મિત્રો શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં લીલા શિંગડા આવવા લાગ્યા છે અત્યાર સુંધી તમે શિંગડા ના લોટ નો ઉપયોગ કરી ને જ ઉપયોગ કરેલ હસે પણ આ શિયાળા તાજા શિંગડા લઈ એમાંથી આ શાક એક વખત ચોક્કસ બનાવી શકાય અને ઘરની સામગ્રીથી ટેસ્ટી અને હેલ્થી Shingoda aalu nu shaak બનાવી ને તૈયાર કરીશું.
Ingredients List
- શિંગડા 1 કિલો
- બટાકા 3-4
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- કલોંજી ½ ચમચી
- ટમેટા 2
- લીલા મરચા સુધારેલા 4-5
- આદુનો ટુકડો ½ ઇંચ
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Shingoda aalu nu shaak banavani rit
શિંગોડા આલું નું શાક બનાવવા સૌપ્રથમ લીલા શિંગડા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી છાલ અલગ કરી લ્યો. હવે ફરીથી છોલી રાખેલ શિંગડા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી બધું પાણી નિતારી લ્યો. હવે બટાકા ને છોલી સાફ કરી એના પણ શિંગડા જેટલી સાઇઝ ના કટકા કરી લ્યો અને એને પણ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને કલોંજી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, શિંગડા અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ મિડીયમ કરી શેકી લ્યો. પાંચ સાત મિનિટ ઢાંકી ને શેકી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત હલાવતા રહો.
શિંગડા અને બટાકા શેકાય ત્યાં સુંધી માં મિક્સર જારમાં સુધારેલા ટમેટા, આદુના કટકા અને લીલા મરચા સુધારેલા નાખી ઢાંકણ બંધ કરી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે બટાકા અને શિંગડા બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ટમેટા પેસ્ટ નાખો અને મિક્સ કરી લ્યો.
હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર નાખી બરોબર મસાલા શેકી લ્યો અને તેલ અલગ થાય એટલે એમાં એક થી દોઢ કપ પાણી નાખીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો.
વીસ મિનિટ પછી ચડી ગયેલા બટાકા અને શિંગડા નાખી થોડા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થઈ જાય. છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ મજા લ્યો શિંગોડા આલું નું શાક.
Shaak recipe notes
- જો તમે લસણ ડુંગળી ખાતા હો તો લસણ ડુંગળી પેસ્ટ બનાવી ને નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
શિંગોડા આલું નું શાક બનાવવાની રીત
Shingoda aalu nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients List
- 1 કિલો શિંગડા
- 3-4 બટાકા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી કલોંજી
- 2 ટમેટા
- 4-5 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Shingoda aalu nu shaak banavani rit
- શિંગોડા આલું નું શાક બનાવવા સૌપ્રથમ લીલા શિંગડા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી છાલ અલગ કરી લ્યો. હવે ફરીથી છોલી રાખેલ શિંગડા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી બધું પાણી નિતારી લ્યો. હવે બટાકા ને છોલી સાફ કરી એના પણ શિંગડા જેટલી સાઇઝ ના કટકા કરી લ્યો અને એને પણ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને કલોંજી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, શિંગડા અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ મિડીયમ કરી શેકી લ્યો. પાંચ સાત મિનિટ ઢાંકી ને શેકી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત હલાવતા રહો.
- શિંગડા અને બટાકા શેકાય ત્યાં સુંધી માં મિક્સર જારમાં સુધારેલા ટમેટા, આદુના કટકા અને લીલા મરચા સુધારેલા નાખી ઢાંકણ બંધ કરી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે બટાકા અને શિંગડા બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ટમેટા પેસ્ટ નાખો અને મિક્સ કરી લ્યો.
- હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર નાખી બરોબર મસાલા શેકી લ્યો અને તેલ અલગ થાય એટલે એમાં એક થી દોઢ કપ પાણી નાખીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો.
- વીસ મિનિટ પછી ચડી ગયેલા બટાકા અને શિંગડા નાખી થોડા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થઈ જાય. છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ મજા લ્યો શિંગોડા આલું નું શાક.
Shaak recipe notes
- જો તમે લસણ ડુંગળી ખાતા હો તો લસણ ડુંગળી પેસ્ટ બનાવી ને નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી | Mula daal nu shaak banavani recipe
સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha
મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit