મિત્રો આ સેવઈ ખીર ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવાની ખૂબ સરળ છે શ્રાદ્ધ પક્ષ માં જો રેગ્યુલર ખીર બનાવી ના હોય તો આ ખીર બનાવી શકાય છે તો ચાલો Sevai Kheer બનાવવાની રીત શીખીએ.
સેવઈ ખીર બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સેવઈ 1 કપ
- ઘી 1-2 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- એલચી પાઉડર ½ ચમચી
- બેકિંગ સોડા 1 ચપટી
- ખાંડ ½ કપ
- બદામ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- ચીરોંજી 1-2 ચમચી
સેવઈ ખીર બનાવવાની રીત
સેવઈ ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સેવઈ ને તોડી ને નાની કરેલી સેવ નાખી ને ધીમા તાપે હલાવતા રહો. સેવ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શકવાની છે અને સેવ શેકતી વખતે બરી ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું.
સેવ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે દૂધ માં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો અને સેવ ને દૂધ સાથે ચડાવી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ને ધીમો કરી એમાં એલચી પાઉડર અને ચપટી બેકિંગ સોડા (બેકિંગ સોડા નાખવા ઓપ્શનલ છે ) નાખી ને મિક્સ કરી લ્યો અને દૂધ ને ઉકાળી લ્યો.
દૂધ ઉકાળી ને થોડું ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે બીજી પાંચ દસ મિનિટ ફરીથી ખીર ને ઉકાળી લ્યો. ખીર ઉકળવા લાગે એટલે એમાં બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ અને ચિરોંજિ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો સેવઈ ખીર.
Sevai Kheer recipe notes
- બેકિંગ સોડા ચપટી નાખવા થી ક્યારેક દૂધ ફાટી જતું હોય છે એ ફાટે નહિ એ માટે નાખવા માં આવે છે એટલે ના નાખો તો પણ ચાલે.
- ડ્રાય ફ્રુટ ની કતરણ ને એક ચમચી ઘી માં શેકી ને પણ નાખી શકો છો એમાંથી ખીર નો સ્વાદ ખી સારો આવશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Sevai Kheer banavani rit
Sevai Kheer banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સેવઈ ખીર બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઝીણી સેવઈ
- 1-2 ચમચી ઘી
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- ½ ચમચી એલચી પાઉડર
- 1 ચપટી બેકિંગ સોડા
- ½ કપ ખાંડ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 1-2 ચમચી પિસ્તા ની કતરણ
- 1-2 ચમચી ચીરોંજી
Instructions
Sevai Kheer banavani rit
- સેવઈ ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સેવઈ ને તોડી ને નાની કરેલી સેવ નાખી ને ધીમા તાપે હલાવતા રહો. સેવ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શકવાની છે અને સેવ શેકતી વખતે બરી ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું.
- સેવ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે દૂધ માં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો અને સેવ ને દૂધ સાથે ચડાવી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ને ધીમો કરી એમાં એલચી પાઉડર અને ચપટી બેકિંગ સોડા (બેકિંગ સોડા નાખવા ઓપ્શનલ છે ) નાખી ને મિક્સ કરી લ્યો અને દૂધ ને ઉકાળી લ્યો.
- દૂધ ઉકાળી ને થોડું ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે બીજી પાંચ દસ મિનિટ ફરીથી ખીર ને ઉકાળી લ્યો. ખીર ઉકળવા લાગે એટલે એમાં બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ અને ચિરોંજિ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો સેવઈ ખીર.
Sevai Kheer recipe notes
- બેકિંગ સોડા ચપટી નાખવા થી ક્યારેક દૂધ ફાટી જતું હોય છે એ ફાટે નહિ એ માટે નાખવા માં આવે છે એટલે ના નાખો તો પણ ચાલે.
- ડ્રાય ફ્રુટ ની કતરણ ને એક ચમચી ઘી માં શેકી ને પણ નાખી શકો છો એમાંથી ખીર નો સ્વાદ ખી સારો આવશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Rose gulkand modak recipe | રોઝ ગુલકંદ મોદક બનાવવાની રીત
ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit
અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit
કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit