અત્યાર સુંધી આપણે બજાર માંથી અલગ અલગ ધાન માંથી બનેલી બ્રેડ લઈ સેન્ડવીચ બનાવી છે પણ આજ આપણે ઘરે સોજી ના મિશ્રણ માંથી બ્રેડ બનાવી વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ તૈયાર કરીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગશે અને હેલ્થી પણ હસે. તો ચાલો Soji mathi Sandwich banavani rit શીખીએ.
સોજી નું મિશ્રણ તૈયાર કરવા માટેની સામગ્રી
- દહી ½ કપ
- સોજી 1 ½ કપ
- આદુ પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઈનો 1-2 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- પાણી જરૂર મુજબ
સેન્ડવિચ નું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 5-6
- આદુ પેસ્ટ 1 ચમચી
- લસણ સુધારેલ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- ઝીણા સમારેલા ગાજર ½ કપ
- કેપ્સિકમ ઝીણા સમારેલા ½ કપ
- ઝીણી સુધારેલી ફણસી ¼ કપ
- ઝીણી સુધારેલી પાનકોબી ½ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠા લીમડા ના પાન 5-7
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
Soji mathi Sandwich banavani rit
સોજી માંથી સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ સોજી નું મિશ્રણ તૈયાર કરીશું. એક વાસણમાં સોજી, દહીં, આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ફરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જો મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ માં ઈનો નાખી બીજી બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તેલ થી ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળી માં મિશ્રણ નાખી મોલ્ડ કે થાળી ને કડાઈ માં મૂકી ઢાંકી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડા ના પાન, લસણ ના કટકા અને આદુ પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, ફણસી નાખી ચાર પાંચ મિનિટ શેકી લેવા.
છેલ્લા એમાં કેપ્સીકમ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો બે મિનિટ શેકી લીધા બાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડા કરી લ્યો.
હવે ઠંડા થયેલ સોજી મોલ્ડ માંથી ચોરસ અથવા ગોળ કટકા કરી લ્યો અને ચાકુ થી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી સ્લાઈસ તૈયાર કરો અને હવે બને ભાગ માં લીલી ચટણી લગાવી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ મૂકી સ્લાઈસ ની ચારે તરફ ફેલાવી લ્યો અને ઉપર બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી લ્યો.
આમ બીજી સ્લાઈસ કરી એમાં ચટણી લગાવી અને સ્ટફિંગ મૂકી બીજી સ્લાઈસ મૂકો અને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ સેન્ડવીચ મૂકી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચટણી સોસ સાથે મજા લ્યો સોજી માંથી સેન્ડવીચ.
Soji Sandwich NOTES
- સેન્ડવિચ માં સ્ટફિંગ માં તમે બટાકા નું મિશ્રણ, નૂડલ્સ નું મિશ્રણ કે તમારી પસંદ ના મિશ્રણ મૂકી તૈયાર કરી શકો છો.
સોજી માંથી સેન્ડવીચ બનાવવાની રીત
Soji mathi Sandwich banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી નું મિશ્રણ તૈયાર કરવા માટેની સામગ્રી
- 1½ કપ સોજી
- ½ કપ દહી
- 1 ચમચી આદુ પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- 1-2 ચમચી ઈનો
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
સેન્ડવિચ નું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી
- 5-6 બાફેલા બટાકા
- 1 ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લસણ સુધારેલ
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કપ ઝીણા સમારેલા ગાજર
- ½ કપ કેપ્સિકમ ઝીણા સમારેલા
- ¼ કપ ઝીણી સુધારેલી ફણસી
- ½ કપ ઝીણી સુધારેલી પાનકોબી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 5-7 મીઠા લીમડા ના પાન
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
Instructions
Soji mathi Sandwich banavani rit
- સોજી માંથી સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ સોજીનું મિશ્રણ તૈયાર કરીશું. એક વાસણમાં સોજી, દહીં, આદુ ની પેસ્ટ, લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠુંસ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટમિશ્રણ તૈયાર કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી બે ત્રણગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણીગરમ થાય ત્યાં સુંધી ફરીમિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જો મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો જરૂર મુજબ પાણી નાખીમીડીયમ ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ માં ઈનો નાખી બીજી બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તેલ થી ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળી માંમિશ્રણ નાખી મોલ્ડ કે થાળી ને કડાઈ માં મૂકી ઢાંકી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ને ગરમ કરી લ્યોતેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડા ના પાન, લસણના કટકા અને આદુ પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે ઝીણા સમારેલાગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, ફણસી નાખી ચાર પાંચ મિનિટ શેકી લેવા.
- છેલ્લા એમાં કેપ્સીકમ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો બેમિનિટ શેકી લીધા બાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમમસાલો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખીબરોબર મિક્સ કરી લ્યો અને ઠંડા કરી લ્યો.
- હવે ઠંડા થયેલ સોજી મોલ્ડ માંથી ચોરસ અથવા ગોળ કટકા કરીલ્યો અને ચાકુ થી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી સ્લાઈસ તૈયાર કરો અને હવે બને ભાગમાં લીલી ચટણી લગાવી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ મૂકી સ્લાઈસ ની ચારે તરફ ફેલાવીલ્યો અને ઉપર બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી લ્યો.
- આમ બીજી સ્લાઈસ કરી એમાં ચટણી લગાવી અને સ્ટફિંગ મૂકી બીજીસ્લાઈસ મૂકો અને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકોતવી ગરમ થાય એટલે તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ સેન્ડવીચ મૂકી બને બાજુ ગોલ્ડનથાય ત્યાં સુંધી શેકી લ્યો અને સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચટણી સોસ સાથે મજા લ્યોસોજી માંથી સેન્ડવીચ.
Soji Sandwich NOTES
- સેન્ડવિચ માં સ્ટફિંગ માં તમે બટાકા નું મિશ્રણ, નૂડલ્સ નું મિશ્રણ કે તમારી પસંદ ના મિશ્રણ મૂકી તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
કાબુલી ચણા નો સલાડ | Kabuli chana no salad
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit
બેસન ના ચિલ્લા બનાવવાની રીત | besan na chilla banavani rit
ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit
હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit