મિત્રો આ Singdana gol ni chikki – સીંગદાણા ગોળ ની ચીક્કી ખૂબ જ ટેસ્ટી બને છે અને એક વખત ટેસ્ટ કર્યા બાદ વારંવાર ખાવા નું મન થાય છે. આજ આપણે ખૂબ સરળ રીતે ઘરે ગોળ નો પાક કરી આ ચીક્કી બનાવતા શીખીશું.
Ingredients list
- સીંગદાણા 500 ગ્રામ
- છીણેલો ગોળ 500 ગ્રામ
- ઘી / તેલ જરૂર મુજબ
Singdana gol ni chikki banavani rit
સીંગદાણા ગોળ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી ને મિડીયમ તાપે હલાવતા રહો અને શકો. સીંગદાણા ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકવાની રહે છે. સીંગદાણા શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી બીજી થાળી માં નાખી ને ઠંડી કરવા મૂકો. શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે બને હથેળી વચ્ચે મસળી મસળી ને ફોતરા અલગ કરી લ્યો. ફોતરા ને ઝારા માં નાખી ફોતરા અલગ કરી નાખો.
પ્લાસ્ટિક પર અથવા પ્લેટ ફોર્મ પર ઘી લગાવી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ નાખો અને ધીમા તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો. ગોળ ને ઓગળી લઈ એમાં રહેલા ગાંઠા તોડી તોડી ને પીગળાવી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં ખાંડ નાખી ને ફરીથી ચડાવી લ્યો. ગોળ અને ખાંડ ઓગળી લીધા બાદ એનો પાક બનવા દયો.
ગોળ માં ફુગ્ગા થવા લાગે એટલે વાટકા માં પાણી લઈ એમાં બે ચાર ટીપાં ગોળ ના નાખી અને હાથ થી દબાવી ચેક કરો જો ગોળ તૂટી જાય તો પાક બની ગયો છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી ફરી ચેક કરો પાક બરોબર બની જાય એટલે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો.
જયારે સીંગદાણા ને ગોળ બરોબર મિક્સ કરી લીધા બાદ ગ્રીસ કરેલ જગ્યા પર થોડું મિશ્રણ નાખી વેલણ વડે હલકા હાથે ફેલાવી લ્યો. આમ થોડા થોડા મિશ્રણ ને વેલણ વડે વણી ફેલાવી લ્યો અને બે ચાર minit pachhi કાપા કરી બિલકુલ ઠંડી થવા દયો. ઠંડી થાય એટલે કાપા વાળા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે સીંગદાણા ગોળ ની ચીક્કી
Chikki recipe notes
- સીંગદાણા બરોબર શેકાયેલા હસે તો ચીક્કી ડબ્બામાં એક બીજા માં ચોંટશે નહિ.
- સીંગદાણા તમે બજારમાં શેકેલ તૈયાર મળે છે એ પણ વાપરી શકો છો.
- ગોળ નો પાક બરોબર કરેલ હસે તો દાંત માં ચોંટશે નહિ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સીંગદાણા ગોળ ની ચીક્કી બનાવવાની રીત
Singdana gol ni chikki banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કિચન પ્લેટફોર્મ
- 1 બટર પેપર
Ingredients
Ingredients list
- 500 ગ્રામ સીંગદાણા
- 500 ગ્રામ છીણેલો ગોળ
- ઘી / તેલ જરૂર મુજબ
Instructions
Singdana gol ni chikki banavani rit
- સીંગદાણા ગોળ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી ને મિડીયમ તાપે હલાવતા રહો અને શકો. સીંગદાણા ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકવાની રહે છે. સીંગદાણા શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી બીજી થાળી માં નાખી ને ઠંડી કરવા મૂકો. શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે બને હથેળી વચ્ચે મસળી મસળી ને ફોતરા અલગ કરી લ્યો. ફોતરા ને ઝારા માં નાખી ફોતરા અલગ કરી નાખો.
- પ્લાસ્ટિક પર અથવા પ્લેટ ફોર્મ પર ઘી લગાવી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ નાખો અને ધીમા તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો. ગોળ ને ઓગળી લઈ એમાં રહેલા ગાંઠા તોડી તોડી ને પીગળાવી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં ખાંડ નાખી ને ફરીથી ચડાવી લ્યો. ગોળ અને ખાંડ ઓગળી લીધા બાદ એનો પાક બનવા દયો.
- ગોળ માં ફુગ્ગા થવા લાગે એટલે વાટકા માં પાણી લઈ એમાં બે ચાર ટીપાં ગોળ ના નાખી અને હાથ થી દબાવી ચેક કરો જો ગોળ તૂટી જાય તો પાક બની ગયો છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી ફરી ચેક કરો પાક બરોબર બની જાય એટલે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો.
- જયારે સીંગદાણા ને ગોળ બરોબર મિક્સ કરી લીધા બાદ ગ્રીસ કરેલ જગ્યા પર થોડું મિશ્રણ નાખી વેલણ વડે હલકા હાથે ફેલાવી લ્યો. આમ થોડા થોડા મિશ્રણ ને વેલણ વડે વણી ફેલાવી લ્યો અને બે ચાર minit pachhi કાપા કરી બિલકુલ ઠંડી થવા દયો. ઠંડી થાય એટલે કાપા વાળા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે સીંગદાણા ગોળ ની ચીક્કી
Chikki recipe notes
- સીંગદાણા બરોબર શેકાયેલા હસે તો ચીક્કી ડબ્બામાં એક બીજા માં ચોંટશે નહિ.
- સીંગદાણા તમે બજારમાં શેકેલ તૈયાર મળે છે એ પણ વાપરી શકો છો.
- ગોળ નો પાક બરોબર કરેલ હસે તો દાંત માં ચોંટશે નહિ.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Chocolate sing chikki banavani rit | ચોકલેટ સિંગ ચીક્કી બનાવવાની રીત
Badam puri banavani rit | બદામ પુરી બનાવવાની રીત | Badam puri recipe in gujarati
sing pak banavani rit | સિંગપાક બનાવવાની રીત
Kukar ma gajar no halvo banavan rit | કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત