આ ચાર્ટ તમે ફરાળ માં અથવા નાસ્તા તરીકે બનાવી ખાઈ શકો છો અને ઘર માં કોઈ નાનો પ્રસંગ હોય ત્યારે પણ સર્વ કરી શકો છો. બનાવવામાં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી સાથે હેલ્થી બની તૈયાર થાય છે. તો ચાલો Shakkariya chat – શક્કરીયા ચાટ બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- બાફેલા શક્કરિયા 500 ગ્રામ
- તેલ / ઘી 3-4 ચમચી
- સૂકા દાડમ દાણા નો પાઉડર 1-2 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- લીલી ચટણી 1-2 ચમચી
- આંબલી ની ચટણી / લીંબુનો રસ 1-2 ચમચી
- શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- દાડમ દાણા ¼ કપ
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
Shakkariya chat banavani recipe
શક્કરીયા ચાટ બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કૂકરમાં અથવા તપેલી માં પાણી નાખી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી શક્કરિયા નાખી બાફી લ્યો. બાફેલા શક્કરિયા ને થોડા ઠંડા કરી લીધા બાદ છાલ ઉતારી લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં શક્કરિયા ના કટકા નાખો અને બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શક્કરિયા ના કટકા ગોલ્ડન શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં સૂકા દાડમ નો પાઉડર, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ફરાળી મીઠું નાખો
ત્યાર બાદ એમાં લીલી ચટણી, આંબલી ની ચટણી / લીંબુનો રસ, દાડમ દાણા, સફેદ તલ, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, લીલા ધાણા સુધારેલા નાખો અને હલકા હાથે મિક્સ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે શક્કરિયા ચાર્ટ.
shakkariya Chat recipe notes
- અહી તમે જો વ્રત વગર આ ચાર્ટ બનાવતા હો તો બેસન ની સેવ પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
શક્કરીયા ચાટ બનાવવાની રેસીપી

Shakkariya chat banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 500 ગ્રામ બાફેલા શક્કરિયા
- 3-4 ચમચી તેલ / ઘી
- 1-2 ચમચી સૂકા દાડમ દાણા નો પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- 1-2 ચમચી લીલી ચટણી
- 1-2 ચમચી આંબલી ની ચટણી / લીંબુનો રસ
- ¼ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી સફેદ તલ
- ¼ કપ દાડમ દાણા
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
Instructions
Shakkariya chat banavani recipe
- શક્કરીયા ચાટ બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કૂકરમાં અથવા તપેલી માં પાણી નાખી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી શક્કરિયા નાખી બાફી લ્યો. બાફેલા શક્કરિયા ને થોડા ઠંડા કરી લીધા બાદ છાલ ઉતારી લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં શક્કરિયા ના કટકા નાખો અને બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શક્કરિયા ના કટકા ગોલ્ડન શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં સૂકા દાડમ નો પાઉડર, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ફરાળી મીઠું નાખો
- ત્યાર બાદ એમાં લીલી ચટણી, આંબલી ની ચટણી / લીંબુનો રસ, દાડમ દાણા, સફેદ તલ, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, લીલા ધાણા સુધારેલા નાખો અને હલકા હાથે મિક્સ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે શક્કરિયા ચાર્ટ.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Bataka ni farali jalebi banavani rit | બટાકા ની ફરાળી જલેબી બનાવવાની રીત
Farali batata puri banavani rit | ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત
Sabudana ni sandwich banavani rit | સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત
Sabudana Thalipeeth banavani rit | સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત
Farali appam banavani rit | ફરાળી અપ્પમ બનાવવાની રીત
singoda na lot na paratha banavani rit | શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત