નમસ્તે મિત્રો આજે આપણે sitafal basundi banavani rit – સીતાફળ બાસુંદી બનાવવાની રીત શીખીશું. બાસુંદી નાના મોટા દરેક ને પસંદ આવતી હોય છે, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube , બાસુંદી સાદી અને અલગ અલગ પ્રકારના સ્વાદ વાળી બનતી હોય છે આજ કલ બજારમાં સીતાફળ ખૂબ સારા આવે છે તો આજ આપણે એમાંથી બાસુંદી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ને બધા ને પસંદ આવશે. તો ચાલો sitafal basundi recipe in gujarati શીખીએ.
સીતાફળ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
- કેસર ના તાંતણા 15-20
- ખાંડ ¼ કપ
- છીણેલો મોરો માવો 100 ગ્રામ
- કાજુ ની કતરણ 3-4 ચમચી
- પિસ્તા ની કતરણ 4-5 ચમચી
- બદામ ની કતરણ 4-5 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- સીતાફળ 4-5 નો પલ્પ
sitafal basundi banavani rit
સીતાફળ બાસુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં થી પા કપ દૂધ લઇ એમાં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકો અને બાજુ ના દૂધ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં કેસર ના તાંતણા વાળુ દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં છીણેલો મોરો માવો નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
દસ મિનિટ પછી એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બાસુંદી ને ઠંડી થવા દયો બાસુંદી ઠંડી થાય એટલે ફ્રીઝ માં મૂકી દયો. અને સીતાફળ ના બીજ ને અલગ કરી પલ્પ અલગ કરી લ્યો અને પલ્પ ને પણ ફ્રીઝ માં ઠંડો થવા મૂકો.
બાસુંદી અને પલ્પ ને બે ત્રણ કલાક ઠંડા કરી લીધા બાદ બહાર કાઢી ને બાસુંદી માં સીતાફળ નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો અને ઉપર થી થોડી બીજ કાઢેલ સીતાફળ ની પીસી, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી સર્વ કરો સીતાફળ બાસુંદી.
sitafal basundi recipe in gujarati notes
- અહી તમે બાસુંદી ને ઘટ્ટ કરવા મોરા માવા ની જગ્યાએ મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
- સીતાફળ નો પલ્પ ની જગ્યાએ સીતાફળ ની પીસી માંથી બીજ કાઢી ને પીસી પણ નાખી શકો છો.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
sitafal basundi recipe in gujarati
સીતાફળ બાસુંદી | sitafal basundi | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સીતાફળ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
- 15-20 કેસરના તાંતણા
- ¼ કપ ખાંડ
- 100 ગ્રામ છીણેલો મોરો માવો
- 3-4 ચમચી કાજુની કતરણ
- 4-5 ચમચી પિસ્તાની કતરણ
- 4-5 ચમચી બદામની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
- 4-5 સીતાફળ નો પલ્પ
Instructions
sitafal basundi banavani rit | સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi recipe in gujarati
- સીતાફળ બાસુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયા વાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં થી પા કપ દૂધ લઇ એમાં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકો અને બાજુ ના દૂધ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
- દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં કેસર ના તાંતણા વાળુ દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં છીણેલો મોરો માવો નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
- દસ મિનિટ પછી એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.
- પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બાસુંદી ને ઠંડી થવા દયો બાસુંદી ઠંડી થાય એટલે ફ્રીઝમાં મૂકી દયો. અને સીતાફળ ના બીજ ને અલગ કરી પલ્પ અલગ કરી લ્યો અને પલ્પ ને પણ ફ્રીઝ માં ઠંડો થવા મૂકો.
- બાસુંદી અને પલ્પ ને બે ત્રણ કલાક ઠંડા કરી લીધા બાદ બહાર કાઢી ને બાસુંદી માં સીતાફળ નો પલ્પનાખી મિક્સ કરી લ્યો અને ઉપર થી થોડી બીજ કાઢેલ સીતાફળ ની પીસી, બદામ ની કતરણ અને પિસ્તા નીકતરણ છાંટી સર્વ કરો સીતાફળ બાસુંદી.
sitafal basundi recipe in gujarati notes
- અહી તમે બાસુંદી ને ઘટ્ટ કરવા મોરા માવા ની જગ્યાએ મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
- સીતાફળનો પલ્પ ની જગ્યાએ સીતાફળ ની પીસી માંથી બીજ કાઢી ને પીસી પણ નાખી શકો છો.
- ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati
રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit