મિત્રો આજે આપણે Shaak no premix gravy powder banavani recipe શીખીશું. આ ગ્રેવી આપણે આજ કોઈ પ્રકારના લસણ કે ડુંગળી નાખ્યા વગર તૈયાર કરીશું એને ગ્રેવી નો પાઉડર હોવાથી લાંબા સમય સુંધી સાચવી શકો છો અને રેગ્યુલર કે પંજાબી શાક માં નાખી ગ્રેવી તૈયાર કરી શકો છો. હવે શાક માટેની ગ્રેવી બનાવવાની ઝંઝટ નહિ રહે માત્ર શાક વઘારી ને તૈયાર કરેલ પાઉડર નાખો અને જરૂર મુજબનું પાણી નાખી ગ્રેવી વાળું શાક તૈયાર કરી શકશો. તો ચાલો શાકની પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રેસીપી શીખીએ.
શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવા જરૂરી સામગ્રી
- જીરું 1-2 ચમચી
- મરી ¼ ચમચી
- એલચી 2-3
- મોટી એલચી 1
- તજ નો ટુકડો 1-2 ઇંચ
- સ્ટાર ફૂલ 1
- તમાલપત્ર 2-3
- જાવેત્રી 1
- કાજુ ⅓ કપ
- મગતરી બીજ 2-3 ચમચી
- દાળિયા દાળ 3-4 ચમચી
- કસૂરી મેથી 2-3 ચમચી
- સૂંઠ પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 2-3 ચમચી
- ધાણા જીરું પાઉડર 4-5 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું 1 ચમચી
- મિલ્ક પાઉડર 1 કપ
- ઘી 1 ચમચી
Shaak no premix gravy powder banavani recipe
શાકની પ્રિમિક્સ ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈમાં ધીમા તાપે જીરું નાખી ને શેકી લ્યો જીરું ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં મરી, એલચી, મોટી એલચી, તજ નો ટુકડો, સ્ટાર ફૂલ, જાવેત્રી, તમાલપત્ર નાખી ને ધીમા તાપે શેકી લ્યો બધા મસાલા બરોબર શેકવાની સુગંધ આવે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં કાજુ, મગતરી ના બીજ અને દાળિયા દાળ નાખી એને પણ પીસી પાઉડર બનાવી લ્યો અને એને પણ પીસેલા મસાલા માં નાખો સાથે સૂકી કસૂરી મેથી હાથ થી થોડી મસળી ને નાખો અને સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ, સંચળ, મીઠું અને મિલ્ક પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે મિક્સ કરેલી સામગ્રી ને મિક્સર જારમાં નાખી ફરીથી એક વખત બરોબર પીસી મિક્સ કરી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો અને ગરમ ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ પાઉડર નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો,
ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર પાઉડર ને ઠંડો થવા દયો અને પાઉડર ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મનપસંદ શાક માં નાખી ગ્રેવી વાળું શાક તૈયાર કરી શકો છો.
premix gravy powder notes
- અહી લસણ કે ડુંગળી નો ઉપયોગ નથી કરેલ પરંતુ જો તમને લસણ ડુંગળી પસંદ હોય તો એના પાઉડર નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રીત
Shaak no premix gravy powder banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 ચમચી જીરું
- ¼ ચમચી મરી
- 2-3 એલચી
- 1 મોટી એલચી
- 1-2 ઇંચ તજ નો ટુકડો
- 1 સ્ટાર ફૂલ
- 2-3 તમાલપત્ર
- 1 જાવેત્રી
- ⅓ કપ કાજુ
- 2-3 ચમચી મગતરી બીજ
- 3-4 ચમચી દાળિયા દાળ
- 2-3 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 2-3 ચમચી આમચૂર પાઉડર
- 4-5 ચમચી ધાણા જીરું પાઉડર
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી સંચળ
- 1 ચમચી મીઠું
- 1 કપ મિલ્ક પાઉડર
- 1 ચમચી ઘી
Instructions
Shaak no premix gravy powder banavani recipe
- શાકની પ્રિમિક્સ ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈમાં ધીમા તાપે જીરું નાખી ને શેકી લ્યો જીરું ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં મરી, એલચી, મોટી એલચી, તજ નો ટુકડો, સ્ટાર ફૂલ, જાવેત્રી, તમાલપત્ર નાખી ને ધીમા તાપે શેકી લ્યો બધા મસાલા બરોબર શેકવાની સુગંધ આવે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
- ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં કાજુ, મગતરી ના બીજ અને દાળિયા દાળ નાખી એને પણ પીસી પાઉડર બનાવી લ્યો અને એને પણ પીસેલા મસાલા માં નાખો સાથે સૂકી કસૂરી મેથી હાથ થી થોડી મસળી ને નાખો અને સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ, સંચળ, મીઠું અને મિલ્ક પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે મિક્સ કરેલી સામગ્રી ને મિક્સર જારમાં નાખી ફરીથી એક વખત બરોબર પીસી મિક્સ કરી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો અને ગરમ ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ પાઉડર નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો,
- ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર પાઉડર ને ઠંડો થવા દયો અને પાઉડર ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મનપસંદ શાક માં નાખી ગ્રેવી વાળું શાક તૈયાર કરી શકો છો.
premix gravy powder notes
- અહી લસણ કે ડુંગળી નો ઉપયોગ નથી કરેલ પરંતુ જો તમને લસણ ડુંગળી પસંદ હોય તો એના પાઉડર નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સાત્વિક દહી વાળા પનીર નું શાક | Savtvik dahi vada panir nu shaak
પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati
તવા પર નાન બનાવવાની રીત | tava par naan recipe in gujarati | tava par naan banavani rit