નમસ્તે આપણે શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવાની રીત શીખીશું. આ ખીર તમે વ્રત વગર પણ બની ને ખાઈ શકો છો જે એકદમ ક્રીમી બની ને તૈયાર થાય છે જે ગરમ અને ઠંડી બને ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો Shakkariya sabudana ni farali kheer recipe શીખીએ.
શક્કરિયા સાબુદાણા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- શક્કરિયા 300 ગ્રામ
- સાબુદાણા ½ કપ
- ખાંડ 6-7 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- ઘી 1-2 ચમચી
- કેસર ના તાંતણા 10-15
- કાજુ ની કતરણ 3-4 ચમચી
- બદામ ની કતરણ 3-4 ચમચી
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવાની રીત
શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ઢાંકી અડધા થી એક કલાક માટે પલાળી લ્યો.
હવે શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. કટકા કરેલ શક્કરિયા ને કુકર માં નાખી જરૂર મુજબ એક ગ્લાસ પાણી નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો.
ચાર સીટી વાગી જાય પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા શક્કરિયા ને બારે કાઢી ઠંડા થવા દયો. અને ત્યાર બાદ શક્કરિયા ની છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે કાજુ , બદામ અને પીસ્તા ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લેશું. હવે એજ ગરમ ઘી માં પલાળી રાખેલ સાબુદાણા નાખી એક થી બે મિનિટ શેકી લ્યો.
સાબુદાણા ને શેકી લીધા બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી સાબુદાણા તરીયા માં ના ચોંટે આમ દસ થી બાર મિનિટ સાબુદાણા ને દૂધ સાથે બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલ શક્કરિયા ને છીણી વડે છીણી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો.
અને ત્યાર બાદ ફરીથી પાંચ સાત મિનિટ ખીર ને ચડાવી લ્યો છેલ્લે એમાં શેકી રાખેલ કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ , એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ગરમ ગરમ કે ઠંડી કરી મજા લ્યો ફરાળી શક્કરિયા સાબુદાણા ની ખીર.
Shakkariya sabudana ni kheer recipe notes
- જો તમારે ફ્રીઝ માં રાખી ને ખીર નીનમજા લેવી હોય તો પા કપ થી અડધો કપ દૂધ વધારે નાખવું જેથી ઠંડી થાય એ પછી ખીર વધારે ઘટ્ટ ના લાગે.
- જો તમે સાબુદાણા પલાળવા નું ભૂલી ગયા હો તો વધારે પાણી નાખી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી ને પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Shakkariya sabudana ni farali kheer banavani rit
Shakkariya sabudana ni farali kheer banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
શક્કરિયા સાબુદાણા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 300 ગ્રામ શક્કરિયા
- ½ કપ સાબુદાણા
- 6-7 ચમચી ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- 1-2 ચમચી ઘી
- 10-15 કેસર ના તાંતણા
- 3-4 ચમચી કાજુ ની કતરણ
- 3-4 ચમચી બદામ ની કતરણ
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
Shakkariya sabudana ni farali kheer
- શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ઢાંકી અડધા થી એક કલાક માટે પલાળી લ્યો.
- હવે શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. કટકા કરેલ શક્કરિયા ને કુકર માં નાખી જરૂર મુજબ એક ગ્લાસ પાણી નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો.
- ચાર સીટી વાગી જાય પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા શક્કરિયા ને બારે કાઢી ઠંડા થવા દયો. અને ત્યાર બાદ શક્કરિયા ની છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે કાજુ , બદામ અને પીસ્તા ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લેશું. હવે એજ ગરમ ઘી માં પલાળી રાખેલ સાબુદાણા નાખી એક થી બે મિનિટ શેકી લ્યો.
- સાબુદાણા ને શેકી લીધા બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી સાબુદાણા તરીયા માં ના ચોંટે આમ દસ થી બાર મિનિટ સાબુદાણા ને દૂધ સાથે બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલ શક્કરિયા ને છીણી વડે છીણી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો.
- અને ત્યાર બાદ ફરીથી પાંચ સાત મિનિટ ખીર ને ચડાવી લ્યો છેલ્લે એમાં શેકી રાખેલ કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ , એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ગરમ ગરમ કે ઠંડી કરી મજા લ્યો ફરાળી શક્કરિયા સાબુદાણા ની ખીર.
Shakkariya sabudana ni kheer recipe notes
- જો તમારે ફ્રીઝ માં રાખી ને ખીર નીનમજા લેવી હોય તો પા કપ થી અડધો કપ દૂધ વધારે નાખવું જેથી ઠંડી થાય એ પછી ખીર વધારે ઘટ્ટ ના લાગે.
- જો તમે સાબુદાણા પલાળવા નું ભૂલી ગયા હો તો વધારે પાણી નાખી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી ને પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali shkkariya na vada | ફરાળી શક્કરિયા ના વડા બનાવવાની રેસીપી
ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati
ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit
સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત | sabudana bataka ni chakri banavani rit
મખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit