નમસ્તે મિત્રો આજે આપણે સોફ્ટ અને ફ્લ્ફી મેંગલોર બન્સ બનાવવાની રીત – Soft Fluffy Mangalore Buns banavani rit શીખીશું, If you like the recipe do subscribe Indian Tastebuds YouTube channel on YouTube , મેંગલોર બન્સ એ ઉડીપી વાનગી છે જે સવાર ના નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તામાં સર્વ કરવામાં આવતા હોય છે જે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે જે આપણા ગુલગુલે જેવા લાગતા હોય છે પણ થોડા સ્વાદ માં અલગ હોય છે તો ચાલો Mangalore Buns recipe in gujarati શીખીએ.
મેંગલોર બન્સ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- પાકા કેળા 2-3
- ખાંડ ½ કપ
- દહી ¼ કપ
- મલાઈ 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- મીઠું ¼ ચમચી
- જીરું 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- ઘી 2 ચમચી
- તરવા માટે તેલ
મેંગલોર બન્સ બનાવવાની રીત
મેંગલોર બન્સ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કેળા સુધારી ને નાખો સાથે ખાંડ, દહીં, મલાઈ, એલચી પાઉડર, મીઠું નાખી ને પીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો,
હવે એમાં ચાળી મેંદા નો લોટ , જીરું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો નરમ લોટ તૈયાર કરો હવે એના પર ઘી લગાવી દયો.
ત્યારબાદ એક કપડું ભીનું કરી બરોબર નીચોવી ને ઢાંકી મુકો અને કપડા પર પ્લેટ મૂકી દયો હવે ગરમ જગ્યાએ આથો આવવા ઓછા માં ઓછી આઠ થી નવ કલાક અથવા આખી રાત મૂકી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ મેથી એક ચમચી લોટ લ્યો એમાંથી લુવો બનાવી કોરા લોટ થી મિડીયમ જાડો વણી લ્યો આમ બે ત્રણ લુવા બનાવી વણી ને તૈયાર કરી લ્યો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણી રાખેલ બન્સ નાખો ને ઉપર ની બાજુ કડછી થી ગરમ તેલ નાખતા જાઓ.
આમ એક બાજુ બન્સ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી ને પેપર નેપકીન પર નાખો જેથી વધારાનું તેલ નીકળી જાય આમ બીજા બન્સ વણી ને મિડયમ ગરમ તેલમાં નાખો ને બધા બન્સ ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને પેપર નેપકીન પર મૂકતા જાઓ તૈયાર બન્સ ને નારિયળ ની ચટણી અને વેજ કુરમાં સાથે સર્વ કરો મેંગલોર બન્સ.
Mangalore Buns recipe in gujarati notes
આ મેંગલોર બન્સ માટે આથો બરોબર આવેલ હોવો જોઈએ ગરમી ની સીઝન માં છ સાત કલાક માં આથો આવી જાય છે પણ ઠંડી ની સીઝન માં આઠ દસ કલાક તો ક્યારેક બાર કલાક પણ લાગે છે.
આ બન્સ ને તમે અપ્પમ પાત્રમાં ઓછા તેલ માં પણ બનાવી શકો છો.
Mangalore Buns banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Tastebuds ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mangalore Buns recipe in gujarati
સોફ્ટ અને ફ્લ્ફી મેંગલોર બન્સ બનાવવાની રીત | Soft Fluffy Mangalore Buns banavani rit | Soft Fluffy Mangalore Buns recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મેંગલોર બન્સ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ મેંદાનો લોટ
- 2-3 પાકા કેળા
- ½ કપ ખાંડ
- ¼ કપ દહી
- 2-3 ચમચી મલાઈ
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી મીઠું
- 1 ચમચી જીરું
- ¼ ચમચી બેકિંગ સોડા
- 2 ચમચી ઘી 2 ચમચી
- તરવા માટે તેલ
Instructions
મેંગલોર બન્સ બનાવવાની રીત | Mangalore Buns banavani rit | Mangalore Buns recipe in gujarati
- મેંગલોર બન્સ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કેળા સુધારી ને નાખો સાથે ખાંડ, દહીં, મલાઈ, એલચી પાઉડર, મીઠું નાખી નેપીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો,
- હવે એમાં ચાળી મેંદા નો લોટ, જીરું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યોનરમ લોટ તૈયાર કરો હવે એના પર ઘી લગાવી દયો.
- હવે એક કપડું ભીનું કરી બરોબર નીચોવી ને ઢાંકી મુકો અને કપડા પર પ્લેટ મૂકી દયો હવે ગરમ જગ્યાએ આથો આવવા ઓછા માં ઓછી આઠ થી નવ કલાક અથવા આખી રાત મૂકી દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ મેથી એક ચમચી લોટ લ્યો એમાંથી લુવો બનાવી કોરા લોટ થી મિડીયમ જાડો વણી લ્યો આમ બે ત્રણ લુવા બનાવી વણીને તૈયાર કરી લ્યો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણી રાખેલ બન્સ નાખો ને ઉપરની બાજુ કડછી થી ગરમ તેલ નાખતા જાઓ.
- આમ એક બાજુ બન્સ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી ને પેપર નેપકીન પર નાખો જેથી વધારાનું તેલ નીકળી જાય આમ બીજા બન્સ વણી ને મિડયમ ગરમ તેલમાં નાખો ને બધા બન્સ ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને પેપર નેપકીન પર મૂકતા જાઓ તૈયાર બન્સ ને નારિયળ ની ચટણી અને વેજ કુરમાં સાથે સર્વ કરો મેંગલોર બન્સ.
Mangalore Buns recipe in gujarati notes
- આ મેંગલોર બન્સ માટે આથો બરોબર આવેલ હોવો જોઈએ ગરમી ની સીઝન માં છ સાત કલાક માં આથો આવી જાય છેપણ ઠંડી ની સીઝન માં આઠ દસ કલાક તો ક્યારેક બાર કલાક પણ લાગે છે.
- આ બન્સને તમે અપ્પમ પાત્રમાં ઓછા તેલ માં પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati
ચોકો લાવા કેક બનાવવાની રીત | Choco lava cake recipe in Gujarati
લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati | lachha paratha banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.