નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube આજે આપણે ઘણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી બતાવો તો આજ આપણે સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત – soji na sandwich dhokla banavani rit શીખીશું. આ સોજી ના ઢોકળા ને તમે ઇન્સ્ટન્ટ ઢોકળા પણ કહી શકો છો. સોજી ના ઢોકળા તમે સાદા અથવા લીલી ચટણી સાથે અથવા લાલ ચટણી સાથે સેન્ડવીચ ઢોકળા બનાવી શકો છો આ ઢોકળા બનાવવા ખૂબ સરળ છે ને સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો soji sandwich dhokla recipe in gujarati શીખીએ.
સોજીનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- સોજી 1 ½ કપ
- દહી ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- ઇનો 1 ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
સોજીના સેન્ડવીચ ઢોકળા ની ચટણી બનાવવા માટેની સામગ્રી | Sandwich Dhokla chutney recipe
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- દાડિયા દાળ / શેકેલ ચણા દાળ 1 ચમચી
- સીંગદાણા 1 ચમચી
- લસણ ની કણી 10-12 (ઓપ્શનલ છે)
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ½ ઇંચ ટુકડો
- ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- બરફના ટુકડા 1-2
સેન્ડવીચ ઢોકળા ના વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | soji na sandwich dhokla banavani rit
સૌ પ્રથમ સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત શીખીશું.
સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સુધારી ને મિક્સર જારમાં નાખો હવે એમાં ધોઇ ને સુધારેલ લીલા મરચા, આદુ નાખો
ત્યાર બાદ એમાં લસણ ની કણી, દાડિયા દાળ/ શેકેલ ચણા દાળ, સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ ને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી
સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો ત્યાર બાદ એમાં દહી ને એક થી દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે પંદર થી વીસ મિનિટ એક બાજુ મૂકવું
વીસ મિનિટ પછી મિશ્રણ ને ચમચા થી બરોબર મિક્સ કરો (જો મિશ્રણ ઘટ્ટ લાગે તો પા કપ પાણી નાખી મિક્સ કરવું ) મિશ્રણ બરોબર ઘટ્ટ હોય તો એમાં સ્વાદ મુજબ મીઠું ને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે બે ભાગ સફેદ રહેવા દયો ને એક ભાગ માં જે લીલી ચટણી બનાવેલ એમાંથી ત્રણ ચાર ચમચી ચટણી નાંખી બરોબર મિક્સ કરવું
હવે જે વાસણ માં ઢોકળા બનાવવા હોય એને તેલ થી ગ્રીસ કરી લ્યો ને એક બાજુ મૂકો ને ગેસ પર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી વચ્ચે વચ્ચે કાંઠો મૂકી ને પાણી ગરમ કરવા મૂકો
ત્યારબાદ એક સોજી નું સફેદ મિશ્રણ લ્યો એમાં અડધી ચમચી ઇનો નાખો સાથે એક ચમચી પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખો ને વાસણ ને ઢોકરિયાં માં મૂકો ને ઢોકરિયું બંધ કરી નાખો ને પાંચ મિનિટ ચડવા દયો
હવે જે ચટણી નાખેલ મિશ્રણ હતું એમાં અડધી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણ ને પકડ / સાણસી થી બહાર કાઢો ને એના પર ખોલી એમાં લીલા રંગ નું સોજી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી નાખો ને ઢોકરિયુ બંધ કરી પાંચ મિનિટ ચડવા દયો
ત્યાર બાદ ત્રીજા સફેદ સોજી ના મિશ્રણમાં અડધી ચમચી ઇનો નાખો ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણ ને પકડ / સાણસી થી બહાર કાઢો ને એના પર સફેદ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો ને પાછું વાસણ ઢોકરીયાં માં મૂકી પાંચ મિનિટ ચડાવી લ્યો
સોજી ના ઢોકળા બરોબર ચડી જાય એટલે ઢોકળીયા માંથી કાઢી બિલકુલ ઠંડા થવા દયો ( જો તમે ઢોકળા ને ઠંડા નહિ થવા દયો તો નીકળતી વખતે ઢોકળા તૂટી જસે એટલે ઠંડા થવા દેવા) ઢોકળા સાવ ઠંડા થાય એટલે વાસણ માંથી કટકા કરી ને કાઢી લ્યો
સોજીના સેન્ડવીચ ઢોકળાનો વઘાર કરવાની રીત | sandwich dhokla no vaghar karvani rit
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ને સફેદ તેલ નાખી તતડાવી લ્યો ને એમાં કટકા કરેલ સોજી ના સેન્ડવીચ ઢોકળા નાખી ને હળવે હાથે મિક્સ કરી લ્યો
અથવા જે વાસણમાં ઢોકળા તૈયાર કરેલ છે એના પર તૈયાર વઘાર નાખી શકો છો તો તૈયાર છે સોજી ના સેન્ડવીચ ઢોકળા
sandwich dhokla recipe in gujarati notes
- આ ઢોકળા તમે કેક મોલ્ડમાં કે નાના કપ કેક મોલ્ડ માં નાખી ને કે પછી થાળીમાં બનાવી ને તૈયાર કરી શકો છો
- તમે બે ભાગ માં લીલી ચટણી ને એક ભાગ માં સફેદ રાખી ને અથવા એક ભાગ સફેદ એક ભાગ લીલી ચટણી વારો ને એક ભાગ લાલ ચટણી વારો કરી ને પણ ઢોકળા તૈયાર કરી શકો છો
- આ ઢોકળા બનાવવા તમે રેગ્યુલર ઢોકળા નું ખીરું પણ વાપરી શકો છો.
સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી | sandwich dhokla banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla recipe in gujarati
સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | soji na sandwich dhokla banavani rit | સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી | sandwich dhokla banavani rit | સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla recipe in gujarati
Equipment
- 1 ઢોકરીયુ / કડાઈ
Ingredients
સોજીનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ સોજી
- ½ કપ દહી
- 1 ½ ચમચી ઇનો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
સોજીના સેન્ડવીચ ઢોકળા ની ચટણી બનાવવા માટેની સામગ્રી | Sandwich Dhokla chutney recipe
- 1 કપ લીલાધાણા સુધારેલા
- 1 ચમચી દાડિયાદાળ / શેકેલ ચણા દાળ 1
- 1 ચમચી સીંગદાણા
- 10-12 લસણની કણી (ઓપ્શનલ છે)
- 2-3 લીલામરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી ખાંડ 1
- 2 ચમચી લીંબુનો રસ 2 ચમચી
- 1-2 બરફના ટુકડા
સેન્ડવીચ ઢોકળા ના વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1-2 ચમચી સફેદતલ
- 7-8 મીઠા લીમડાના પાન
Instructions
સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | soji na sandwich dhokla banavani rit | સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી| sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati
- સૌ પ્રથમ સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદસોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાનીરીત શીખીશું.
સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત
- સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સુધારી ને મિક્સર જારમાં નાખો હવે એમાં ધોઇ ને સુધારેલ લીલા મરચા, આદુ નાખો
- ત્યારબાદ એમાં લસણ ની કણી, દાડિયા દાળ/ શેકેલ ચણા દાળ, સીંગદાણા,સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ ને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી
સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો ત્યાર બાદ એમાં દહી ને એક થી દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે પંદર થી વીસ મિનિટ એક બાજુ મૂકવું
- વીસ મિનિટ પછી મિશ્રણ ને ચમચા થી બરોબર મિક્સ કરો (જો મિશ્રણ ઘટ્ટ લાગે તો પા કપ પાણી નાખીમિક્સ કરવું ) મિશ્રણ બરોબર ઘટ્ટ હોય તો એમાં સ્વાદ મુજબ મીઠુંને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે બેભાગ સફેદ રહેવા દયો ને એક ભાગ માં જે લીલી ચટણી બનાવેલ એમાંથી ત્રણ ચાર ચમચી ચટણી નાંખી બરોબર મિક્સ કરવું
- હવે જે વાસણ માં ઢોકળા બનાવવા હોય એને તેલ થી ગ્રીસ કરી લ્યો ને એક બાજુ મૂકો ને ગેસ પર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી વચ્ચે વચ્ચે કાંઠો મૂકી ને પાણી ગરમ કરવા મૂકો
- હવે એક સોજી નું સફેદ મિશ્રણ લ્યો એમાં અડધી ચમચી ઇનો નાખો સાથે એક ચમચી પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખો ને વાસણને ઢોકરિયાં માં મૂકો ને ઢોકરિયું બંધ કરી નાખો ને પાંચ મિનિટ ચડવા દયો
- હવે જે ચટણી નાખેલ મિશ્રણ હતું એમાં અડધી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણને પકડ / સાણસી થી બહાર કાઢો ને એના પર ખોલી એમાં લીલા રંગ નુંસોજી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી નાખો ને ઢોકરિયુ બંધ કરી પાંચ મિનિટ ચડવા દયો
- ત્યારબાદ ત્રીજા સફેદ સોજી ના મિશ્રણમાં અડધી ચમચી ઇનો નાખો ને એક ચમચી પાણી નાખી બરોબરમિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણ ને પકડ / સાણસી થી બહાર કાઢો ને એનાપર સફેદ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો ને પાછું વાસણ ઢોકરીયાં માં મૂકી પાંચમિનિટ ચડાવી લ્યો
- સોજીના ઢોકળા બરોબર ચડી જાય એટલે ઢોકળીયા માંથી કાઢી બિલકુલ ઠંડા થવા દયો ( જો તમે ઢોકળા ને ઠંડા નહિ થવા દયો તો નીકળતી વખતે ઢોકળા તૂટી જસે એટલે ઠંડા થવા દેવા) ઢોકળા સાવ ઠંડા થાય એટલે વાસણ માંથી કટકા કરી ને કાઢી લ્યો
સોજીના સેન્ડવીચ ઢોકળાનો વઘાર કરવાની રીત | sandwich dhokla no vaghar karvani rit
- એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ને સફેદ તેલ નાખી તતડાવી લ્યો ને એમાં કટકા કરેલ સોજી ના સેન્ડવીચ ઢોકળા નાખી ને હળવે હાથે મિક્સ કરી લ્યો
- અથવા જે વાસણમાં ઢોકળા તૈયાર કરેલ છે એના પર તૈયાર વઘાર નાખી શકો છો તો તૈયાર છે સોજી નાસેન્ડવીચ ઢોકળા
sandwich dhokla recipe in gujarati notes
- આ ઢોકળા તમે કેક મોલ્ડમાં કે નાના કપ કેક મોલ્ડ માં નાખી ને કે પછી થાળીમાં બનાવી ને તૈયાર કરી શકો છો
- આ ઢોકળા બનાવવા તમે રેગ્યુલર ઢોકળા નુંખીરું પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit
ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
Very healthy and testy recipe
Thank you so much