નમસ્તે મિત્રો આજે આપણે Sing ni sukhdi – સીંગ ની સુખડી શીખીશું. આ સુખડી એકદમ પોચી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દાંત ના હોય એવા વ્યક્તિ પણ ખૂબ સરળતાથી ખાઈ શકે છે અને એક વખત બનાવ્યા પછી લાંબા સમય સુંધી ખાઈ શકાય છે અને આ સુખડી જેટલી સ્વાદિષ્ટ છે એટલી શરીર માટે ગુણકારી પણ છે અને સવાર સાંજ ના નાસ્તા , ટિફિન કે પ્રવાસમાં બનાવી ને લઈ જઈ શકાય છે.
Ingredient list
- સીંગદાણા 200 ગ્રામ
- છીણેલો ગોળ 150 ગ્રામ
- ઘી 100 ગ્રામ
Sing ni sukhdi banavani rit
સીંગ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી મિડીયમ તાપે હલાવતા રહી સીંગદાણા ને શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજી મોટી થાળી માં શેકેલ સીંગદાણા નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ એના ફોતરા હાથ થી મસળી ને કાઢી લ્યો અને ચારણી થી ચાળી અલગ કરી લ્યો.
ત્યારબાદ સીંગદાણા માંથી ફોતરા અલગ થઈ જાય એટલે મિક્સર જારમાં શેકેલ સીંગદાણા નાખો પ્લસ મોડ માં ફેરવી ને દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગોળ ને ચાકુથી ઝીણો ઝીણો સુધારી અથવા છીણી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખો.
ગોળ નાખી હલાવતા રહો અને ગોળ ના ગાંઠા ન રહે ત્યાં સુંધી ઓગળી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી લ્યો અને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે હલાવતા રહો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને થાળી માં નાખી એક સરખો ફેલાવી દયો અને થોડો ઠંડો થવા દયો.
મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો. અને બિલકુલ ઠંડી થાય એટલે પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સીંગ ની સુખડી.
Sukhdi recipe notes
- સુખડી ને પોચી રાખવા ગોળ નો પાકો પાક ના કરવો નહીતર સુખડી કઠણ બની જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સિંગ ની સુખડી બનાવવાની રીત
Sing ni sukhdi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredient list
- 200 ગ્રામ સીંગદાણા
- 150 ગ્રામ છીણેલો ગોળ
- 100 ગ્રામ ઘી
Instructions
Sing ni sukhdi banavani rit
- સીંગ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી મિડીયમ તાપે હલાવતા રહી સીંગદાણા ને શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજી મોટી થાળી માં શેકેલ સીંગદાણા નાખી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ એના ફોતરા હાથ થી મસળી ને કાઢી લ્યો અને ચારણી થી ચાળી અલગ કરી લ્યો.
- ત્યારબાદ સીંગદાણા માંથી ફોતરા અલગ થઈ જાય એટલે મિક્સર જારમાં શેકેલ સીંગદાણા નાખો પ્લસ મોડ માં ફેરવી ને દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગોળ ને ચાકુથી ઝીણો ઝીણો સુધારી અથવા છીણી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખો.
- ગોળ નાખી હલાવતા રહો અને ગોળ ના ગાંઠા ન રહે ત્યાં સુંધી ઓગળી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી લ્યો અને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે હલાવતા રહો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને થાળી માં નાખી એક સરખો ફેલાવી દયો અને થોડો ઠંડો થવા દયો.
- મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો. અને બિલકુલ ઠંડી થાય એટલે પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સીંગ ની સુખડી.
Sukhdi recipe notes
- સુખડી ને પોચી રાખવા ગોળ નો પાકો પાક ના કરવો નહીતર સુખડી કઠણ બની જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Singdana gol ni chikki | સીંગદાણા ગોળ ની ચીક્કી
Sevai Kheer recipe | સેવઈ ખીર ની રેસીપી
kutchi sata banavani rit | કચ્છી સાટા બનાવવાની રીત
lila nariyal ni barfi banavani rit | લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત