અત્યાર સુંધી આપણે સીંગદાણા માંથી અલગ અલગ વાનગીઓ બનાવી છે પણ એમાંથી સીંગદાણા નું શાક બનાવવાનું તો ક્યારે નહીં વિચારેલ હોય પણ મહારાષ્ટ્ર માં જયા સીંગદાણા નો પાક પુષ્કળ થાય છે ત્યાં આ શાક બનાવી ને ખવાતું હોય છે તો આજ આપણે પણ Singdana nu shaak શીખીશું.
Ingredients list
- સીંગદાણા 1 ½ કપ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- લસણ ની કણી 5-7
- આદુના કટકા 1-2
- સૂકા લાલ મરચા 2-3
- મરી 5-7
- જીરું 1 ચમચી
- ડુંગળી 2 સુધારેલ
- ટમેટા સુધારેલ 2
- નારિયળ નું છીણ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
સીંગદાણા નું શાક બનાવવાની રીત
સીંગદાણા નું શાક બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી સીંગદાણા નું પાણી નિતારી કૂકરમાં નાખો સાથે સીંગદાણા ડૂબે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
હવે ગ્રેવી બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને આદુના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મરી અને જીરું નાખી શકો લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો.
પાંચ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો અને પેસ્ટ ને ગરણી વડે ગાળી લ્યો અને એક બાજુ મૂકો.
શાક ના વઘાર ની રીત
હવે ગેસ પર ફરી કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો અને તેલ થોડું ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં મીઠા લીમડા ના પાંદ, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મસાલા ને બરોબર શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો અને પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સીંગદાણા પાણી સાથે જ નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
સાત મિનિટ પછી એમાં કસૂરી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે સીંગદાણા નું શાક.
Shaak recipe notes
- અહીં તમે લીલા સીંગદાણા નો ઉપયોગ પણ કરી શકો છો. સીંગદાણા જો લીલા હોય તો પલળવાની જરૂર નથી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Singdana nu shaak banavani rit
Singdana nu shaak banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 1 ½ કપ સીંગદાણા
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- 5-7 લસણ ની કણી
- 1-2 આદુના કટકા
- 2-3 સૂકા લાલ મરચા
- 5-7 મરી
- 1 ચમચી જીરું
- 2 ડુંગળી સુધારેલ
- 2 ટમેટા સુધારેલ
- 1-2 ચમચી નારિયળ નું છીણ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસૂરી મેથી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Singdana nu shaak
- સીંગદાણા નું શાક બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી સીંગદાણા નું પાણી નિતારી કૂકરમાં નાખો સાથે સીંગદાણા ડૂબે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
- હવે ગ્રેવી બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને આદુના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મરી અને જીરું નાખી શકો લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
- ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો.
- પાંચ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો અને પેસ્ટ ને ગરણી વડે ગાળી લ્યો અને એક બાજુ મૂકો.
શાક ના વઘાર ની રીત
- હવે ગેસ પર ફરી કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો અને તેલ થોડું ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં મીઠા લીમડા ના પાંદ, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મસાલા ને બરોબર શેકી લ્યો.
- મસાલા શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો અને પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સીંગદાણા પાણી સાથે જ નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- સાત મિનિટ પછી એમાં કસૂરી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે સીંગદાણા નું શાક.
Shaak recipe notes
- અહીં તમે લીલા સીંગદાણા નો ઉપયોગ પણ કરી શકો છો. સીંગદાણા જો લીલા હોય તો પલળવાની જરૂર નથી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Pili haldar ane aamba haldar nu athanu | પીળી હળદર અને આંબા હળદર નું અથાણું
સોયા વડી નું શાક | સોયાબીન વડી નુ શાક | soya vadi nu shaak banavani rit
ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત | Chana ni daal ane kobi nu shaak banavani rit
લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit