંધેલો 3-4 લુવા જેટલો
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણું સમારેલું કેપ્સિકમ ½
- લીલા મરચાં સુધારેલ 2- 3
- વટાણા ¼ કપ
- ઝીણું સમારેલું ટામેટાં 1- 2
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ½ ચમચી
- લાલ મરચનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- મેગી મસાલા 1 પેકેટ
- પાણી જરૂર મુજબ
soupy atta maggi banavani rit
સૂપી આટા મેગી બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ માં પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો . પાણી ગરમ થાય ત્યા સુંધી બીજી તપેલી માં બરફ ના કટકા નાખી બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ઠંડું કરી લ્યો હવે બાંધેલા લોટ ને સેવ બનાવવા ન સંચા માં નાખી ઝીણી સેવ વાળી પ્લેટ મૂકો અને સંચો બંધ કરી દયો.
હવે ગેસ પર પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સંચાથી સેવ પાડી દયો અને ફૂલ તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી તૈયાર થયેલ મેગી કાઢી ઠંડા પાણીમાં નાખો અને પાંચ મિનિટ પછી ચારણીમાં કાઢી લ્યો. અને પાણી નીતરી જાય એટલે એના પર બે ચાર ચમચી તેલ નાખી હલકા હાથે મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકો ત્યાર બાદ વટાણા, કેપ્સિયમ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ને ચડાવી લ્યો.
ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને મેગી મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ આપણે મેગી જે પાણીમાં બાફી હતી એ પાણી માંથી એક થી દોઢ કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બાફી રાખેલ મેગી નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ચડાવી લ્યો.
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. સૂપી આટા મેગી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સુપી આટા મેગી બનાવવાની રીત

soupy atta maggi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
- 1 સેવ મશીન
Ingredients
- 3-4 ઘઉંનો લોટ બાંધેલો લુવા જેટલો
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ચમચી લસણની પેસ્ટ
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ઝીણું સમારેલું કેપ્સિકમ
- 2-3 લીલા મરચાં સુધારેલ
- ¼ કપ વટાણા
- 1-2 ઝીણું સમારેલું ટામેટાં
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1 પેકેટ મેગી મસાલા
- પાણી જરૂર મુજબ
Instructions
soupy atta maggi banavani rit
- સૂપી આટા મેગી બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ માં પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો . પાણી ગરમ થાય ત્યા સુંધી બીજી તપેલી માં બરફ ના કટકા નાખી બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ઠંડું કરી લ્યો હવે બાંધેલા લોટ ને સેવ બનાવવા ન સંચા માં નાખી ઝીણી સેવ વાળી પ્લેટ મૂકો અને સંચો બંધ કરી દયો.
- હવે ગેસ પર પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સંચાથી સેવ પાડી દયો અને ફૂલ તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી તૈયાર થયેલ મેગી કાઢી ઠંડા પાણીમાં નાખો અને પાંચ મિનિટ પછી ચારણીમાં કાઢી લ્યો. અને પાણી નીતરી જાય એટલે એના પર બે ચાર ચમચી તેલ નાખી હલકા હાથે મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકો ત્યાર બાદ વટાણા, કેપ્સિયમ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ને ચડાવી લ્યો.
- ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને મેગી મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ આપણે મેગી જે પાણીમાં બાફી હતી એ પાણી માંથી એક થી દોઢ કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બાફી રાખેલ મેગી નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ચડાવી લ્યો.
- પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. સૂપી આટા મેગી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Panipuri flavor na mamra banavani rit | પાણીપુરી ફ્લેવર્સ ના મમરા બનાવવાની રીત
Soji methi bataka roll banavani rit | સોજી મેથી બટાકા રોલ બનાવવાની રીત
papad roll banavani rit | પાપડ રોલ બનાવવાની રીત
Juvar na lot na uttapam banavani rit | જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત
Stuffed pizza bun banavani rit | સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત
advi nu shaak banavani rit | બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત
Uttapam sandwich banavani rit | ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત