આજે આપણે ઘરે સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત શીખીશું. આજે આપણે ખૂબ જ ઓછા તેલ માં અને ચટપટો સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત – Soji besan no nasto banavani rit શીખીશું , If you like the recipe do subscribe Amma Ki Thaali YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. સવાર ના કે સાંજે નાસ્તા માં ચાય સાથે કે ચટણી સાથે ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ચટપટો સોજી બેસન નો નાસ્તો બનાવતા શીખીએ.
સોજી બેસન નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- બેસન ½ કપ
- સોજી ½ કપ
- દહી 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા ટામેટા 1
- જીરું પાવડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
- ધાણા પાવડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ગ્રેટ કરેલ બટેટા 1
- બેકિંગ સોડા
- તેલ 3 ચમચી
સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત
સોજી બેસન નો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે તેમાં દહી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને એક બેટર તૈયાર કરી લ્યો. ઢોકળા ના બેટર જેવું બેટર તૈયાર કરવું. હવે તેને પાંચ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા, જીરું પાવડર, ગરમ મસાલો, હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ગ્રેટ કરેલ બટેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક નાની થાળી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં નાસ્તા નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં થાળી રાખો. હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે દસ મિનિટ સુધી તેને ચડવા દયો.
ત્યાર બાદ કઢાઇ માંથી થાળી ને બારે કાઢી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ફરતે કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને થાળી માંથી બારે કાઢી લ્યો. હવે તેના આમને સામને છ પીસ થાય તે રીતે કટ લગાવી લ્યો.
ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સોજી બેસન ના નાસ્તા ના પીસ રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણો સોજી બેસન નો ટેસ્ટી અને ચટપટો નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી બેસન નો નાસ્તો ખાવાનો આનંદ માણો.
Soji besan nasta recipe notes
- સોજી બેસન ના નાસ્તા માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
Soji besan no nasto banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Amma Ki Thaali ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Soji besan no nasta recipe in gujarati
સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત | Soji besan no nasto banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી બેસન નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ બેસન
- ½ કપ સોજી
- 2 ચમચી દહી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ઝીણા સુધારેલા ટામેટા
- ½ ચમચી જીરું પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ કપ ઝીણા સુધારેલા કેપ્સી કમ
- ½ ચમચી ધાણા પાવડર
- ¼ ચમચી હળદર
- 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ગ્રેટ કરેલ બટેટા
- બેકિંગ સોડા
- 3 ચમચી તેલ
Instructions
સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત
- સોજી બેસન નો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી લ્યો. હવે તેમાં બેસન નાખો.હવે તેમાં દહી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને એક બેટર તૈયાર કરી લ્યો. ઢોકળા ના બેટર જેવું બેટર તૈયાર કરવું. હવે તેને પાંચ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા, જીરું પાવડર, ગરમ મસાલો, હળદર,ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા કેપ્સીકમ,ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ગ્રેટ કરેલ બટેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે એક નાની થાળી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં નાસ્તા નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચેએક સ્ટેન્ડ રાખો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં થાળી રાખો.હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે દસ મિનિટ સુધી તેને ચડવા દયો.
- ત્યારબાદ કઢાઇ માંથી થાળી ને બારે કાઢી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ફરતે કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને થાળી માંથી બારે કાઢી લ્યો. હવે તેના આમને સામને છ પીસ થાયતે રીતે કટ લગાવી લ્યો.
- ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સોજી બેસનના નાસ્તા ના પીસ રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણો સોજી બેસન નો ટેસ્ટી અને ચટપટો નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી બેસન નો નાસ્તો ખાવાનો આનંદ માણો.
Soji besan nasta recipe notes
- સોજી બેસન ના નાસ્તા માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Pauva no testy nasto banavani rit
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati