અત્યાર સુંધી આપણે બટાકા મેથી, સોજી બટાકા અને સોજી મેથી માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ આજ આપણે આ ત્રણે ને મિક્સ કરી એક નવી જ વાનગી Soji methi bataka roll – સોજી મેથી બટાકા રોલ બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે જેને તમે સવાર કે સાંજ ના નાસ્તા માં કે નાની એવી પાર્ટી માં સર્વ કરી શકો છો અને બાળકો ને ટિફિન કે પ્રવાસ માં પણ આપી શકો છો.
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઝીણી સોજી 1 કપ
- ઘઉંનો લોટ ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બાફી છીણેલા બટાકા 4-5
- ઝીણી સુધારેલી મેથી 250 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 3-4
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
સ્લરી બનાવવા માટેની સામગ્રી
- કોર્ન ફ્લોર ½ કપ
- ચીલી ફ્લેક્સ ½ કપ
- લીલા ધાણા સુધારેલા 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 1 કપ
- તરવા માટે તેલ
Soji methi bataka roll banavani rit
સોજી, મેથી અને બટાકા રોલ બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઝીણી સોજી, ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ને થી ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લઈ લોટ ને બે મિનિટ મસળી લેશું ત્યાર બાદ ફરી એક ચમચી તેલ નાખી લોટ મસળી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
હવે બટાકા ને કુકર માં નાખી પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી બાફી લ્યો અને બટાકા બફાય જય એટલે ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે લીલી મેથી સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો અને પાણી નિતારી લ્યો.
બટાકા ને ઠંડા કરી એક વાસણમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો અને સાથે નીતરેલ લીલી મેથી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મરી પાઉડર, ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ, આદુ લસણની પેસ્ટ, ડુંગળી ઝીણી સુધારેલ, ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
હવે એક વાટકા માં કોર્ન ફ્લોર, ચીલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ પાણી નાખી પાતળી સ્લરી બનાવી તૈયાર કરી લ્યો
હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાંથી બે થી ત્રણ સરખા ભાગ કરી લુવા બનાવી લ્યો અને ત્યાર બાદ એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો. હવે રોટલી પર તૈયાર કરેલ સ્ટફિંગ માંથી ત્રીજા ભાગ નું સ્ટફિંગ રોટલી પર એક સરખું લગાવી લ્યો. ત્યાર બાદ એક બાજુ થી વાળી ને ગોળ કરતા જઈ રોલ બનાવી લ્યો.
ત્યારબાદ તૈયાર રોલ માંથી ચાકુથી મિડીયમ સાઇઝ ગોળ કટકા કરી લ્યો અને બને હથેળી વચ્ચે થોડા બ્દાવી ચપટા કરી લ્યો. આમ બધા લુવા ને વણી એના પર સ્ટફિંગ લગાવી અને રોલ બનાવી ચાકુથી કાપી લ્યો ચપટા કરી એક પ્લેટ માં મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે તૈયાર રોલ ને કોર્ન ફ્લોર ની સ્લરિ માં બોળી બોળી ગરમ તેલ માં એક વખત માં જેટલા કડાઈ માં સમાય એટલા નાખો અને મિડીયમ તાપે રોલ ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ બધા રોલ તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને ચટણી કે સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે સોજી, મેથી અને બટાકા રોલ.
Recipe notes
- લોટ ને થોડો નરમ જ બાંધવો કેમકે સોજી પાણી સાથે ફુલસે એટલે લોટ પોતે થોડો કઠણ થઈ જશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજી મેથી બટાકા રોલ બનાવવાની રીત
Soji methi bataka roll banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
- 1 તેપલી
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઝીણી સોજી
- ½ કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 4-5 બાફી છીણેલા બટાકા
- 250 ગ્રામ ઝીણી સુધારેલી મેથી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 3-4 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
સ્લરી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ કોર્ન ફ્લોર
- ½ કપ ચીલી ફ્લેક્સ
- 2 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ પાણી
- તરવા માટે તેલ
Instructions
Soji methi bataka roll banavani rit
- સોજી, મેથી અને બટાકા રોલ બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઝીણી સોજી, ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ને થી ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લઈ લોટ ને બે મિનિટ મસળી લેશું ત્યાર બાદ ફરી એક ચમચી તેલ નાખી લોટ મસળી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
- હવે બટાકા ને કુકર માં નાખી પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી બાફી લ્યો અને બટાકા બફાય જય એટલે ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે લીલી મેથી સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો અને પાણી નિતારી લ્યો.
- બટાકા ને ઠંડા કરી એક વાસણમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો અને સાથે નીતરેલ લીલી મેથી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મરી પાઉડર, ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ, આદુ લસણની પેસ્ટ, ડુંગળી ઝીણી સુધારેલ, ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
- હવે એક વાટકા માં કોર્ન ફ્લોર, ચીલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ પાણી નાખી પાતળી સ્લરી બનાવી તૈયાર કરી લ્યો
- હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાંથી બે થી ત્રણ સરખા ભાગ કરી લુવા બનાવી લ્યો અને ત્યાર બાદ એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો. હવે રોટલી પર તૈયાર કરેલ સ્ટફિંગ માંથી ત્રીજા ભાગ નું સ્ટફિંગ રોટલી પર એક સરખું લગાવી લ્યો. ત્યાર બાદ એક બાજુ થી વાળી ને ગોળ કરતા જઈ રોલ બનાવી લ્યો.
- ત્યારબાદ તૈયાર રોલ માંથી ચાકુથી મિડીયમ સાઇઝ ગોળ કટકા કરી લ્યો અને બને હથેળી વચ્ચે થોડા બ્દાવી ચપટા કરી લ્યો. આમ બધા લુવા ને વણી એના પર સ્ટફિંગ લગાવી અને રોલ બનાવી ચાકુથી કાપી લ્યો ચપટા કરી એક પ્લેટ માં મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે તૈયાર રોલ ને કોર્ન ફ્લોર ની સ્લરિ માં બોળી બોળી ગરમ તેલ માં એક વખત માં જેટલા કડાઈ માં સમાય એટલા નાખો અને મિડીયમ તાપે રોલ ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ બધા રોલ તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને ચટણી કે સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે સોજી, મેથી અને બટાકા રોલ.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મૂળા બાજરા ના પરોઠા | Mula bajra na parotha
પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati
વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | white sauce pasta banavani rit
વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | કટલેસ બનાવવાની રીત
તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati
લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati